Home » International News » America » 4 Killed In Shooting At Carwash In Pennsylvania, Police Say

અમેરિકાના પેન્સિલવેનિયામાં ફાયરિંગમાં ચાર લોકોનાં મોત, આરોપી ઘાયલ

Divyabhaskar.com | Updated - Jan 29, 2018, 11:57 AM

સંદિગ્ધ આરોપી પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.

  • 4 Killed In Shooting At Carwash In Pennsylvania, Police Say
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    હુમલાખોરની પાસે કથિત રીતે એઆર-15 સેમી ઓટોમેટિક રાઇફલ, 9એમએમ હેન્ડગન અને એક 308 રાઇફલ હતી

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પેન્સિલવેનિયામાં થયેલા ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયા છે. પોલીસે જણાવ્યું કે, આ ફાયરિંગ પિટ્સબર્ગથી અંદાજિત 80 કિલોમીટર દક્ષિણપૂર્વમાં મેલ્ક્રોફ્ટમાં 'એડ્સ કાર વોશ'માં બની. પોલીસે શરૂઆતમાં કહ્યું કે, પાંચ લોકોનાં મોત થયા છે, પરંતુ બાદમાં સ્પષ્ટતા કરી કે સંદિગ્ધ હુમલાખોર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. આ ઘટના દરમિયાન એક પિકઅપ ટ્રક પાછળ છૂપાયેલી મહિલાને પણ સામાન્ય ઇજાઓ થઇ છે.


    હુમલાખોર પાસે હતા 5 હથિયાર
    - હુમલાખોરની પાસે કથિત રીતે એઆર-15 સેમી ઓટોમેટિક રાઇફલ, 9એમએમ હેન્ડગન અને એક 308 રાઇફલ હતી.
    - આ સાથે જ તેની પાસે આ હથિયારોની માહિતીને લગતી અનેક મેગેઝીન હતી. હુમલાખોરની ઉંમર 28 વર્ષની છે અને ફાયરિંગ એક ઘરેલૂ વિવાદના કારણે થયું.


    છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકામાં આવી ઘટનાઓમાં વધારો
    - ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકાના અનેક શહેરોમાં આ પ્રકારની ઘટનાઓ વધી છે.
    - આ ઘટનાને રોકવા માટે અહીં લાઇસન્સ હથિયાર આપવાની યોજનાને ખતમ કરવાના વિચાર થઇ રહ્યા છે. અમેરિકાના લોકોમાં હથિયાર રાખવાનો શોખ વધારે છે અને આવી ઘટનાઓમાં ઘણીવાર લોકો ગુસ્સાના કારણે આ હથિયારોનો ઉપયોગ કરી દે છે.
    - ગયા વર્ષે ડિસેમ્બરમાં જ અમેરિકાના શિકાગોમાં ભારતીય સ્ટુડન્ટની સાથે ગોળીબારીનો મામલો સામે આવ્યો હતો. હૈદરાબાદમાં રહેતી મોહમ્મદ અકબર શિકાગોમાં અભ્યાસ કરી રહ્યો હતો. અકબરના પિતાએ જણાવ્યું કે, તે એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે અને તેની હાલત ગંભીર છે.
    - પિતાએ જણાવ્યું કે, અકબરને તેવા સમયે ગોળી વાગી જ્યારે તે પાર્કમાં વૉક કરી રહ્યો હતો. ગોળી લાગ્યા બાદ તેને ગંભીર હાલતમાં એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

  • 4 Killed In Shooting At Carwash In Pennsylvania, Police Say
    છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકાના અનેક શહેરોમાં આ પ્રકારની ઘટનાઓ વધી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ