ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Pakistan PM frisked during security procedure at JFK airport in New York

  ન્યૂયોર્ક એરપોર્ટ પર પાક. PMની તલાશી, તપાસ બાદ બેલ્ટ બાંધતા દેખાયા

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 02:53 PM IST

  આમ, આને રુટીન પ્રોસેસ બતાવવામાં આવી છે, પરંતુ પાકિસ્તાનમાં લોકોએ આ ઘટના સામે ઘણો વિરોધ વ્યક્ત કર્યો છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ન્યૂયોર્ક એરપોર્ટ પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાનની તપાસ કરવામાં આવી

   ન્યૂયોર્ક: અહીં જોન એફ કેનેડી એરપોર્ટ પર સિક્યુરિટી તપાસના નામે પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાનની તપાસ કરવામાં આવી હતી. પાકિસ્તાન મીડિયાએ આ વાતનો ખુલાસો કર્યો છે. જોકે આમ આને એક રુટીન પ્રોસેસ બતાવવામાં આવી છે પરંતુ પાકિસ્તાનમાં લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.

   શું અંગત મુલાકાતના કારણે થયું ચેકિંગ?

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલાં ખાકાન તેમની બીમાર બહેનને મળવા અમેરિકા ગયા હતા. આ તેમની અંગત મુલાકાત હતી. આ દરમિયાન તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસને પણ મળ્યા હતા.
   - પાકિસ્તાન મીડિયાનું કહેવું છે કે, આ એક અંગત મુલાકાત હતી અને વડાપ્રધાન પાસે ડિપ્લોમેટિક પાસપોર્ટ પણ છે. આ સંજોગોમાં તેમની તપાસ કરવી અયોગ્ય છે. પાકિસ્તાનની ટીવી ચેનલ્સ પર આ વિશેનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે.

   શું છે વીડિયોમાં?

   - આ વીડિયોમાં જોવા મળ્યું છે કે, વડાપ્રધાન ખાકાનની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારપછી તેઓ તેમની ટી-શર્ટ અને બેલ્ટ સરખો કરતા દેખાય છે. ત્યારપછી કાઉન્ટર પર રાખેલો તેમનો કોટ અને બેગ ઉઠાવીને ચાલતા થાય છે.

   પાક-અમેરિકામાં હંમેશા ચાલતો હોય છે તણાવ
   - પાકિસ્તાનના વડાપ્રધાનની ચેકિંગ પહેલાં અમેરિકાએ 7 પાકિસ્તાની કંપનીઓ પરમાણુ વેપારમાં સંકળાયેલી હોવાની શંકાથી તેના પર પ્રતિબંધ મુક્યો હતો.
   - માનવામાં આવે છે કે, અમેરિકા પાકિસ્તાની સરકાર પર વિઝા સહિત અન્ય પણ ઘણાં પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે.
   - નોંધનીય છે કે, આતંકવાદ વિશે પાકિસ્તાનની નરમાઈના કારણે અમેરિકા નારાજ છે. ટ્રમ્પ શાસને પાકિસ્તાનને આપવામાં આવતી અંદાજે રૂ. 25.5 કરોડ ડોલરની સહાય રોકી દીધી છે.

   કલામની તપાસ માટે અમેરિકાએ માગી હતી માફી

   - 2011માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની ન્યૂયોર્ક એરપોર્ટ પર તપાસ કરવામાં આવી હતી. જોકે ભારતે વિરોધ વ્યક્ત કરતા અમેરિકાએ આ વિશે માફી માગી હતી.

   જ્યોર્જ ફર્નાન્ડિઝના કપડાં ઉતરાવીને કરી હતી તપાસ

   - પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝના વોશિંગ્ટનના ડલ્લાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સન્ 2002 અને 2003માં સ્ટ્રિપ સર્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે તેમણે ત્યાંના ડેપ્યૂટી સેક્રેટરી સ્ટ્રોબ ટેબલોટને ગુસ્સામાં ફરિયાદ કરી હતી.

   શાહરૂખ સહિત ઘણાં ભારતીયોની કરવામાં આવી છે અટકાયત

   - ઓગસ્ટ 2016માં શાહરુખ ખાનની અમેરિકાના લોસ એન્જિલસ અરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. તેની માહિતી શાહરૂખ ખાને જાતે ટ્વિટર પર આપી હતી.
   - એક્ટર ઈરફાન ખાનને 2008માં લોસ એન્જિલસ અને 2009માં ન્યૂયોર્ક એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
   - 2009માં નીલ નિતિન મુકેશને ન્યૂયોર્ક એરપોર્ટે અટકાયતમાં લીધો હતો.
   - 2010માં ભારતના તે સમયના એવિયેશન મિનિસ્ટર પ્રફુલ્લ પટેલની શિકાગોના એરપોર્ટ પર પૂછપરછ કરવામાં આવી હતી.

  • અબ્દુલ કલામની માફી માટે અમેરિકાએ માગી હતી માફી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અબ્દુલ કલામની માફી માટે અમેરિકાએ માગી હતી માફી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pakistan PM frisked during security procedure at JFK airport in New York
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top