Divya Bhaskar

Home » International News » America » In storm-hit North and South Carolina, more than 32,000 homes and businesses were without power

US: હિમવર્ષા અને રેકોર્ડ બ્રેક ઠંડી કારણે 10નાં મોત, 32,000 ઘરોમાં વીજળી ડૂલ

Divyabhaskar.com | Updated - Jan 18, 2018, 12:49 PM

બુધવારે ઠંડીના કારણે એક બાળકી સહિત 10 લોકોનાં મોત થયા છે.

  • In storm-hit North and South Carolina, more than 32,000 homes and businesses were without power
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    કેરોલિનાના કેટલાક ભાગોમાં 40 વર્ષ બાદ હિમવર્ષા, 5 રાજ્યોમાં ઈમરજન્સી

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ નવા વર્ષની શરૂઆતથી જ અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા સહિત અનેક દેશોમાં ભીષણ હિમવર્ષા થઇ રહી છે. અમેરિકાના કેટલાંક હિસ્સામાં કડકડતી ઠંડી પડી રહી છે. ગત રવિવારથી ઇલિનોઇસ, ઇન્ડિયાના, મિશિગન અને મધ્ય-પશ્ચિમ અમેરિકાના અનેક શહેરોમાં ઠંડી હવાના કારણે મુસીબતોમાં વધારો થયો છે. બુધવારે ઠંડીના કારણે એક બાળકી સહિત 10 લોકોનાં મોત થયા છે. બરફના પાતળા લેયરના કારણે બુધવારથી તાપામાન અત્યંત નીચું છે. સાઉથ યુએસમાં અત્યાર સુધીની રેકોર્ડબ્રેક ઠંડી પડી છે. ઓસ્ટીન, ટેક્સાસના રોડ પર આજે ગુરૂવારે વાહનોની 30 ફૂટ (9 મીટર) લાંબી લાઇન જોવા મળે છે. બરફના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. જ્યારે એક 40 વર્ષીય વ્યક્તિનું કારમાં જ ઠંડીના કારણે મોત નિપજ્યું છે. નોર્થ અને સાઉથ કેરોલિનામાં 32,000થી વધુ ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે.


    સાઉથ યુએસમાં શાળા-કોલેજો બંધ
    - સતત બરફવર્ષા અને લૉ ટેમ્પરેચરના કારણે સાઉથ યુએસના રોડ પર બરફની ચાદર છવાઇ ગઇ છે. જેના કારણે વાહન-વ્યવહાર ખોરવાયો છે. ઉપરાંત સ્નો ફૉલના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે અને મોટાંભાગની શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.
    - 82 વર્ષીય એક વૃદ્ધાનો મૃતદેહ હોસ્ટન એરિયામાં આવેલા તેના ઘરની પાછળ મળી આવ્યો હતો.
    - જ્યોર્જિયામાં મેકોન એરિયામાં ધુમ્મસના કારણે કાર ટકરાતાં અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે.

    - બુધવાર બપોર બાદ હવામાન વધુ ખરાબ થતાં એટલાન્ટાના સૌથી વ્યસ્ત એરપોર્ટની તમામ સર્વિસ ઠપ્પ થઇ ગઇ હતી.
    - એટલાન્ટાનું હાર્ટ્સફિલ્ડ-જેક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ યુએસનું સૌથી વ્યક્ત એરપોર્ટ ગણાય છે. જ્યાં દરરોજ 2,700 ફ્લાઇટનું આવગમન થાય છે. બુધવારે બપોર બાદ અહીંની 470 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે.


    વેધર વોર્નિંગ જાહેર
    - જો કે, શિયાળાની શરૂઆતમાં એક માત્ર બુધવારે જ આવી વિકટ પરિસ્થિતિ રહી હોય તેવું નથી. સાઉથના ફ્લોરિડા અને લ્યુસિયાના કોસ્ટમાં છેલ્લાં દસ વર્ષમાં સૌથી વધુ સ્નોફૉલ થયો છે.
    - કેરોલિનાસ અને સાઉથ વર્જિનિયામાં વિન્ટર સ્ટ્રોમ અને વિન્ટર વેધર વોર્નિંગ અલગ અલગ સ્થળોએ પોસ્ટ કરવામાં આવી છે.
    - જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને લ્યુસિયાનાના ગવર્નર તરફથી ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. કારણ કે, બરફવર્ષાના કારણે વાહનોની અવર-જવર લગભગ અશક્ય છે.
    - નોર્થ કેરોલિનામાં 2,000થી વધુ વર્કર્સ બરફ હટાવવાની કામગીરી કરી રહ્યા છે. સ્ટેટ હાઇવે પેટ્રોલ અનુસાર, બુધવારથી છેલ્લાં 12 કલાકમાં 1,600 ટ્રાફિક અકસ્માત થયા છે.
    - સોમવારે ડરહામ અને નોર્થ કેરોલિયાનામાં 9 ઇંચ બરફવર્ષા થઇ હતી. જ્યારે સાઉથ વર્જિનિયા સહિતના અન્ય પ્રદેશોમાં 6 ઇંચ બરફવર્ષા નોંધાઇ છે.


    એટલાન્ટામાં ગુરૂવાર બપોર સુધી રહેશે ભય
    - એટલાન્ટામાં ગુરૂવાર બપોર સુધી ટેમ્પરેચરમાં કોઇ ફેરબદલ થવાની શક્યતાઓ નથી. સ્ટેટ ગવર્નમેન્ટ ઓફિસ અને અન્ય સ્કૂલો આગામી થોડાં દિવસો સુધી બંધ રહેશે.
    - નોર્થ કેરોલિનામાં ટેમ્પરેચર 10 ડિગ્રીથી ઝીરો ફેરનહિટ થવાની આગાહી છે.
    - હ્યુસ્ટનમાં મોટાંભાગના હાઇવે બુધવાર સવારથી જ બંધ કરી દેવામાં આવ્યા છે અને અહીં સ્ટેટ ગવર્નરે ઇમરજન્સી જાહેર કરી દીધી છે.
    - નોર્થ અને સાઉથ કેરોલિનામાં 32,000થી વધુ ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

    આગળ જુઓ, બરફવર્ષા બાદ સાઉથ અમેરિકાના PHOTOS...

  • In storm-hit North and South Carolina, more than 32,000 homes and businesses were without power
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    યુરોપ પણ પ્રભાવિત, નેધરલેન્ડમાં 140 કિમીની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું
  • In storm-hit North and South Carolina, more than 32,000 homes and businesses were without power
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્ટેટ હાઇવે પેટ્રોલ અનુસાર, બુધવારથી છેલ્લાં 12 કલાકમાં 1,600 ટ્રાફિક અકસ્માત થયા છે.
  • In storm-hit North and South Carolina, more than 32,000 homes and businesses were without power
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    સાઉથના ફ્લોરિડા અને લ્યુસિયાના કોસ્ટમાં છેલ્લાં દસ વર્ષમાં સૌથી વધુ સ્નોફૉલ થયો છે.
  • In storm-hit North and South Carolina, more than 32,000 homes and businesses were without power
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    40 વર્ષીય વ્યક્તિનું કારમાં જ ઠંડીના કારણે મોત નિપજ્યું છે.
  • In storm-hit North and South Carolina, more than 32,000 homes and businesses were without power
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    સાઉથ યુએસના રોડ પર બરફની ચાદર છવાઇ ગઇ છે. જેના કારણે વાહન-વ્યવહાર ખોરવાયો છે.
  • In storm-hit North and South Carolina, more than 32,000 homes and businesses were without power
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    જ્યોર્જિયામાં મેકોન એરિયામાં ધુમ્મસના કારણે કાર ટકરાતાં અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે.
  • In storm-hit North and South Carolina, more than 32,000 homes and businesses were without power
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    નોર્થ કેરોલિનામાં 2,000થી વધુ વર્કર્સ બરફ હટાવવાની કામગીરી કરી રહ્યા છે.
  • In storm-hit North and South Carolina, more than 32,000 homes and businesses were without power
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સોમવારે ડરહામ અને નોર્થ કેરોલિયાનામાં 9 ઇંચ બરફવર્ષા થઇ હતી.
  • In storm-hit North and South Carolina, more than 32,000 homes and businesses were without power
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સાઉથ વર્જિનિયા સહિતના અન્ય પ્રદેશોમાં 6 ઇંચ બરફવર્ષા નોંધાઇ છે.
  • In storm-hit North and South Carolina, more than 32,000 homes and businesses were without power
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બરફવર્ષાના કારણે વાહનોની અવર-જવર લગભગ અશક્ય છે.
  • In storm-hit North and South Carolina, more than 32,000 homes and businesses were without power
    એટલાન્ટામાં ગુરૂવાર બપોર સુધી ટેમ્પરેચરમાં કોઇ ફેરબદલ થવાની શક્યતાઓ નથી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending