પોતાના નિવેદનથી પલટી એડલ્ટ સ્ટાર, કહ્યું - ક્યારેય નહતું ટ્રમ્પ સાથે અફેર

સ્ટોર્મી અને ટ્રમ્પની વચ્ચે વર્ષ 2006માં કથિત યૌન સંબંધ હોવાના સમાચાર છે.

divyabhaskar.com | Updated - Jan 31, 2018, 07:37 PM
સ્ટોર્મી ડેનિયલ્સ
સ્ટોર્મી ડેનિયલ્સ

પોતાના નિવેદનથી પલટી એડલ્ટ સ્ટાર, કહ્યું - ક્યારેય નહતું ટ્રમ્પ સાથે અફેર .

ઇન્ટરનેશનલ ડેસ્કઃ એડલ્ટ ફિલ્મોની એક્ટ્રેસ સ્ટોર્મી ડેનિયલ્સે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઇ પણ પ્રકારના અફેરના સમાચારોને નકાર્યા છે. છેલ્લાં કેટલાંક દિવસોથી સ્ટોર્મી અને ટ્રમ્પની વચ્ચે વર્ષ 2006માં કથિત યૌન સંબંધ હોવાના સમાચાર છે. ડેનિયલ્સે પણ આ દાવો કર્યો હતો કે, જ્યારે મલેનિયાએ તેના દીકરાને જન્મ આપ્યો હતો, તેના થોડાં દિવસ બાદ જ ટ્રમ્પ અને તેની વચ્ચે શારિરીક સંબંધ બન્યા હતા. જો કે, હવે તે આ નિવેદનથી પલટી ગઇ છે.


- ટ્રમ્પના વર્ષ 2006માં ત્રીજાં અને હાલની પત્ની મલેનિયા સાથે લગ્ન થયા હતા. સ્ટોર્મીના વકીલે તેના ઉપર વિસ્તૃત જાણકારી આપ્યા વગર માત્ર નિવેદનની પુષ્ટી કરી છે.
- આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પના 'સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસ' બાદ સ્ટોર્મી ડેનિયલ્સ જેનું અસલી નામ સ્ટેફની ક્લિફર્ડ ચે તે એબીસીના ટીવી શો 'જિમ્મી કિમ્મેલ લાઇવ'માં જોવા મળશે. હાલ, ટ્રમ્પના વકીલ માઇકલ કોહેને આ બંને વચ્ચે કોઇ પણ પ્રકારના સંબંધો હોવાની વાતનો ઇનકાર કર્યો છે.


2011માં અફેર હોવાનો કર્યો હતો દાવો
- સ્ટોર્મીએ સૌથી પહેલાં વર્ષ 2011માં ટ્રમ્પ સાથે અફેર હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ પ્રેસિડન્ટ ચૂંટણીના એક મહિના પહેલાં પણ તેણે આવો દાવો કર્યો હતો જેના ઉપર કોઇએ ખાસ ધ્યાન આપ્યું નહતું.
- આ મહિનાના શરૂઆતમાં 'વોલ સ્ટ્રીટ જનરલ'માં આ સંબંધે એક આર્ટિકલ આવ્યો હતો. જેમાં ટ્રમ્પના વકીલે ક્લિફર્ડને મોંઢૂ બંધ રાખવા માટે 1 લાખ 30 હજાર ડોલરની રકમ ચૂકવી હોવાનો ખૂલાસો થતા આ મામલો વધુ ગરમાયો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ
X
સ્ટોર્મી ડેનિયલ્સસ્ટોર્મી ડેનિયલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પડોનાલ્ડ ટ્રમ્પ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App