Divya Bhaskar

Home » International News » America » The crash is the second major accident in the country this year

2 મહિનામાં બીજી સડક દુર્ઘટનાઃ પેરુમાં બસ નદીમાં પડતાં 44નાં મોત

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 12:44 PM

જાન્યુઆરીમાં પણ અહીં આવી જ બસ દુર્ઘટના થઇ હતી, જેમાં 48 લોકોનાં મોત થયા હતા.

  • ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ અમેરિકાના પેરુના અરેક્વિપામાં એક બસ નદીમાં પડી ગઇ હતી, જેમાં 44 લોકોનાં મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ત્રણ બાળકો સહિત સાતની હાલત ગંભીર છે. આ ઘટના બુધવારે પેન-અમેરિકા હાઇવે પર બની. પેરુમાં બે મહિનામાં આ બીજી મોટી સડક દુર્ઘટના છે. આ પહેલાં પણ જાન્યુઆરીમાં એક બસ નદીમાં પડતાં 48 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

    200 મીટર નીચે કોના નદીમાં પડી બસ


    - ન્યૂઝ એજન્સી ઓફિસરોએ જણાવ્યું કે, આ બસ ચાલાથી અરેક્વિપા જઇ રહી હતી. રસ્તામાં તે 200 મીટર નીચે ઓકોના નદીમાં પડી. હાલ આ ઘટનાની તપાસ ચાલુ છે.
    - અકસ્માત વિશે જાણ થતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી. જખમી લોકોને હેલિકોપ્ટરથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.

    પ્રેસિડન્ટે દુઃખ વ્યક્ત કર્યુ


    - પેરુના પ્રેસિડન્ટ પ્રેડો પાબ્લો કુજિંસ્કીએ ટ્વીટ કરીને કહ્યું કે, અરેક્વિપામાં થયેલી ઘટનાના વિક્ટિમ અને તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે.

    આગળની સ્લાઇડ્સમાં જાણો, જાન્યુઆરીમાં થયેલી બસ દુર્ઘટના વિશે...

  • The crash is the second major accident in the country this year
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રાપ્ત માહિતી અનુસાર, આ બસની પરમિટની અવધિ પણ પુરી થઇ ગઇ હતી.

    જાન્યુઆરીમાં પણ બની હતી આવી જ ઘટના 


    - પેરુમાં આ બીજી મોટી બસ દુર્ઘટના છે. આ પહેલાં જાન્યુઆરીમાં પણ એક બસ ટ્રક સાથે ટકરાતાં ખીણમાં પડી ગઇ હતી. જેમાં 48 લોકોનાં મોત થયા હતા. 
    - આ બસ હુઆચોથી 55 પેસેન્જર્સને લઇને લીમા જઇ રહી હતી. તે પહાડ પરથી 100 મીટર નીચે પડી અને સમુદ્ર કિનારે પલટી ગઇ.

  • The crash is the second major accident in the country this year
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    બસમાં બેઠેલાં કેટલાંક લોકો નીચે વહેતી ઓકોના નદીમાં પડ્યા

    જાન્યુઆરીમાં પણ બની હતી આવી જ ઘટના 


    - પેરુમાં આ બીજી મોટી બસ દુર્ઘટના છે. આ પહેલાં જાન્યુઆરીમાં પણ એક બસ ટ્રક સાથે ટકરાતાં ખીણમાં પડી ગઇ હતી. જેમાં 48 લોકોનાં મોત થયા હતા. 
    - આ બસ હુઆચોથી 55 પેસેન્જર્સને લઇને લીમા જઇ રહી હતી. તે પહાડ પરથી 100 મીટર નીચે પડી અને સમુદ્ર કિનારે પલટી ગઇ.

  • The crash is the second major accident in the country this year
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    જખમી લોકોને હેલિકોપ્ટરમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જેમાંથી 7ની હાલત અતિગંભીર છે.
  • The crash is the second major accident in the country this year
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ ઘટના પેન-અમેરિકન હાઇવે પર બની
  • The crash is the second major accident in the country this year
    રેસ્ક્યુ દરમિયાન મુસાફરોના પરિવારજનો પોતાના સંબંધીઓને શોધી રહ્યા છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending