ઉકેલ / અમેરિકા પરથી શટડાઉન અને ઇમરજન્સીનું સંકટ ટળ્યું, બોર્ડર વૉલ મુદ્દે બંને પક્ષોમાં સહમતિ

ટ્રમ્પે બોર્ડર વૉલ માટે 40,000 કરોડની રકમની માગણી કરી હતી, પરંતુ તેની સામે ટ્રમ્પને 98 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવશે.
ટ્રમ્પે બોર્ડર વૉલ માટે 40,000 કરોડની રકમની માગણી કરી હતી, પરંતુ તેની સામે ટ્રમ્પને 98 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવશે.
X
ટ્રમ્પે બોર્ડર વૉલ માટે 40,000 કરોડની રકમની માગણી કરી હતી, પરંતુ તેની સામે ટ્રમ્પને 98 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવશે.ટ્રમ્પે બોર્ડર વૉલ માટે 40,000 કરોડની રકમની માગણી કરી હતી, પરંતુ તેની સામે ટ્રમ્પને 98 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવશે.

  • સરકારી કામકાજ ફરીથી ઠપ થવાથી બચવા અને યુએસ-મેક્સિકો બોર્ડર વૉલને લઇને સાંસદો વચ્ચે સમજૂતી 
  • બોર્ડર વૉલ મુદ્દે થયેલી સમજૂતી પ્રેસિડન્ટ ટ્રમ્પ ફંડની રકમથી નાખુશ હોવાનું જાણવા મળ્યું છે

divyabhaskar.com

Feb 13, 2019, 12:32 PM IST
વોશિંગ્ટનઃ અમેરિકામાં સરકારી કામકાજ ફરીથી ઠપ થવાથી બચવા અને અમેરિકન-મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવાને લઇને અમેરિકન સાંસદો વચ્ચે સમજૂતી થઇ છે. મંગળવારે સવારે થયેલી સમજૂતી હેઠળ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને દિવાલ બનાવવા માટે માત્ર 1.4 બિલિયન ડોલર (98 કરોડ)ની રકમ મળશે. સંસદ સહયોગીઓ અનુસાર, ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી કોઇ પણ પ્રકારે સરકારી કામકાજ ઠપ થવા દેવા નથી ઇચ્છતી. એવામાં તેઓને દિવાલ બનાવવા માટે મળતી રકમની સમજૂતી કરવી પડી. 

અસ્થાયી સમજૂતી અંગે વિગતો અકબંધ

1. ટ્રમ્પે 40,000 કરોડ માંગ્યા હતા
ટ્રમ્પે દિવાલ બનાવવા માટે 5.7 અબજ ડોલર (40,000 કરોડ)ની માગણી કરી હતી, પરંતુ તેઓએ ગણતરી કરતા તદ્દન ઓછી માત્ર 1.4 અબજ ડોલરની રકમ મળી રહી છે. આ ફંડથી મિાત્ર 55 માઇલ સુધી ફેન્સિંગ લગાવી શકાય છે. આ સ્ટીલ ફેન્સ હશે જ્યારે ટ્રમ્પે કોંક્રિટની દિવાલ બનાવવાનું વચન આપ્યું હતું. 
વ્હાઇટ હાઉસે ડિસેમ્બરમાં 215 માઇલ લાંબી દિવાલ બનાવવાની વાત કહી હતી. સોમવારે થયેલી સમજૂતીથી મળેલી રકમથી ટેક્સાસની રિયો ગ્રાન્ડ વેલીમાં દિવાલનું નિર્માણ કરવામાં આવશે. 
3. ફરીથી શટડાઉનનું જોખમ હતું
સેનેટની વિનિયોગ સમિતિની ચેરમેન અધ્યક્ષ રિચર્ડ શેલ્બીએ કહ્યું કે, અમારી વચ્ચે સૈદ્ધાંતિક સહમતિ બની ગઇ છે. અમારાં કર્મચારીઓ આ અંગે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. તેની વિસ્તૃત જાણકારી ઔપચારિક રીતે જાહેર કરવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે, બંને સાંસદોની વચ્ચે આ સમજૂતી ફરીથી શટડાઉનના જોખમને ધ્યાનમાં રાખીને થઇ છે. સહયોગીઓનું કહેવું છે કે, અસ્થાયી હોવાના કારણે સમજૂતીની જાણકારી સાર્વજનિક નથી કરવામાં આવી રહી, તેને હાલ ગુપ્ત રાખવામાં આવે છે. આ સમજૂતીમાં બોર્ડર પ્રવેશ પર યોગ્ય કાર્યવાહી જેવા નવા કાયદાઓનો પ્રયોગ, માનવીય સહાયતાની ડેમોક્રેટિક પાર્ટીની માંગ અને વધારાના કસ્ટમ ડ્યૂટી અધિકારીઓને ગોઠવણી વગેરે સામેલ કરવામાં આવી છે. 
5. સમજૂતી બાદ ટ્રમ્પે શું કહ્યું?
બોર્ડર વૉલ મુદ્દે થયેલી સમજૂતી પ્રેસિડન્ટ ટ્રમ્પ ફંડની રકમથી નાખુશ હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે આ સમજૂતી બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હું અત્યંત દુઃખી છું. મેં જેટલી રકમની માગણી કરી હતી તેનો આ ત્રીજો ભાગ છે. 
હું પહેલી નજરે હું ખુશ દેખાઇ રહ્યો છું, પણ મારો જવાબ ના છે. હું જરાય ખુશ નથી. પરંતુ હવે અમેરિકા વધુ એક શટડાઉન નહીં આવે. જો કોઇ મુદ્દે ફરીથી શટડાઉન થશે તો તેના માટે ડેમોક્રેટ્સ જવાબદાર હશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી