Home » International News » America » Stormy Daniels reveals how Trump talked her into bed on the night

એડલ્ટ સ્ટારનો ખુલાસોઃ ટ્રમ્પે સેક્સ પહેલાં કહ્યું, 'તને જોઇ મારી દીકરીની યાદ આવે છે'

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 08:54 PM

આ ઇન્ટરવ્યુમાં ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર ડેનિયલ્સે ટ્રમ્પ સાથે વિતાવેલી અંગત પળો વિશે ચર્ચા કરી

 • Stormy Daniels reveals how Trump talked her into bed on the night
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ઇન્ટરવ્યુમાં ડેનિયલ્સે ટ્રમ્પ સાથે વિતાવેલી અંગત પળો વિશે વાત કરી.

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ રવિવારે અમેરિકામાં એક ટીવી ચેનલના પ્રાઇમ શોમાં એક્સ એડલ્ટ સ્ટારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે ટીવીના પ્રાઇમ શોમાં કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે અફેર બાદ તેને ચૂપ રહેવા માટે ધમકી આપી હતી. આ ઇન્ટરવ્યુમાં ડેનિયલ્સે ટ્રમ્પ સાથે વિતાવેલી અંગત પળો વિશે વાત કરી. ડેનિયલ્સે કહ્યું, ટ્રમ્પે 2006માં તેની સાથે વિતાવેલી અંગત પળો માટે ક્યારેય ચૂપ રહેવા માટે નથી કહ્યું. આ બધી વાતનો બદલો 2011માં તેણે આખી વાત એક મેગેઝીનને વેચવા માટે 9.70 લાખ રૂપિયાનો સોદો કરવાનું વિચારીને લીધો.

  પાર્કમાં એક વ્યક્તિએ આવીને ધમકી આપી


  - ડેનિયલ્સે જણાવ્યું કે, જ્યારે એક દિવસ તે દીકરીની સાથે ફિટનેસ ક્લાસ માટે જઇ રહી હતી ત્યારે પાર્કિંગમાં તેની પાસે એક વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું કે, ટ્રમ્પને એકલો મુકી દે.
  - આ વ્યક્તિએ ડેનિયલ્સને ત્યાં સુધી ધમકાવી કે, કેટલી શરમની વાત હશે જો આ બાળકીને માતાને કંઇ થઇ જાય છે. સાથે જ તેણે બાળકી સામે જોઇને કહ્યું કે, આ બાળકી ખૂબ જ સુંદર છે.
  - શોના એન્કર કૂપરે પુછ્યું, તે આ ધમકીને કેવી રીતે લીધી. જવાબમાં ડેનિયલ્સે કહ્યું, તે દિવસે હું એટલી ગભરાઇ ગઇ હતી કે, વર્કઆઉટ ક્લાસમાં મારાં હાથ કાંપી રહ્યા હતા.

  2006માં ટ્રમ્પને હોટેલમાં મળી હતી


  - ડેનિયલ્સે વર્ષ 2006માં હોટલના સૂટમાં વિતાવેલી અંગત પળોને યાદ કરીને કહ્યું કે, આ મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, તું ખૂબ જ ખાસ છે. તને જોઇને મને મારી દીકરી ઇવાન્કાની યાદ આવે છે.
  - ટ્રમ્પે કહ્યું કે, તું ખૂબ જ સ્માર્ટ છે, સુંદર છે અને એવી મહિલા જેને હંમેશા માટે યાદ રાખવી જોઇએ.
  - ડેનિયલ્સે જણાવ્યું કે, આ દરમિયાન બંનેએ અસુરક્ષિત સેક્સ કર્યુ હતું.

  2016 હોલિવૂડ ટેપ આવી હતી સામે

  - ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 20016માં એક કુખ્યાત હોલિવૂડ ટેપ સામે આવી હતી, જેમાં ટ્રમ્પ મહિલાઓ વિશે આપત્તિજનક વાતો કરતાં સાંભળવા મળે છે.
  - આ ટેપ સાર્વજનિક થયા બાદ ટ્રમ્પની સાથે પોતાના સંબંધોને લઇને અનેક મહિલાઓ સામે આવી અને પોતાના સંબંધો વિશે જણાવ્યું.
  - આ જ પ્રકારે ક્લિફર્ડે પણ પોતાના સંબંધો વિશે જાણકારી આપી અને મીડિયા સાથે મળીને ટ્રમ્પ વિરૂદ્ધ મોરચો ખોલી દીધો.
  - ફેબ્રુઆરી મહિનામાં આવેલા સમાચાર અનુસાર, લાંબા સમયથી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ માઇકલ કોહેને કહ્યું હતું કે, તેઓએ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડન્ટ બનવાના એક દાયકા પહેલા ટ્રમ્પ સાથે મિત્રતાનો દાવો કરનાર પોર્ન ફિલ્મોની એક એક્ટ્રેસને પોતાની બચતમાંથી એક લાખ 30 હજાર ડોલર આપ્યા હતા.


  આગળની સ્લાઇડ્સમાં જાણો, ડેનિયલ્સ અને ટ્રમ્પના અફેરના સ્કેન્ડલ વિશે વધુ માહિતી...

 • Stormy Daniels reveals how Trump talked her into bed on the night
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ડેનિયલ્સે જણાવ્યું કે, જ્યારે એક દિવસ તે દીકરીની સાથે ફિટનેસ ક્લાસ માટે જઇ રહી હતી ત્યારે પાર્કિંગમાં તેની પાસે એક વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું કે, ટ્રમ્પને એકલો મુકી દે.

  બેરનને જન્મ સમયે શરૂ થયું અફેર 

   

  - ક્લિફોર્ડ અનુસાર, ટ્રમ્પની પત્ની મેલાનિયાના દીકરા બેરનના જન્મ આપવાના સમયે ટ્રમ્પ અને તેની મિત્રતા થઇ હતી. આ પહેલાં અમેરિકાના પ્રેસિડન્ટના વકીલ કોહેને જણાવ્યું કે, ટ્ર્મપે ક્લિફર્ડ સાથે પોતાના અફેરની વાત નકારી દીધી છે. 
  - ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, સ્પોક્સપર્સને કહ્યું કે, આ લેવડ-દેવડમાં ટ્રમ્પના સંગઠન કે તેઓના ચૂંટણી પ્રચાર અભિયાન સામેલ નહતા. મારી પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મારાં ધનને પરત નથી લીધું. ક્લફર્ડને કરવામાં આવેલી ચૂકવણી લીગલ હતી. તે કોઇ દ્વારા કરવામાં આવેલું પ્રચારમાં યોગદાન કે ખર્ચ નહતો. 

 • Stormy Daniels reveals how Trump talked her into bed on the night
  ઓક્ટોબર 20016માં એક કુખ્યાત હોલિવૂડ ટેપ સામે આવી હતી, જેમાં ટ્રમ્પ મહિલાઓ વિશે આપત્તિજનક વાતો કરતાં સાંભળવા મળે છે. (ફાઇલ)

  એડલ્ટ સ્ટારે લગાવ્યો ધમકી મળ્યાનો આરોપ 


  - લોસ એન્જલસમાં આજે બુધવારે દાખલ કરેલા આ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ સમજૂતી ગેરકાયદેસર અને પરિણામ વિહોણી છે. કેસમાં પોર્ન સ્ટાર સ્ટેફની ક્લિફોર્ડે કોહેન પર પોતાનું મોઢૂં બંધ રાખવાની ધમકી આપ્યાનો આરોપ પણ લગાવ્યો છે. 
  - સ્ટેફનીએ દાવો કર્યો છે કે, તેના અને ટ્રમ્પની વચ્ચે એકથી વધુ વખત શારિરીક સંબંધો બન્યા હતા અને લાંબા સમય સુધી બંનેની વચ્ચે સંબંધ રહ્યો હતો. જો કે, ટ્રમ્પના વકીલ કોહેને આ સંબંધ હોવાની વાતને નકારી દીધી હતી.

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ