Home » International News » America » US Mexico boundary issue Donald Trump appealed to fund boundary on TV and threats to declare national emergency

ટ્રમ્પનું સંબોધન- ઇમિગ્રન્ટ્સથી હિંસામાં વધારો થયો: ઇમરજન્સી જાહેર કરવાના સંકેત

Divyabhaskar.com | Updated - Jan 09, 2019, 02:45 PM

 • US Mexico boundary issue Donald Trump appealed to fund boundary on TV and threats to declare national emergency
  ટ્રમ્પે મેક્સિકો સીમા પર સ્ટીલ બેરિયર બનાવવા માટે 5.7 અબજ ડોલર (570 કરોડ) રૂપિયાની માગણી કરી છે.

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ વ્હાઇટ હાઉસથી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાત્રે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. પ્રેસિડન્ટ ટ્રમ્પે અમેરિકા-મેક્સિકો બોર્ડર પર દિવાલ નિર્માણને લઇ કહ્યું કે, બોર્ડર સંબંધિત સ્થિતિ એક 'વધતી જતી કટોકટી' છે. તેઓએ મેક્સિકો સીમા પર સ્ટીલ બેરિયર બનાવવા માટે 5.7 અબજ ડોલર (570 કરોડ) રૂપિયાની માગણી કરી છે. વ્હાઇટ હાઉસથી તેઓએ મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ જેથી દિવાલ બનાવવા માટે લોકોનું સમર્થન મળી શકે. સાથે જ શટડાઉન માટે ડેમોક્રેટ્સ પર આરોપ લગાવ્યો.

  - ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં શટડાઉનનું આ ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે.

  - બોર્ડર પર માનવતા અને સુરક્ષા પર જોખમ અંગે ટ્રમ્પે લોકોને જણાવ્યું.

  - ટ્રમ્પે કોંગ્રેસને આગ્રહ કર્યો છે કે, તેઓને 5.7 બિલિયન ડોલર આપવામાં આવે, જે દિવાલ બનાવવા માટે તેઓએ ઘણીવાર માગણી કરી છે.

ઓવલ ઓફિસ એડ્રેસમાં ટ્રમ્પનું શૅમ કાર્ડ

 • હજુ કેટલાં અમેરિકનોના લોહી વહેશે?: ટ્રમ્પ
  1.ઓવલ ઓફિસથી પોતાના 9 મિનિટના સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે, કોંગ્રેસ પોતાનું કામ કરે તે માટે આપણે હજુ કેટલાં અમેરિકન્સનું લોહી વહાવીશું? 
 • 2.હાલમાં જ અમેરિકાથી ડિપોર્ટ કરેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સે કરેલી હત્યાનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું, જે લોકો બોર્ડર સિક્યોરિટીના નામે સમાધાન કરવા તૈયાર નથી તેઓને હુ પ્રશ્વ પૂછવા માંગુ છે કે, વિચારો કે જે લોકોની હત્યા થઇ તેના સ્થાને તમારું બાળક, પતિ, પત્ની કે અન્ય કોઇ સંબંધી હોય તો? 
 • 3.કોંગ્રેસના તમામ સભ્યોને હું કહેવા માંગુ છું કે, બિલ પસાર કરો અને કટોકટી ખતમ કરો. 
 • 4.જે લોકો ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે તેઓ આ દેશમાં પ્રવેશ કરીને ચાઇલ્ડ ટ્રાફિકિંગ, સ્ત્રીઓ વિરૂદ્ધ જાતીય હિંસામાં વધારો કરે છે. આનાથી સ્થાનિક નાગરિકોની હેરાનગતિનું એક ચક્ર જ ઉભું થઇ રહ્યું છે. 
 • 5.ટ્રમ્પે નાગરિકોને અપીલ કરી હતી કે, તેઓ કોંગ્રેસ સભ્યોને દાયકાઓ બાદ બોર્ડર સિક્યોરિટી માટે સહમતિ આપે તેવી અરજ કરે. આ ખરાં અને ખોટાં, ન્યાય અને અન્યાય વચ્ચેની પસંદગી છે.  
 • 6.ટ્રમ્પ આજે સાઉથ બોર્ડરની મુલાકાત લે તેવી શક્યતાઓ છે. 
 • બિલ પસાર નહીં થતાં શટડાઉન
  7.ટ્રમ્પે કહ્યું કે, આ માનવતા માટે સૌથી મોટું જોખમ છે, આ હૃદય અને આત્મા પર સંકટની માફક છે. ફેડરલ ગવર્મેન્ટ બંધ છે તનું માત્ર એક જ કારણ છે કારણ કે ડેમોક્રેટ્સ બોર્ડર સુરક્ષા માટે ફંડ નથી આપી રહ્યા. 
 • 8.ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન બોર્ડર સિક્યોરિટી માટે આ દિવાલને બનાવવા ઇચ્છે છે. આ માટે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને 5 બિલિયન અમેરિકન ડોલર (અંદાજિત 35,000 કરોડ)નું બજેટ આપ્યું હતું, જે પાસ થયું નહતું. ત્યારબાદથી સરકાર શટડાઉનનો સામનો કરી રહી છે. જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નથી આવતો ત્યાં સુધી 8 લાખ કર્મચારીઓને સેલેરી વગર ઘરે જ બેસવું પડશે. 
 • સેનેટ રિપબ્લિકનના લંચમાં સામેલ થશે
  9.વ્હાઇટ હાઉસ અનુસાર, ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સ બુધવારે કેપિટલ હિલમાં સેનેટ રિપબ્લિકનના વીકેન્ડ લંચમાં સામેલ થશે. એક અંદાજ મુજબ લંચ બાદ 8 કોંગ્રેસ નેતાઓ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ છે. 
 • 10.સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રેસિડન્ટને મળ્યા બાદ આ નેતા શટડાઉન બંધ કરવા માટે ચર્ચા-વિચારણા કરશે. 
 • 11.વળી, લોઅર હાઉસની સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું કે, તેઓને વ્હાઇટ હાઉસથી મળેલા કોઇ પણ આમંત્રણની જાણકારી નથી. પરંતુ જો બેઠક થઇ તો તેઓ ચોક્કસથી જશે. અમને આ વાતનો અંદાજ છે કે, અમારાં વિકલ્પ શું હશે, પરંતુ આશા વ્યક્ત કરીએ છીએ કે, અમે સાથી આવીએ અને શટડાઉન ખતમ કરવા માટે બેઠક કરીએ. આ જ અમારો ઉદ્દેશ્ય છે. 
 • 12.વાઇસ પ્રેસિડન્ટ પેન્સે પણ મંગળવારે ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં આ વાતની સંભાવના અંગે કહ્યું કે, ટ્રમ્પ ઇમરજન્સી લાગુ કરશે. પેન્સે કહ્યું કે, એડમિનિસ્ટ્રેશન એ વાતની માગણી કરી રહ્યું છે કે, કોંગ્રેસ સાથે વાતચીત બાદ ઉકેલ નિકળે. તમને જાણકારી છે કે, અમે સમસ્યાનો ઉકેલ અમુક કલાકોમાં જ લાવી શકીએ છીએ, જો ડેમોક્રેટ્સ આગળ આવે અને સદભાવના સાથે વાતચીત કરશે તો પ્રગતિ થશે. 
 • દિવાલ બનાવવામાં વિરોધ ના થાય તેથી ઇમરજન્સી
  13.સમાચાર એજન્સી એપી અનુસાર, અમેરિકન એડમિનિસ્ટ્રેશન દેશમાં નેશનલ ઇમરજન્સી લાગુ કરવા અંગે વિચાર કરી રહ્યું છે. જેથી પ્રેસિડન્ટ ટ્રમ્પને આ દિવાલ યોજના પર સંસદની અનુમતિ વગર કામ કરવાની છૂટ મળી જાય. 
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ