એક પર જીવલેણ ઘા કરી બીજાં bf જોડે બિન્દાસ ફરે છે યુવતી, આ કારણે નથી થતી સજા

રશિયાના અને હાલ લંડનમાં રહેતા મેગા-રિચ બિઝનેસમેન કોન્સ્ટેન્ટિન 1099 અબજની સંપત્તિ ધરાવે છે

divyabhaskar.com | Updated - Mar 30, 2018, 05:05 AM
લવિનિયા વુડવર્ડ તેના બોયફ્રેન્ડ ફિલિપ કાગાલોવ્સ્કી સાથે
લવિનિયા વુડવર્ડ તેના બોયફ્રેન્ડ ફિલિપ કાગાલોવ્સ્કી સાથે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઓક્સફર્ડની મેડિકલ સ્ટુડન્ટ લવિનિયા વુડવર્ડે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ પર જીવલેણ હુમલો કર્યો હતો. 24 વર્ષીય લવિનિયા હવે રશિયન બિલિયોનર સાથે ફરતી જોવા મળે છે. લવિનિયાનો નવો બોયફ્રેન્ડ રશિયાના ધનિકોમાંથી એક કોન્સ્ટેન્ટિન કાગાલોવ્સ્કીનો દીકરો છે. મૂળ રશિયાના અને હાલ લંડનમાં રહેતા મેગા-રિચ બિઝનેસમેન કોન્સ્ટેન્ટિન 1099 અબજની સંપત્તિ ધરાવે છે. કોન્સ્ટેન્ટિનનો દીકરો 21 વર્ષીય ફિલિપ કાગાલોવ્સ્કી અને લવિનિયા એકબીજાંને ગત ફેબ્રુઆરીથી ડેટ કરે છે. આ કપલ ફેબ્રુઆરી મહિનાથી વેસ્ટ લંડનમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે.

ભૂતપૂર્વ બોયફ્રેન્ડ પર બ્રેડ કાપવાના છરાથી કર્યો હતો હુમલો


- લવિનિયા વુડવર્ડ વર્ષ 2016ના ડિસેમ્બર મહિનામાં ટીન્ડર પર એક યુવક થોમસ ફેર્ક્લોને મળી હતી. થોમસ અવાર-નવાર લવિનિયાને તેની યુનિવર્સિટીમાં મળવા આવતો હતો.
- એક મુલાકાત દરમિયાન લવિનિયા અને થોમસ વચ્ચે કોઇ બાબતે ઝગડો થયો હતો.
- આ દરમિયાન અચાનક જ કોઇ વાત પર ગુસ્સો આવતા વુડવર્ડે તેના બોયફ્રેન્ડ થોમસ પર હુમલો કર્યો હતો. તેણે પહેલાં ધારદાર છરાથી બોયફ્રેન્ડની જાંઘ પર હુમલો કર્યો.
- વાત આટલેથી નહીં અટકતાં તેણે થોમસ પર લેપટોપ છુટ્ટું ફેંક્યું અને પગમાં ફરીથી છરો મારી દીધો. આ હુમલામાં થોમસ ફેર્ક્લો ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના પગની બે આંગળીઓને પણ ઇજા થઇ હતી.

આગળની સ્લાઇડ્સમાં જાણો, કોર્ટે કેમ ના આપી સજા...

ઓક્સફર્ડ યુનિવર્સિટીની ક્રિસ્ટ ચર્ચમાં મેડિકલનો અભ્યાસ કરતી લવિનિયાને યુનિવર્સિટીએ તેમના ટોપ બ્રાઇટ સ્ટુડન્ટમાંથી એક ગણાવી છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીની ક્રિસ્ટ ચર્ચમાં મેડિકલનો અભ્યાસ કરતી લવિનિયાને યુનિવર્સિટીએ તેમના ટોપ બ્રાઇટ સ્ટુડન્ટમાંથી એક ગણાવી છે.

કોર્ટે કહ્યું, આ યુવતી અત્યંત હોંશિયાર હોવાથી નથી મળે સજા

 
- બોયફ્રેન્ડ પર જીવલેણ હુમલો કરવા બદલ લવિનિયાને કોર્ટે 10 મહિનાની સજા સંભળાવી હતી. જો કે, ક્રિસ્ટ ચર્ચ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં લવિનિયાના એકેડમિક રેકોર્ડ ચેક કરતાં જજે આ સજામાંથી તેને માફી આપી હતી. 
- જજના આ ચૂકાદાથી અહીંના મીડિયાએ જ્યૂડિશિયલ સિસ્ટમ સામે ઘણાં સવાલો પણ ઉઠાવ્યા હતા. 
- કોર્ટમાં જજે કહ્યું કે, લવિનિયા ખૂબ જ હોંશિયાર સ્ટુડન્ટ છે અને તે અભ્યાસમાં પણ તેજસ્વી છે. જો તેને 10 મહિના જેલમાં રાખીશું તો કદાચ તેના સર્જન બનવાના સપનાને તે પુર્ણ નહીં કરી શકે. 
- ઓક્સફર્ડ યુનિવર્સિટીની ક્રિસ્ટ ચર્ચમાં મેડિકલનો અભ્યાસ કરતી લવિનિયાને યુનિવર્સિટીએ તેમના ટોપ બ્રાઇટ સ્ટુડન્ટમાંથી એક ગણાવી છે. 

 

આગળની સ્લાઇડ્સમાં જાણો, હાલ કોને કરે છે ડેટ... 

ફિલિપ કાગાલોવ્સ્કી અને લવિનિયા એકબીજાંને ગત ફેબ્રુઆરીથી ડેટ કરે છે.
ફિલિપ કાગાલોવ્સ્કી અને લવિનિયા એકબીજાંને ગત ફેબ્રુઆરીથી ડેટ કરે છે.

હાલ રશિયાના અતિ ધનવાન બિઝનેસમેનના દીકરાને કરે છે ડેટ

 
- સજા મોકૂફ થયા બાદ લવિનિયાએ યુનિવર્સિટીમાં ફરીથી અભ્યાસ શરૂ કર્યો હતો. લવિનિયા અને તેનો નવો બોયફ્રેન્ડ ફિલિપ સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ પોસ્ટ કરતા રહે છે. 
- ફિલિપ વેસ્ટ લંડનની સેન્ટ પોલ સ્કૂલનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે. જ્યારે તેના પિતા કોન્સ્ટેન્ટિન ઓઇલ કંપની યુકોસના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ભૂતપૂર્વ રશિયન રિપ્રેઝન્ટેટિવ રહી ચૂક્યા છે. 
- હાલ કોન્સ્ટેન્ટિન કાગાલોવ્સ્કીની લંડન, ન્યૂયોર્ક, મોસ્કો અને ફ્રાન્સમાં અઢળક પ્રોપર્ટી છે. જ્યારે ફિલિપની માતા નતાશા કાગાલોવ્સ્કી ઇસ્ટ યુરોપની બેંક ઓફ ન્યૂયોર્કની હેડ છે. 

ફિલિપ વેસ્ટ લંડનની સેન્ટ પોલ સ્કૂલનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે.
ફિલિપ વેસ્ટ લંડનની સેન્ટ પોલ સ્કૂલનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે.
સજા મોકૂફ થયા બાદ લવિનિયાએ યુનિવર્સિટીમાં ફરીથી અભ્યાસ શરૂ કર્યો હતો. તે હાર્ટ સર્જન બનવાની તૈયારીઓ કરી રહી છે.
સજા મોકૂફ થયા બાદ લવિનિયાએ યુનિવર્સિટીમાં ફરીથી અભ્યાસ શરૂ કર્યો હતો. તે હાર્ટ સર્જન બનવાની તૈયારીઓ કરી રહી છે.
X
લવિનિયા વુડવર્ડ તેના બોયફ્રેન્ડ ફિલિપ કાગાલોવ્સ્કી સાથેલવિનિયા વુડવર્ડ તેના બોયફ્રેન્ડ ફિલિપ કાગાલોવ્સ્કી સાથે
ઓક્સફર્ડ યુનિવર્સિટીની ક્રિસ્ટ ચર્ચમાં મેડિકલનો અભ્યાસ કરતી લવિનિયાને યુનિવર્સિટીએ તેમના ટોપ બ્રાઇટ સ્ટુડન્ટમાંથી એક ગણાવી છે.ઓક્સફર્ડ યુનિવર્સિટીની ક્રિસ્ટ ચર્ચમાં મેડિકલનો અભ્યાસ કરતી લવિનિયાને યુનિવર્સિટીએ તેમના ટોપ બ્રાઇટ સ્ટુડન્ટમાંથી એક ગણાવી છે.
ફિલિપ કાગાલોવ્સ્કી અને લવિનિયા એકબીજાંને ગત ફેબ્રુઆરીથી ડેટ કરે છે.ફિલિપ કાગાલોવ્સ્કી અને લવિનિયા એકબીજાંને ગત ફેબ્રુઆરીથી ડેટ કરે છે.
ફિલિપ વેસ્ટ લંડનની સેન્ટ પોલ સ્કૂલનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે.ફિલિપ વેસ્ટ લંડનની સેન્ટ પોલ સ્કૂલનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે.
સજા મોકૂફ થયા બાદ લવિનિયાએ યુનિવર્સિટીમાં ફરીથી અભ્યાસ શરૂ કર્યો હતો. તે હાર્ટ સર્જન બનવાની તૈયારીઓ કરી રહી છે.સજા મોકૂફ થયા બાદ લવિનિયાએ યુનિવર્સિટીમાં ફરીથી અભ્યાસ શરૂ કર્યો હતો. તે હાર્ટ સર્જન બનવાની તૈયારીઓ કરી રહી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App