ડેટા લીકઃ US સેનેટ સમિતિને જવાબ આપશે સુંદર પિચાઇ, માર્ક અને ટ્વીટર સીઇઓ

આ સુનવણીમાં મોટાભાગે વ્યવસાયિક ઉપયોગ માટે યૂઝર્સ ડેટા એકઠાં કરવા, જમા રાખવા અને વેચવાના સંબંધે પ્રાઇવસી પર ચર્ચા થશે.

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 11:36 AM
ગૂગલના સીઇઓ ભારતીય-અમેરિકન સુંદર પિચાઇ
ગૂગલના સીઇઓ ભારતીય-અમેરિકન સુંદર પિચાઇ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ યૂઝર્સના ડેટા લીક અને તેના દુરૂપયોગ મામલે અમેરિકન સેનેટની એક સમિતિએ ત્રણ મોટી સોશિયલ મીડિયા કંપનીઓના સીઇઓ- ફેસબુકના માર્ક ઝૂકરબર્ગ, ગૂગલના ભારતીય-અમેરિકન સુંદર પિચાઇ અને ટ્વીટરના જેક ડોરસીને ડેટા પ્રાઇવસી સંબંધી સુનવણીમાં હાજર રહેવાનું કહ્યું છે. સેનેટની જ્યૂડિશિયલ મેટર્સની કમિટીએ આ સંબંધે સુનવણી આગામી 10 એપ્રિલના રોજ નક્કી કરી છે. સમિતિના અધ્યક્ષ ચક ગ્રેસલીએ એક નિવેદનમાં કહ્યું કે, યૂઝર્સ ડેટાની સુરક્ષા સંબંધિત કંપનીની જૂની અને ભવિષ્યની નીતિઓ પર ચર્ચા કરવા માટે ઝૂકરબર્ગને બોલાવવામાં આવ્યા છે.

પ્રાઇવસીના માપદંડો પર થશે ચર્ચા


- આ સુનવણીમાં મોટાંભાગે કોમર્શિયલ યૂઝ માટે યૂઝર્સના ડેટા એકઠાં કરવા, તેને જમા કરાવવા અને વેચવાના સંબંધે પ્રાઇવસીના માપદંડો પર ચર્ચા થશે.
- મીડિયા આવેલા નિવેદન અનુસાર, સુનવણીમાં એ બાબતે ભાર મુકવામાં આવશે કે ડેટાનો દુરૂપયોગ કેવી રીતે થઇ શકે છે અને તેને ખોટી રીતે અન્ય લોકોને કેવી રીતે આપી કે વેચી શકાય છે.
- સાથે જ યુઝર્સને આવી સમસ્યાઓથી બચાવવા તથા પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવા માટે ફેસબુક જેવી કંપનીઓ શું પગલાં ઉઠાવી શકે છે.


સોશિયલ મીડિયા કંપનીઓ પાસે ડેટા સુરક્ષા મુદ્દે માંગ્યો જવાબ


- ગ્રેસલીએ પિચાઇ અને ડોરસીને પણ આ સુનવણીમાં હાજર રહેવાનું જણાવ્યું છે. સેનેટર માર્ક વોર્નરે પણ આ સોશિયલ મીડિયા કંપનીઓ પાસે ડેટા સુરક્ષા સામે જવાબ માંગ્યા છે.
- વળી, ફેસબુક ડેટા મિસયૂઝ અને એનાલિટિકા મામલે અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશને જણાવ્યું કે, તેઓ પ્રવાઇસી મુદ્દાને લઇને ફેસબુક વિરૂદ્ધ તપાસ કરી રહ્યું છે. એફટીસીએ ગઇકાલે એક નિવેદનમાં પુષ્ટી કરી હતી કે, તેઓએ ફેસબુકની પ્રાઇવસી પોલિસીને લઇને એક 'બિન સાર્વજનિક તપાસ' શરૂ કરી છે.
- બ્યુરો ઓફ કન્ઝ્યૂમર પ્રોટેક્શનમાં એફટીસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ટોમ પહેલે જણાવ્યું કે, એફટીસી ફેસબુકની પ્રાઇવસી પોલિસી સાથે જોડાયેલી ચિંતાઓને ગંભીરતાથી લે છે.
- તેઓએ કહ્યું કે, એફસીટી સંપુર્ણ રીતે યૂઝર્સની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.

ફેસબુકનાસીઇઓ  માર્ક ઝૂકરબર્ગ
ફેસબુકનાસીઇઓ માર્ક ઝૂકરબર્ગ
ટ્વીટર સીઇઓ જેક ડોરસી
ટ્વીટર સીઇઓ જેક ડોરસી
X
ગૂગલના સીઇઓ ભારતીય-અમેરિકન સુંદર પિચાઇગૂગલના સીઇઓ ભારતીય-અમેરિકન સુંદર પિચાઇ
ફેસબુકનાસીઇઓ  માર્ક ઝૂકરબર્ગફેસબુકનાસીઇઓ માર્ક ઝૂકરબર્ગ
ટ્વીટર સીઇઓ જેક ડોરસીટ્વીટર સીઇઓ જેક ડોરસી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App