સ્ટીવ જોબ્સના આ CVમાં છે ભારે ભૂલો, છતાં 32 લાખમાં થશે હરાજી

વર્ષ 1973માં તેઓએ કોઇ જોબ મેળવવા માટે આ એપ્લિકેશન એક કંપનીમાં આપી હતી

divyabhaskar.com | Updated - Feb 25, 2018, 03:09 PM
વર્ષ 1973માં તેઓએ કોઇ જોબ મેળવવા માટે આ એપ્લિકેશન એક કંપનીમાં આપી હતી. (ફાઇલ)
વર્ષ 1973માં તેઓએ કોઇ જોબ મેળવવા માટે આ એપ્લિકેશન એક કંપનીમાં આપી હતી. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ જે આઇફોનની આજે આખી દુનિયા દિવાની છે, તેની બેઝ કંપની એટલે એપલને બનાવવા અને ઉભી કરનાર સ્ટીવ જોબ્સની એક જોબ એપ્લિકેશનની લાખો રૂપિયામાં હરાજી થવા જઇ રહી છે. આજથી અંદાજિત 45 વર્ષ પહેલાં લખવામાં આવેલી આ જોબ એપ્લિકેશનને ખરીદવા માટે ઘણાં લોકો ઉત્સુક છે. જાણો, શું ખાસ છે સ્ટીવ જોબ્સની આ જોબ એપ્લિકેશનમાં?


ક્યારે લખવામાં આવી હતી જોબ એપ્લિકેશન?


- Apple કંપનીના ફાઉન્ડર સ્ટીવ જોબ્સે યુવાનીના દિવસોમાં જ્યાં સુધી એપલની શરૂઆત કરી નહતી, ત્યારે તેઓ સારી જોબની શોધમાં અહીં-તહીં ભટકી ચૂક્યા હતા.
- આ દોરમાં વર્ષ 1973માં તેઓએ કોઇ જોબ મેળવવા માટે આ એપ્લિકેશન એક કંપનીમાં આપી હતી.
- આજે આટલા વર્ષો બાદ તેઓની આ એપ્લિકેશન મોં માંગ્યા દામ પર ખરીદવા માટે લોકો તૈયાર બેઠા છે.
- અમેરિકામાં બોસ્ટનના ઓક્શન હાઉસ પીઆર ઓક્સનના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે, સ્ટીવની આ એપ્લિકેશનની એસ્ટિમેટેડ કિંમત અંદાજિત 50 હજાર ડોલર એટલે કે અંદાજિત 32 લાખ રૂપિયાની આસપાસ રહેવાની આશા છે.


આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે આ જોબ એપ્લિકેશનની ખાસિયતો?

આટલા વર્ષો બાદ સ્ટીવ જોબ્સની આ જોબ એપ્લિકેશન આજે સમાચારોની દુનિયામાં છવાઇ ગઇ છે. (ફાઇલ)
આટલા વર્ષો બાદ સ્ટીવ જોબ્સની આ જોબ એપ્લિકેશન આજે સમાચારોની દુનિયામાં છવાઇ ગઇ છે. (ફાઇલ)

શું છે આ જોબ એપ્લિકેશનની ખાસિયત? 


- ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલાં જોબ્સ દ્વારા લખવામાં આવેલી આ જોબ એપ્લિકેશનમાં ગ્રામર સાથે જોડાયેલી તમામ ભૂલો છે. 
- આ એપ્લિકેશનમાં સ્પેલિંગ અને ફૂલ સ્ટોપની ભૂલો સાથે સાથે જોબ્સે પોતાનું નામ સ્ટીવન જોબ્સ લખ્યું છે અને એડ્રેસમાં રીડ કોલેજ લખ્યું છે. જ્યાં તેઓ શરૂઆતના સમયમાં રહેતા હતા. 
- આ સમયે સ્ટીવ જોબ્સની પાસે કોઇ પણ લેન્ડલાઇન ફોન નહતો. તેથી લેટરમાં ફોનની કોલમમાં તેઓએ None લખ્યું છે. 
- આ એપ્લિકેશનમાં સ્ટીવે એવું લખ્યું છે કે, તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે. એટલું જ નહીં, તેઓએ ગ્રેજ્યુએશન મેઇન સ્ટ્રીમમાં ઇંગ્લિશ લિટરેચર લખ્યું છે. 
- ઇંગ્લિશ લિટરેચર ભણતા ટીનેજર સ્ટીવ જોબ્સે કદાચ વિચાર્યુ પણ નહીં હોય કે થોડાં વર્ષો બાદ તેઓ વિશ્વની સૌથી જાણીતી કોમ્પ્યુટર અને મોબાઇલ કંપનીનો પાયો નાખશે. 

 

આગળની સ્લાઇડ્સમાં જાણો, ટીનેજમાં શું કરવા ઇચ્છતા હતા સ્ટીવ? 

વર્ષ 2011માં 56 વર્ષની ઉંમરે કેન્સરની બીમારીમાં સ્ટીવ જોબ્સનું મોત થયું હતું. (ફાઇલ)
વર્ષ 2011માં 56 વર્ષની ઉંમરે કેન્સરની બીમારીમાં સ્ટીવ જોબ્સનું મોત થયું હતું. (ફાઇલ)

ટીનેજમાં શું કરવા ઇચ્છતા હતા સ્ટીવ? 


- સ્ટીવ જોબ્સ દ્વારા લખવામાં આવેલી આ જોબ એપ્લિકેશનમાં તેઓએ સ્પેશિયલ એબિલિટી સેક્શનમાં સ્પષ્ટ લખ્યું છે કે, તેઓ ટેક અથવા ડિઝાઇન એન્જિનિયરિંગમાં કામ કરવા ઇચ્છે છે. 
- જો કે, એપ્લિકેશનમાં સ્ટીવ કઇ પોસ્ટ માટે અપ્લાય કરી રહ્યા છે તેનો ઉલ્લેખ નથી. 
- આટલા વર્ષો બાદ સ્ટીવ જોબ્સની આ જોબ એપ્લિકેશન આજે સમાચારોની દુનિયામાં છવાઇ ગઇ છે. 
- આ જોબ એપ્લિકેશન લખ્યાના થોડાં વર્ષો બાદ જ સ્ટીવ જોબ્સે તેના ફ્રેન્ડ સ્ટીવ વોઝ્નિએક સાથે મળીને એપ્પલ કંપનીની શરૂઆત કરી હતી. 
- વર્ષ 2011માં 56 વર્ષની ઉંમરે કેન્સરની બીમારીમાં સ્ટીવ જોબ્સનું મોત થયું હતું. 

વર્ષો પહેલાં જોબ્સ દ્વારા લખવામાં આવેલી આ જોબ એપ્લિકેશનમાં ગ્રામર સાથે જોડાયેલી તમામ ભૂલો છે.
વર્ષો પહેલાં જોબ્સ દ્વારા લખવામાં આવેલી આ જોબ એપ્લિકેશનમાં ગ્રામર સાથે જોડાયેલી તમામ ભૂલો છે.
X
વર્ષ 1973માં તેઓએ કોઇ જોબ મેળવવા માટે આ એપ્લિકેશન એક કંપનીમાં આપી હતી. (ફાઇલ)વર્ષ 1973માં તેઓએ કોઇ જોબ મેળવવા માટે આ એપ્લિકેશન એક કંપનીમાં આપી હતી. (ફાઇલ)
આટલા વર્ષો બાદ સ્ટીવ જોબ્સની આ જોબ એપ્લિકેશન આજે સમાચારોની દુનિયામાં છવાઇ ગઇ છે. (ફાઇલ)આટલા વર્ષો બાદ સ્ટીવ જોબ્સની આ જોબ એપ્લિકેશન આજે સમાચારોની દુનિયામાં છવાઇ ગઇ છે. (ફાઇલ)
વર્ષ 2011માં 56 વર્ષની ઉંમરે કેન્સરની બીમારીમાં સ્ટીવ જોબ્સનું મોત થયું હતું. (ફાઇલ)વર્ષ 2011માં 56 વર્ષની ઉંમરે કેન્સરની બીમારીમાં સ્ટીવ જોબ્સનું મોત થયું હતું. (ફાઇલ)
વર્ષો પહેલાં જોબ્સ દ્વારા લખવામાં આવેલી આ જોબ એપ્લિકેશનમાં ગ્રામર સાથે જોડાયેલી તમામ ભૂલો છે.વર્ષો પહેલાં જોબ્સ દ્વારા લખવામાં આવેલી આ જોબ એપ્લિકેશનમાં ગ્રામર સાથે જોડાયેલી તમામ ભૂલો છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App