ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» સ્નો સ્ટોર્મના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે | At least four deaths were blamed on the weather

  US: 13 ઇંચ બરફવર્ષા - વાવાઝોડાંમાં 4નાં મોત, વીજ પુરવઠો ખોરવાયો

  divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 12:09 PM IST

  વાવાઝોડાં અને વરસાદના કારણે 160 જેટલી બિલ્ડિંગ્સને ભારે નુકસાન
  • ભારે વરસાદ અને વાવાઝોડાં ઉપરાંત બરફના વજનના કારણે 1,000 જેટલી પાવર લાઇન્સને નુકસાન થયું છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારે વરસાદ અને વાવાઝોડાં ઉપરાંત બરફના વજનના કારણે 1,000 જેટલી પાવર લાઇન્સને નુકસાન થયું છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સેન્ટ્રલ અમેરિકામાં રવિવારથી આવેલા સ્નો સ્ટોર્મના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે. મિનેસોટામાં મિડ-એપ્રિલ સ્ટોર્મના કારણે રસ્તાઓ પર બરફની ચાદર છવાઇ ગઇ હતી. આ વાવાઝોડું નોર્થ અને મિડ-એટલાન્ટિક યુએસ તરફ જતાં પહેલાં અમેરિકાના મોટાંભાગના શહેરોને અસર કરી હતી. આ સ્ટોર્મ સિસ્ટમના કારણે એનબ્રિજ એનર્જીની ઓઇલ અને ગેસ પાઇપલાઇનને અનિશ્ચિત સમય સુધી બંધ કરી દેવામાં આવી છે. મિનેપોલીસ- સેન્ટ પોલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંદાજિત 13 ઇંચ જેટલો બરફ પડતાં રવિવારે 230 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી. શનિવારે શરૂ થયેલા આ વાવાઝોડાંના કારણે અત્યાર સુધી 470 ફ્લાઇટ્સ કેન્સલ થઇ છે. જ્યારે મિશિગનમાં ભારે વરસાદ અને વાવાઝોડાંના કારણે હજારો ઘર અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

   310,000 ઘરો વીજળી વગર, 1000 પાવર લાઇન્સ તૂટી પડી

   - મિશિગનમાં રવિવારે 18 ઇંચ બરફ પડતાં અંદાજિત 310,000 ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
   - ભારે વરસાદ અને વાવાઝોડાં ઉપરાંત બરફના વજનના કારણે 1,000 જેટલી પાવર લાઇન્સને નુકસાન થયું છે.
   - રવિવારે બપોરે વિસ્કોન્સિન સ્ટેટમાં 21 ઇંચ જેટલો બરફ પડ્યો હતો. જ્યારે વાવાઝોડાંના કારણે વૃક્ષો અને ઇમારતોને નુકસાન થતાં રસ્તાઓ બ્લોક થઇ ગયા હતા.
   - ગલ્ફ કોસ્ટથી મિડવેસ્ટ પહોંચેલું વાવાઝોડું આજે સોમવારે નોર્થ-ઇસ્ટ અને ન્યૂ ઇંગ્લેન્ડ તરફ આગળ વધશે.
   - શુક્રવારે વાવાઝોડાંનાં કારણે 17 હાઇ એલર્ટ્સ જાહેર કરવામાં આવ્યા હતા. વાવાઝોડાં અને વરસાદના કારણે 160 જેટલી બિલ્ડિંગ્સને ભારે નુકસાન થયું છે અને 4 લોકોનાં મોત થયા છે.

  • 160 જેટલી બિલ્ડિંગ્સને ભારે નુકસાન થયું છે અને 4 લોકોનાં મોત થયા છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   160 જેટલી બિલ્ડિંગ્સને ભારે નુકસાન થયું છે અને 4 લોકોનાં મોત થયા છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સેન્ટ્રલ અમેરિકામાં રવિવારથી આવેલા સ્નો સ્ટોર્મના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે. મિનેસોટામાં મિડ-એપ્રિલ સ્ટોર્મના કારણે રસ્તાઓ પર બરફની ચાદર છવાઇ ગઇ હતી. આ વાવાઝોડું નોર્થ અને મિડ-એટલાન્ટિક યુએસ તરફ જતાં પહેલાં અમેરિકાના મોટાંભાગના શહેરોને અસર કરી હતી. આ સ્ટોર્મ સિસ્ટમના કારણે એનબ્રિજ એનર્જીની ઓઇલ અને ગેસ પાઇપલાઇનને અનિશ્ચિત સમય સુધી બંધ કરી દેવામાં આવી છે. મિનેપોલીસ- સેન્ટ પોલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંદાજિત 13 ઇંચ જેટલો બરફ પડતાં રવિવારે 230 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી. શનિવારે શરૂ થયેલા આ વાવાઝોડાંના કારણે અત્યાર સુધી 470 ફ્લાઇટ્સ કેન્સલ થઇ છે. જ્યારે મિશિગનમાં ભારે વરસાદ અને વાવાઝોડાંના કારણે હજારો ઘર અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

   310,000 ઘરો વીજળી વગર, 1000 પાવર લાઇન્સ તૂટી પડી

   - મિશિગનમાં રવિવારે 18 ઇંચ બરફ પડતાં અંદાજિત 310,000 ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
   - ભારે વરસાદ અને વાવાઝોડાં ઉપરાંત બરફના વજનના કારણે 1,000 જેટલી પાવર લાઇન્સને નુકસાન થયું છે.
   - રવિવારે બપોરે વિસ્કોન્સિન સ્ટેટમાં 21 ઇંચ જેટલો બરફ પડ્યો હતો. જ્યારે વાવાઝોડાંના કારણે વૃક્ષો અને ઇમારતોને નુકસાન થતાં રસ્તાઓ બ્લોક થઇ ગયા હતા.
   - ગલ્ફ કોસ્ટથી મિડવેસ્ટ પહોંચેલું વાવાઝોડું આજે સોમવારે નોર્થ-ઇસ્ટ અને ન્યૂ ઇંગ્લેન્ડ તરફ આગળ વધશે.
   - શુક્રવારે વાવાઝોડાંનાં કારણે 17 હાઇ એલર્ટ્સ જાહેર કરવામાં આવ્યા હતા. વાવાઝોડાં અને વરસાદના કારણે 160 જેટલી બિલ્ડિંગ્સને ભારે નુકસાન થયું છે અને 4 લોકોનાં મોત થયા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સ્નો સ્ટોર્મના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે | At least four deaths were blamed on the weather
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top