Home » International News » America » She says Trump never signed the agreement in which she was paid $130,000

એડલ્ટ સ્ટાર સાથે અફેર મુદ્દે ટ્રમ્પ ફરી ઘેરાયા, 84 લાખ લઇને કર્યો કેસ

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 01:19 PM

આ કેસમાં ડેનિયલ્સે કહ્યું કે, ઓક્ટોબર 2016માં ટ્રમ્પ મુદ્દે ચૂપ રહેવા માટે જે કરાર થયો હતો, તે લીગલ નથી

 • She says Trump never signed the agreement in which she was paid $130,000
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  આ મામલે વ્હાઇટ હાઉસ તરફથી કોઇ પ્રતિક્રિયાનથી આવી, ના તો ટ્વીટર પર કોઇ રિએક્શન જોવામાં આવ્યું છે. (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ સ્ટોર્મી ડેનિયલ્સ નામથી જાણીતી એડલ્ટ ફિલ્મોની ભૂતપૂર્વ એક્ટ્રેસ સ્ટેફની ક્લિફર્ડે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ્ર ટ્રમ્પ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસમાં ડેનિયલ્સે કહ્યું કે, ઓક્ટોબર 2016માં ટ્રમ્પ મુદ્દે ચૂપ રહેવા માટે જે કરાર થયો હતો, તે લીગલ નથી. કારણ કે, ટ્રમ્પે તેના પર હસ્તાક્ષર કર્યા નહતા. આ કેસ મંગળવારે લોસ એન્જલસની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.

  વ્હાઇટ હાઉસ તરફથી કોઇ પ્રતિક્રિયા નહીં


  - આ મામલે વ્હાઇટ હાઉસ તરફથી કોઇ પ્રતિક્રિયાનથી આવી, ના તો ટ્વીટર પર કોઇ રિએક્શન જોવામાં આવ્યું છે.
  - ટ્રમ્પે જે લેટેસ્ટ ટ્વીટ કર્યુ છે તેમાં આર્થિક સલાહકાર પસંદ કરવાની વાત કરી છે.
  - આ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે તે, ક્લિફર્ડ અને ટ્રમ્પની વચ્ચે 2006નું અફેર ઉનાળામાં શરૂ થયું જે 2007 સુધી ચાલ્યું.
  - આ સંબંધો દરમિયાન અનેક ચીજો સામેલ રહી, જેમ કે લોસ એન્જલ્સ કાઉન્ટી સ્થિત બેવર્લી હીલ્સ હોટલના બંગલામાં ટ્રમ્પની સાથે એક મીટિંગ પણ કરવામાં આવી હતી.


  2016 હોલિવૂડ ટેપ આવી હતી સામે


  - ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 20016માં એક કુખ્યાત હોલિવૂડ ટેપ સામે આવી હતી, જેમાં ટ્રમ્પ મહિલાઓ વિશે આપત્તિજનક વાતો કરતાં સાંભળવા મળે છે.
  - આ ટેપ સાર્વજનિક થયા બાદ ટ્રમ્પની સાથે પોતાના સંબંધોને લઇને અનેક મહિલાઓ સામે આવી અને પોતાના સંબંધો વિશે જણાવ્યું.
  - આ જ પ્રકારે ક્લિફર્ડે પણ પોતાના સંબંધો વિશે જાણકારી આપી અને મીડિયા સાથે મળીને ટ્રમ્પ વિરૂદ્ધ મોરચો ખોલી દીધો.
  - ફેબ્રુઆરી મહિનામાં આવેલા સમાચાર અનુસાર, લાંબા સમયથી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ માઇકલ કોહેને કહ્યું હતું કે, તેઓએ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડન્ટ બનવાના એક દાયકા પહેલા ટ્રમ્પ સાથે મિત્રતાનો દાવો કરનાર પોર્ન ફિલ્મોની એક એક્ટ્રેસને પોતાની બચતમાંથી એક લાખ 30 હજાર ડોલર આપ્યા હતા.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, આ ઘટના વિશે વધુ માહિતી

 • She says Trump never signed the agreement in which she was paid $130,000
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ક્લિફર્ડ અને ટ્રમ્પની વચ્ચે 2006નું અફેર ઉનાળામાં શરૂ થયું જે 2007 સુધી ચાલ્યું.

  બેરનને જન્મ સમયે શરૂ થયું અફેર 


  - ક્લિફોર્ડ અનુસાર, ટ્રમ્પની પત્ની મેલાનિયાના દીકરા બેરનના જન્મ આપવાના સમયે ટ્રમ્પ અને તેની મિત્રતા થઇ હતી. આ પહેલાં અમેરિકાના પ્રેસિડન્ટના વકીલ કોહેને જણાવ્યું કે, ટ્ર્મપે ક્લિફર્ડ સાથે પોતાના અફેરની વાત નકારી દીધી છે. 
  - ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, સ્પોક્સપર્સને કહ્યું કે, આ લેવડ-દેવડમાં ટ્રમ્પના સંગઠન કે તેઓના ચૂંટણી પ્રચાર અભિયાન સામેલ નહતા. મારી પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મારાં ધનને પરત નથી લીધું. ક્લફર્ડને કરવામાં આવેલી ચૂકવણી લીગલ હતી. તે કોઇ દ્વારા કરવામાં આવેલું પ્રચારમાં યોગદાન કે ખર્ચ નહતો. 

   

 • She says Trump never signed the agreement in which she was paid $130,000
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  માઇકલ કોહેને કહ્યું હતું કે, ટ્રમ્પ સાથે મિત્રતાનો દાવો કરનાર પોર્ન ફિલ્મોની એક એક્ટ્રેસને પોતાની બચતમાંથી એક લાખ 30 હજાર ડોલર આપ્યા હતા.

  એડલ્ટ સ્ટારે લગાવ્યો ધમકી મળ્યાનો આરોપ 


  - લોસ એન્જલસમાં આજે બુધવારે દાખલ કરેલા આ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ સમજૂતી ગેરકાયદેસર અને પરિણામ વિહોણી છે. કેસમાં પોર્ન સ્ટાર સ્ટેફની ક્લિફોર્ડે કોહેન પર પોતાનું મોઢૂં બંધ રાખવાની ધમકી આપ્યાનો આરોપ પણ લગાવ્યો છે. 
  - સ્ટેફનીએ દાવો કર્યો છે કે, તેના અને ટ્રમ્પની વચ્ચે એકથી વધુ વખત શારિરીક સંબંધો બન્યા હતા અને લાંબા સમય સુધી બંનેની વચ્ચે સંબંધ રહ્યો હતો. જો કે, ટ્રમ્પના વકીલ કોહેને આ સંબંધ હોવાની વાતને નકારી દીધી હતી. 

 • She says Trump never signed the agreement in which she was paid $130,000
  ટ્રમ્પની પત્ની મેલાનિયાના દીકરા બેરનના જન્મ આપવાના સમયે ટ્રમ્પ અને તેની મિત્રતા થઇ હતી. (ફાઇલ)

  સમજૂતી માટે આપ્યા હતા 84 લાખ રૂપિયા 


  - ટ્રમ્પના વકીલ માઇકલ કોહેને કહ્યું કે, તેણે પોર્ન સ્ટારને સમજૂતી માટે 1,30,000 ડોલર એટલે કે, અંદાજિત 84 લાખ રૂપિયા આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ રકમ જે તે એગ્રીમેન્ટનો ભાગ હતો. 

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ