Divya Bhaskar

Home » International News » America » Spacexs Most Powerful Rocket Falcon Heavy Launched

સ્પેસ Xએ લોન્ચ કર્યું સૌથી પાવરફુલ રોકેટ ફોલ્કમ હેવી, સ્પેસમાં મોકલાઈ કાર

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 09:04 AM

સ્પેસ X આ પહેલાં બીજી વખત ઉપયોગમાં લઈ શકાય કેવા રોકેટનું સફળ ટેસ્ટિંગ કરી ચૂક્યા છે

  • Spacexs Most Powerful Rocket Falcon Heavy Launched
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    અમેરિકાની પ્રાઈવેટ સ્પેસ કંપની સ્પેસએક્સેએ ફોલ્કન હેવી રોકેટ લોન્ચ કર્યું

    મિયામી: અમેરિકાની પ્રાઈવેટ સ્પેસ કંપની સ્પેસએક્સેએ બુધવારે વહેલી સવારે તેમનું ફોલ્કન હેવી રોકેટનું સફળ લોન્ચિંગ કર્યું છે. તેને ભારતીય સમય પ્રમાણે રાતે 12 વાગે લોન્ચ કરવાનું આયોજન હતું પરંતુ છેલ્લી ઘડીએ તેના લોન્ચિંગનો સમય આગળ વધારવામાં આવ્યો અને રાતે 2.25 વાગે આ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીનું કહેવું છે કે, આ અત્યારે ઉપયોગમાં લેવાતા સૌથી પાવરફુલ રોકેટ ડેલ્ટા-4 હેવીથી બમણુ વજન લઈ જવા માટે સક્ષમ છે. ફોલ્કન હેવીથી આગામી સમયમાં લોકોને ચાંદ અને મંગળ ઉપર પણ મોકલી શકાશે. હાલ તેમાં ફ્યૂચરનો સ્પેસ સૂટ પહેરેલું એક પુતળું અને કંપનીના માલિક એલન મસ્કની ચેરી રેડ કલરની ટેસ્લા કાર મોકલવામાં આવી છે.

    કેટલું શક્તિશાળી, કેટલું મોટું છે ફાલ્કન હેવી?

    એન્જિન: 27

    લંબાઈ: 70
    વજન: 63.8 ટન (બે સ્પેટ શટલ બરાબર)
    કેટલું વજન ઉઠાવી શકે છે: 64 ટન
    કુલ તાકાત: 18 એરક્રાફ્ટ- 747ની બરાબર

    આગળની સ્લાઇડમાં વાંચો આ રોકેટની સ્પીડ અને અન્ય ખાસિયત વિશે

  • Spacexs Most Powerful Rocket Falcon Heavy Launched
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    ભારતીય સમય પ્રમાણે રાતે 2.24 રોકેટ લોન્ચ કરવામાં આવ્યું

    કેટલું વજન લઇ જઇ શકે છે?


    - આ રોકેટને 64 ટન વજન લઇ જઇ શકે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું કુલ વજન પેસેન્જર્સથી ભરેલા 737 જેટલાઇનર એરોપ્લેનથી પણ વધુ છે. 
     
    ક્યાં જશે આ રોકેટ?

     

    - તે પૃથ્વીની ભ્રમણકક્ષાથી (ઓર્બિટ) મંગળની ભ્રમણકક્ષા સુધી ચક્કર લગાવશે. 

     

    કેટલી સ્પીડ હશે તેની?

     

    - એલન મસ્કના જણાવ્યા પ્રમાણે તે ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી 11 કિમી/સેકન્ડની સ્પીડથી ચાલશે. 

     
    આગળની સ્લાઇડમાં વાંચો ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવું રોકેટ બનાવી ચૂકી છે સ્પેસએક્સ

  • Spacexs Most Powerful Rocket Falcon Heavy Launched
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    આ રોક્ટમાં સ્પેસમાં પહેલીવાર કાર મોકલવામાં આવી

    ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવું રોકેટ બનાવી ચૂકી છે સ્પેસએક્સ

     

    - ઉલ્લેખનીય છે કે સ્પેસએક્સ કંપની આ પહેલા ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા રોકેટનું સફળ પરીક્ષણ કરી ચૂકી છે.
    - કંપનીનો દાવો છે કે ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા રોકેટથી તેના લોન્ચિંગ પર થનારા ખર્ચમાં ઘણો ઘટાડો થશે. 

     

    અન્ય દેશોને ન મળી સફળતા

     

    - રશિયન, જાપાનીઝ અને યુરોપિયન સ્પેસ એજન્સીઓ પણ આ ટેક્નોલોજી પર કામ કરી રહી છે, પણ હાલમાં ટેસ્ટિંગ સ્ટેજમાં જ છે. 
    - હકીકતમાં સ્પેસમાં કોઇ સેટેલાઇટને મોકલવા માટે રોકેટનો ઉપયોગ કરવામાં આવે છે. કોઇ પ્રોગ્રામની કોસ્ટનો મોટો હિસ્સો રોકેટ પર જ ખર્ચ થાય છે. સ્પેસએક્સ લાંબા સમયથી આવા રોકેટ પર એક્સપેરિમેન્ટ કરી રહી હતી, જેને એકથી વધુ વખત ઉપયોગમાં લઇ શકાય. હવે આ એક્સપેરિમેન્ટ સફળ થઇ ગયું છે. 

  • Spacexs Most Powerful Rocket Falcon Heavy Launched
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    રોકેટમાં ભવિષ્યના કોસ્ચ્યુમમાં પુતળાને કારમાં મોકલવામાં આવ્યું
  • Spacexs Most Powerful Rocket Falcon Heavy Launched
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ફોલ્કન હેવીથી આગામી સમયમાં લોકોને ચાંદ અને મંગળ ઉપર પણ મોકલી શકાશે
  • Spacexs Most Powerful Rocket Falcon Heavy Launched
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પાવરફુલ રોકેટ ડેલ્ટા-4 હેવીથી બમણુ વજન લઈ જવા માટે સક્ષમ
  • Spacexs Most Powerful Rocket Falcon Heavy Launched
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કંપનીના માલિક એલન મસ્ક રોકેટ લોન્ચ પછી ખૂબ ખુશ દેખાયા
  • Spacexs Most Powerful Rocket Falcon Heavy Launched
    રાતે 2.25 વાગે આ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending