Home » International News » America » How a girl fell 14 floors to her death from a US crytpocurrency tycoons home

રાત્રે પતિ, પત્ની અને 'વો'એ કર્યા જલસા, સવારે GFની મળી નગ્ન લાશ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 05:18 PM

ધનિક બિઝનેસ અને તેની પત્નીએ વાતનો સ્વીકાર કર્યો કે, મોત પહેલાં તેઓ બંનેએ મોડલ સાથે સેક્સ કર્યુ હતું

 • How a girl fell 14 floors to her death from a US crytpocurrency tycoons home
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  (ડાબેથી) અમેરિકન ક્રિપ્ટો કરન્સી બિલિયોનર એલેક્સ જ્હોનસન પત્ની લુના સાથે, મોડલ ઇવાના સ્મિત

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અડધી રાત્રે પાર્ટી પછી પત્ની અને ગર્લફ્રેન્ડની સાથે સેક્સ, ડ્રગ્સ અને બીજાં દિવસે 18 વર્ષની ગર્લફ્રેન્ડની છઠ્ઠા માળેથી મળી આવેલી નગ્ન લાશ. એક ફિલ્મી ડ્રામા જેવી લાગતી આ ઘટના અમેરિકન મીડિયામાં હાલ ચર્ચાનો વિષય બની છે. અમેરિકન ક્રિપ્ટોકરન્સી બિલિયોનર અને તેની પત્નીની કથિત રીતે આ હત્યામાં સંડોવણી અને પૈસાદાર ગુનેગારોને પોલીસ છાવરી રહી હોવાના આરોપો મીડિયા અહેવાલોમાં ઝળકી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમમાં એક 18 વર્ષની મોડલ તેના સપનાં સાથે જ મોતને ભેટી છે. ઇવાના સ્મિત એક પાર્ટી બાદ ધનિક બિઝનેસમેન અને તેની પત્ની સાથે તેઓના કુઆલા લમ્પુરમાં આવેલા એપાર્ટમેન્ટમાં ગઇ હતી. મોડલના મોત પહેલાંના સીસીટીવી ફૂટેજમાં બિઝનેસમેન તેને હાથેથી ઉંચકીને રૂમમાં લઇ જઇ રહ્યો હોવાનું જોવા મળે છે. આ શાનદાર પાર્ટી બાદ મોડલનું 14માં માળેથી નીચે પડવાના કારણે મોત થયું છે અને બિલ્ડિંગના છઠ્ઠા માળે તેની લાશ નગ્ન અવસ્થામાં મળી આવી હતી. પોલીસે આ ઘટના આત્મહત્યા છે કે મર્ડર તે અંગે તપાસ કરી રહી છે.

  કપલે મોડલ સાથે સેક્સ કર્યુ હોવાની કરી કબૂલાત


  - અમેરિકન બિઝનેસમેન અને તેની કઝાખ પત્ની જેઓએ ઇવાના સ્મિતને 7 ડિસેમ્બરના રોજ તેઓના ઘરે પાર્ટી બાદ આમંત્રણ આપ્યું હતું અને તેની સાથે બંનેએ સેક્સ કર્યું હોવાનો સ્વીકાર કર્યો છે.
  - તેઓના થ્રીસમ એક્ટ બાદ મોડલ ઇવાનાની નગ્નઅવસ્થામાં કુઆલા લમ્પુરમાં આવેલા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે મળી હતી. જ્યારે ધનિક કપલની પાર્ટી બિલ્ડિંગના 14માં માળે હતી.
  - ક્રિપ્ટોકરન્સી ટ્રેડર એલેક્સ જ્હોનસન (41) અને તેની પત્ની લુના (31)એ બ્રિટનના ડેઇલીમેલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, 18 વર્ષીય ડચ મોડલ ઇવાના સાથે તેઓએ સેક્સ કર્યુ હતું.
  - આ પહેલાં તેઓ 31ઓક્ટોબરના રોજ ઇવાનાને પહેલીવાર એક નાઇટક્લબમાં મળ્યા હતા. ત્યારથી જ તેઓએ એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું અને એકબીજાં સાથે સંપર્કમાં રહેતા હતા.
  - ગત નવેમ્બરના રોજ આ કપલે 5 સ્ટાર હોટેલમાં એક ઓવર નાઇટ બેબીસીટિંગનો પ્રોગ્રામ રાખ્યો હતો. જેથી તેઓની દીકરી ઇવાના સાથે સમય પસાર કરી શકે.
  - લુનાએ તેના ઇન્ટરવ્યુમાં કહ્યું કે, 'અમારાં ત્રણેયની વચ્ચે સારું કનેક્શન હતું. જ્યારે અમે પહેલીવાર મળ્યા ત્યારે મને લાગ્યું જાણે કે હું તેને વર્ષોથી ઓળખું છે. તેણે પોતાની ઉંમર 26 વર્ષ કહી હતી. મેં ક્યારેય તેની ઉંમર વિશે સવાલો કર્યા નહતા.'

  ડ્રગ્સ લેતી હતી ઇવાના


  - પોલીસ રિપોર્ટમાં ઇવાના ડ્રગ્સ લેતી હોવાનો પણ ખુલાસો થયો છે. એક નાઇટક્લબ વર્કરે જણાવ્યું કે, ઇવાના ઘણીવાર કોકેઇન અને નશાની દવાઓ લેતી હતી.
  - એલેક્સ અને લુનાએ કહ્યું કે, ઇવાનાનું મોત અત્યંત દુઃખદ ઘટના છે, પરંતુ તેઓની સામે ખોટાં આરોપો મુકવામાં આવી રહ્યા છે. તેઓ આ હત્યામાં સામેલ નથી. તેમ છતાં કપલને અવાર-નવાર જાનથી મારી નાખવાની ધમકીઓ અને તેમની 5 વર્ષની દીકરીના અપહરણના કોલ્સ આવી રહ્યા છે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, શું થયું હતું એ રાત્રે, ઇવાનાના મોત પહેલાં કપલે સેક્સ કર્યુ તે અંગે કેવા થયા ખુલાસા...

 • How a girl fell 14 floors to her death from a US crytpocurrency tycoons home
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  લુનાએ કહ્યું, જ્યારે પણ હું તેના મોત વિશે વાત કરું છું, મારાં હાથ ધ્રુજે છે.

  મારી નિર્દોષતા સાબિત કરવાના પ્રયાસો કરી રહી છું: લુના 


  - એલેક્સે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, 'આ કેસથી ખ્યાલ આવે છે કે, કેવી રીતે ખોટાં આરોપો અને ખોટાં ન્યૂઝ સામાન્ય નાગરિકોના જીવનને નર્ક બનાવી શકે છે. અમે ક્યારેય અમારાં લગ્નની ડિટેલ્સને પબ્લિકમાં લાવ્યા નથી. પરંતુ હવે જ્યારે અમને જીવનું જોખમ છે, અમારી પાસે આના સિવાય કોઇ રસ્તો જ નથી.'
  - લુનાએ કહ્યું કે, 'જ્યારે પણ હું તેના મોત વિશે વાત કરું છું, મારાં હાથ ધ્રુજે છે. મને અત્યંત પીડા થાય છે. આ દર્દનાક ઘટના છે, જેની સામે હું મારું દુઃખ વ્યક્ત નથી કરી શકતી. કારણ કે, અત્યારે અમારે અમારી નિર્દોષતા સાબિત કરવાની છે.'
  - ઇવાનાના મોત બાદ આ કપલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેઓના સામે ડ્રગ્સના ઉપયોગ અને ઇમિગ્રેશન રૂલ્સના મુદ્દે આરોપ લગાવ્યા હતા અને બે અઠવાડિયા સુધી રિમાન્ડ પર રાખ્યા હતા. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, શું થયું ઘટનાની રાત્રે... 

 • How a girl fell 14 floors to her death from a US crytpocurrency tycoons home
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  20 મિનિટ પછી ઇવાનાએ મ્યુઝિક ચાલુ કરી પોતાના કપડાં ઉતારવાનું શરૂ કર્યું. અમે બંને અમારાં બેડરૂમમાં ગયા અને સેક્સ કર્યું. (આ એપાર્ટમેન્ટમાં મળી આવી ઇવાનાની લાશ)

  શું થયું તે રાત્રે? 


  - એલેક્સ જ્હોનસનના જણાવ્યા અનુસાર, ઇવાના તેઓના એપાર્ટમેન્ટની બાલ્કની પરથી નીચે પડી ગઇ, તે રાત્રે નાઇટક્લબમાંથી એલેક્સ તેની પત્ની લુના અને ઇવાના સાથે બહાર નિકળ્યો હતો. 
  - લુનાના સ્ટેટમેન્ટ અનુસાર, બીજાં દિવસે સવારે તે દીકરીને સ્કૂલ મુકવા ગઇ હતી અને 8.15 વાગ્યે ઘરે પરત ફરી હતી. 
  - લુનાએ કહ્યું, 'પાર્ટી બાદ રાત્રે ઘરે આવ્યા પછી એલેક્સ અને ઇવાના બંને અમારાં બેડ પર સૂતા હતા. ઇવાના જાગતી હતી જ્યારે એલેક્સ સૂઇ ગયો હતો. ઇવાના મારી પાસે આવીને કહ્યું હવે હું ફ્રી છું.' અમે બંને સોફા પર બેઠા અને 20 મિનિટ પછી ઇવાનાએ મ્યુઝિક ચાલુ કરી પોતાના કપડાં ઉતારવાનું શરૂ કર્યું. અમે બંને અમારાં બેડરૂમમાં ગયા અને સેક્સ કર્યું. 
  - લુનાએ કહ્યું કે, સેક્સ બાદ મેં જોયું કે, ઇવાના રૂમમાં ફરી રહી છે, પોતાની જ સાથે વાતો કરીને હસી રહી છે. હું સખત થાકી ગઇ હતી. રાત્રે અંદાજિત 10.15 વાગ્યે હું મારાં બેડરૂમમાં સૂઇ ગઇ. 
  - જ્યારે સવારે હું જાગી ત્યારે ઘરમાં ઇવાનાના કપડાં અને સામાન પડ્યો હતો, પણ તે દેખાતી નહતી. મને લાગ્યું કે, તે સવારે શૂટ માટે નિકળી ગઇ હશે. 
  - ત્રણ કલાક બાદ અમને પોલીસે ઇન્ફોર્મ કર્યા કે, ઇવાનાની બોડી એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે પડી છે. 

   

  આગળની સ્લાઇડમાં જાણો, શું કહે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ...

 • How a girl fell 14 floors to her death from a US crytpocurrency tycoons home
  આ કપલના ફૂટપ્રિન્ટ્સ બાલ્કની અને એર કન્ડિશન યુનિટ્સ પર જોવા મળ્યા છે. (એલેક્સ જ્હોનસન અને લુના)

  પોલીસ રિપોર્ટમાં શું છે? 


  - પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, આ કપલના ફૂટપ્રિન્ટ્સ બાલ્કની અને એર કન્ડિશન યુનિટ્સ પર જોવા મળ્યા છે. 
  - ડેઇલીમેલ રિપોર્ટ અનુસાર, મલેશિયન પોલીસને ઇવાનાની નગ્ન લાશ મળી તે સમયથી જ તેની હત્યાની આશંકા છે. 
  - ઇવાનાનું પોસ્ટમોર્ટમ કરનાર ડચ પેથોલોજિસ્ટ ડો. ફ્રેન્ક વેન ડેર ગુટે રજૂ કરેલા રિપોર્ટમાં ઇવાનાના ખભા પર ઉઝરડાંના નિશાન છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે, તેને બાલ્કનીમાંથી નીચે ફેંકવામાં આવી છે. તેના શરીરમાંથી કોકેઇન પણ મળી આવ્યું છે. 
  - ઇવાનાના પરિવારની અપીલના આધારે હાલ ડેંગ વેન્ગી પોલીસે આ કેસને રિઓપન કર્યો છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ