US: ફ્લોરેન્સ વાવાઝોડાંથી 2.18 લાખ Crના નુકસાનની શક્યતા, ઇમરજન્સી જાહેર

વાવાઝોડું પશ્ચિમ તરફ 28 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 04:14 PM
આજે બુધવારે તટ વિસ્તારના અંદાજિત 20 લાખ લોકોએ સ્થળાંતર કર્યુ હતું. ફ્લોરેન્સ વાવાઝોડાંથી જાન-માલને મોટાંપાયે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આજે બુધવારે તટ વિસ્તારના અંદાજિત 20 લાખ લોકોએ સ્થળાંતર કર્યુ હતું. ફ્લોરેન્સ વાવાઝોડાંથી જાન-માલને મોટાંપાયે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પૂર્વ તટ પર આવેલા વિસ્તારોમાં હવામાન વિભાગે ચક્રવાત ફ્લોરેન્સ ટકરાશે તેવી આગાહી કરી છે. મંગળવાર સુધી કેટેગરી-5માં ફેરવાયેલું ફ્લોરેન્સ છેલ્લાં ત્રણ દાયકાનું સૌથી મોટું ચક્રવાત સાબિત થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર, એટલાન્ટિકના ગરમ હવામાન અને પાણીથી આ ચક્રવાત વધુ મજબૂત થઇ રહ્યો છે અને આવનારા દિવસોમાં તે વધુ શક્તિશાળી થશે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી 48 કલાકમાં ચક્રવાતની સાથે વધતા પાણીથી તટ વિસ્તારોમાં જાન-માલને ભારે નુકસાન થવાની શક્યતાઓ છે. અધિકારીઓએ જણાવ્યું કે, ફ્લોરેન્સ હાલ કેટેગરી 4માં છે પરંતુ તે કેટગરી 5માં ફેરવાશે તેવી આગાહી છે. હાલ ફ્લોરેન્સના કારણે 220 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. ઓફિશિયલ્સે આ વાવાઝોડાંના કારણે 2.18 લાખ કરોડ રૂપિયાનું નુકસાનના આશંકા વ્યક્ત કરી છે.


ગુરૂવારે ત્રાટકશે ચક્રવાત ફ્લોરેન્સ


- હવામાન વિભાગે આ શક્તિશાળી વાવાઝોડું ગુરૂવારે અમેરિકાના વિલ્મિંગટન (નોર્થ કેરોલિના)માં ત્રાટકશે. આ વાવાઝોડાંના કારણે વર્જિનિયા, મેરીલેન્ડ, વોશિંગ્ટન, નોર્થ અને સાઉથ કેરોલિનામાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.
- નોર્થ કેરોલિનાના ગવર્નર રૉય કપૂરે મંગળવારે મીડિયાને જણાવ્યું કે, આ વાવાઝોડું વિશાળ દૈત્ય જેવું છે, જે અત્યંત ખતરનાક છે અને આ ઐતિહાસિક ચક્રવાત છે.
- નેશનલ હરિકેન સેન્ટર અનુસાર, ફ્લોરેન્સ વાવાઝોડું મંગળવાર અને બુધવાર બર્મૂડા અને બહામાસથી પસાર થશે. વાવાઝોડું પશ્ચિમ તરફ 28 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. એક અંદાજ મુજબ તે મંગળવાર રાત અને બુધવાર સુધી વધુ મજબૂત થઇ શકે છે.
- જો કે, હવામાન વિભાગના અધિકારીઓનું એવું પણ અનુમાન છે કે, ફ્લોરેન્સ ચક્રવાત ગુરૂવારે થોડું કમજોર પડી શકે છે, પરંતુ જમીન સાથે ટકરાયા બાદ તે વધુ ખતરનાક બનશે.

ફ્લોરેન્સ વાવાઝોડાંથી કેટલું નુકસાન થઇ શકે છે?


- નેશનલ હરિકેન સેન્ટર (એનએચસી)એ ફ્લોરેન્સને 'અત્યંત ખતરનાક' ઘટના ગણાવી છે. તે તટ અને અંદરના વિભાગમાં ભારે વરસાદ અને પૂરના કારણે વિનાશ સર્જી શકે છે.
- એનએચસીએ કહ્યું કે, ફ્લોરેન્સના કારણે જીવલેણ પ્રભાવ પેદા થઇ શકે છે. તટ પર 13 ફૂટ ઊંચા મોજા ઉઠશે અને અંદાજિત 200 કિમી/કલાકની ઝડપે ચક્રવાતના શક્તિશાળી પવન વિનાશ વેરી શકે છે.
- ફ્લોરેન્સ ચક્રવાતના કારણે કેટલાંક વિસ્તારોમાં 64 સેન્ટીમીટર સુધી વરસાદ થઇ શકે છે અને ભારે વરસાદના કારણે અંદરના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે પૂર આવી શકે છે.
- આ ચક્રવાતથી અમેરિકાના બ્રુન્સવિક ન્યૂક્લિયર પ્લાન્ટ ઉપર પણ જોખમ છે, કારણ કે નોર્થ કેરોલિનામાં જે સ્થળે આ વાવાઝોડું ટકરાવાની શક્યતાઓ છે, તે પ્લાન્ટ થોડાં જ માઇલના અંતરે સ્થિત સાઉથપોર્ટમાં છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આગાહી બાદ લોકોએ કેવી કરી તૈયારીઓ...

આ ચક્રવાતના કારણે અમેરિકાના પૂર્વ તટના વિસ્તારોમાં રહેતા અંદાજિત 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના આદેશ આપ્યા છે.
આ ચક્રવાતના કારણે અમેરિકાના પૂર્વ તટના વિસ્તારોમાં રહેતા અંદાજિત 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના આદેશ આપ્યા છે.
અન્ય પ્રભાવિત ક્ષેત્રોના લોકો આવશ્યક ચીજવસ્તુઓ જમા કરવા માટે દુકાનોમાં જઇ રહ્યા છે.
અન્ય પ્રભાવિત ક્ષેત્રોના લોકો આવશ્યક ચીજવસ્તુઓ જમા કરવા માટે દુકાનોમાં જઇ રહ્યા છે.
સાઉથ અને નોર્થ કેરોલિના, વર્જિનિયાના કેટલાંક ભાગોમાં લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવાની અપીલ કરવામાં આવી છે.
સાઉથ અને નોર્થ કેરોલિના, વર્જિનિયાના કેટલાંક ભાગોમાં લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવાની અપીલ કરવામાં આવી છે.
સમાચાર એજન્સી એએફપી અનુસાર, દુકાનોમાં લોકો બેટરી, ફ્લેશલાઇટ્સ અને પ્લાસ્ટિકના કેનવાસ ખરીદનારા લોકોની ભીડ છે. અનેક પેટ્રોલ પંપ ખાલી થઇ ગયા છે.
સમાચાર એજન્સી એએફપી અનુસાર, દુકાનોમાં લોકો બેટરી, ફ્લેશલાઇટ્સ અને પ્લાસ્ટિકના કેનવાસ ખરીદનારા લોકોની ભીડ છે. અનેક પેટ્રોલ પંપ ખાલી થઇ ગયા છે.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ અને સાઉથ કેરોલિનામાં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે. સાથે જ ચક્રવાતનો સામનો કરવા માટે ફેડરલ ફંડની મદદ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ અને સાઉથ કેરોલિનામાં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે. સાથે જ ચક્રવાતનો સામનો કરવા માટે ફેડરલ ફંડની મદદ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
ફ્લોરેન્સ ચક્રવાતથી જાનહાનિ થવાની શક્યતાઓને પગલે 10 લાખ લોકોએ સ્થાનિક શેલ્ટર હાઉસમાં આશરો લીધો છે.
ફ્લોરેન્સ ચક્રવાતથી જાનહાનિ થવાની શક્યતાઓને પગલે 10 લાખ લોકોએ સ્થાનિક શેલ્ટર હાઉસમાં આશરો લીધો છે.
નેવલ સ્ટેશન નોરફોલ્ક, વર્જિનિયામાં વાવાઝોડાંના પગલે તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
નેવલ સ્ટેશન નોરફોલ્ક, વર્જિનિયામાં વાવાઝોડાંના પગલે તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
હેલિકોપ્ટર સી કોમ્બેટ સ્ક્વોડે એમએચ-60s સી હૉક હેલિકોપ્ટરને રેસ્ક્યૂ ઓપરેશન માટે તૈયાર કર્યા છે.
હેલિકોપ્ટર સી કોમ્બેટ સ્ક્વોડે એમએચ-60s સી હૉક હેલિકોપ્ટરને રેસ્ક્યૂ ઓપરેશન માટે તૈયાર કર્યા છે.
X
આજે બુધવારે તટ વિસ્તારના અંદાજિત 20 લાખ લોકોએ સ્થળાંતર કર્યુ હતું. ફ્લોરેન્સ વાવાઝોડાંથી જાન-માલને મોટાંપાયે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.આજે બુધવારે તટ વિસ્તારના અંદાજિત 20 લાખ લોકોએ સ્થળાંતર કર્યુ હતું. ફ્લોરેન્સ વાવાઝોડાંથી જાન-માલને મોટાંપાયે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ ચક્રવાતના કારણે અમેરિકાના પૂર્વ તટના વિસ્તારોમાં રહેતા અંદાજિત 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના આદેશ આપ્યા છે.આ ચક્રવાતના કારણે અમેરિકાના પૂર્વ તટના વિસ્તારોમાં રહેતા અંદાજિત 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના આદેશ આપ્યા છે.
અન્ય પ્રભાવિત ક્ષેત્રોના લોકો આવશ્યક ચીજવસ્તુઓ જમા કરવા માટે દુકાનોમાં જઇ રહ્યા છે.અન્ય પ્રભાવિત ક્ષેત્રોના લોકો આવશ્યક ચીજવસ્તુઓ જમા કરવા માટે દુકાનોમાં જઇ રહ્યા છે.
સાઉથ અને નોર્થ કેરોલિના, વર્જિનિયાના કેટલાંક ભાગોમાં લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવાની અપીલ કરવામાં આવી છે.સાઉથ અને નોર્થ કેરોલિના, વર્જિનિયાના કેટલાંક ભાગોમાં લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવાની અપીલ કરવામાં આવી છે.
સમાચાર એજન્સી એએફપી અનુસાર, દુકાનોમાં લોકો બેટરી, ફ્લેશલાઇટ્સ અને પ્લાસ્ટિકના કેનવાસ ખરીદનારા લોકોની ભીડ છે. અનેક પેટ્રોલ પંપ ખાલી થઇ ગયા છે.સમાચાર એજન્સી એએફપી અનુસાર, દુકાનોમાં લોકો બેટરી, ફ્લેશલાઇટ્સ અને પ્લાસ્ટિકના કેનવાસ ખરીદનારા લોકોની ભીડ છે. અનેક પેટ્રોલ પંપ ખાલી થઇ ગયા છે.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ અને સાઉથ કેરોલિનામાં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે. સાથે જ ચક્રવાતનો સામનો કરવા માટે ફેડરલ ફંડની મદદ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ અને સાઉથ કેરોલિનામાં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે. સાથે જ ચક્રવાતનો સામનો કરવા માટે ફેડરલ ફંડની મદદ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
ફ્લોરેન્સ ચક્રવાતથી જાનહાનિ થવાની શક્યતાઓને પગલે 10 લાખ લોકોએ સ્થાનિક શેલ્ટર હાઉસમાં આશરો લીધો છે.ફ્લોરેન્સ ચક્રવાતથી જાનહાનિ થવાની શક્યતાઓને પગલે 10 લાખ લોકોએ સ્થાનિક શેલ્ટર હાઉસમાં આશરો લીધો છે.
નેવલ સ્ટેશન નોરફોલ્ક, વર્જિનિયામાં વાવાઝોડાંના પગલે તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.નેવલ સ્ટેશન નોરફોલ્ક, વર્જિનિયામાં વાવાઝોડાંના પગલે તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
હેલિકોપ્ટર સી કોમ્બેટ સ્ક્વોડે એમએચ-60s સી હૉક હેલિકોપ્ટરને રેસ્ક્યૂ ઓપરેશન માટે તૈયાર કર્યા છે.હેલિકોપ્ટર સી કોમ્બેટ સ્ક્વોડે એમએચ-60s સી હૉક હેલિકોપ્ટરને રેસ્ક્યૂ ઓપરેશન માટે તૈયાર કર્યા છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App