તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોશિયલ મીડિયા આપી હતી હુમલાની ધમકી | The Gunman Purposely Damaged His Fingertips

US ફાયરિંગ: આરોપીએ ફિંગરપ્રિન્ટ્સ કાપી નાખી, ટ્વીટર પર હુમલાની ધમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના મેરિલેન્ડ રાજ્યની રાજધાની એનાપોલીસમાં કેપિટલ ગેઝેટ અખબારની ઓફિસમાં ગુરૂવારે મોડી સાંજે કેપિટલ ગેજેટ અખબારની ઓફિસમાં હુમલો થયો છે. પોલીસે હુમલાખોર જેરડ ડબલ્યુ. રામોસની ધરપકડ કરી છે. જેરડ રામોસે વર્ષ 2011માં તેના વિરૂદ્ધ છપાયેલા એક સમાચારનો બદલો લેવા માટે ન્યૂઝપેપરની ઓફિસમાં હુમલો કર્યો હતો. ઘટનાને નજરે જોનારા કેપિટલ ગેજેટના કર્મચારીઓએ જણાવ્યું કે, રામોસ શોટગન અને સ્મોક ગ્રેનેડ લઇને ઓફિસના પાછળના દરવાજે આવ્યો અને અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. 

 

 

US: કેપિટલ ગેજેટ અખબારની ઓફિસમાં ફાયરિંગ, 5ના મોત


તેના વિરૂદ્ધ સમાચાર લખનારાઓ પર કર્યો હુમલો 


- મેરિલેન્ડના લોરેલ ટાઉનમાં રહેતા રામોસે પોલીસ સામે પોતાની ઓળખ છૂપાવવાના પ્રયત્નો કર્યા હતા. 
- લૉ એન્ફોર્સમેન્ટ ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, રામોસે હુમલા પહેલાં તેમની ફિંગરપ્રિન્ટ્સ પર ઇરાદાપૂર્વક ધારદાર હથિયારથી ઘા માર્યા હતા. જેથી ફિંગરપ્રિન્ટ્સના આધારે પોલીસ તેની ઓળખ ના કરી શકે. પોલીસ હવે આરોપીની ફેસિયલ ટેક્નોલોજીથી ઓળખ સાબિત કરશે. 
- જો કે, એક્ટિંગ પોલીસ ચીફ વિલિય ક્રાફ્ટે આ ફિંગરપ્રિન્ટ્સ ઇજાગ્રસ્ત હોવાની વાત નકારી દીધી હતી. 
- પોલીસના જણાવ્યા અનુસાર, રામોસ ઓફિસમાં ઘૂસીને માત્ર તેના વિરૂદ્ધ સમાચાર લખનારા જર્નાલિસ્ટને જ ટાર્ગેટ કરવા ઇચ્છતો હતો. 
- જે પાંચ જર્નાલિસ્ટના આ ઘટનામાં મોત થયા છે તેમાં: વેન્ટી વિન્ટર્સ - સ્પેશિયલ પબ્લિકેશન એડિટર, રેબેકા સ્મિથ - સેલ્સ આસિસ્ટન્ટ, રોબર્ટ હિસેન - આસિસ્ટન્ટ એડિટર અને કોલમિસ્ટ, ગેરાલ્ડ ફિચમેન - એડિટોરિયલ પેજ એડિટર અને જ્હોન મેકનમારા - રાઇટરનો સમાવેશ થાય છે. 

 

સોશિયલ મીડિયા આપી હતી હુમલાની ધમકી 


- લૉ એન્ફોર્સમેન્ટ સોર્સના જણાવ્યા અનુસાર, રામોસે કેપિટલ ગેજેટ ન્યૂઝપેપર અને તેના જર્નાલિસ્ટ્સ વિરૂદ્ધ 2012માં કોર્ટમાં ફરિયાદ કરી હતી. 
- પોલીસના જણાવ્યા અનુસાર, ફાયરિંગ પહેલાં આરોપીએ સોશિયલ મીડિયા પર અવાર-નવાર ન્યૂઝપેપર અને તેના ભૂતપૂર્વ રિપોર્ટર્સને ધમકીઓ આપી હતી. હાલ પોલીસ આ ટ્વીટ્સ અંગે પણ તપાસ કરી રહી છે. 
- રામોસે વર્ષ 2013માં ન્યૂઝપેપરના ભૂતપૂર્વ રિપોર્ટર વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. હકીકતમાં 2011માં કેપિટલ ગેજેટમાં 'જેરડને તમારાં મિત્ર બનવું છે' તેવા ટાઇટલ સાથે તેના વિરૂદ્ધ આર્ટિકલ છપાયો હતો. રામોસ પર આરોપ હતો કે તેણે તેની ક્લાસમેટને ફેસબુક પર ધમકીઓ આપી હતી. 
- તેણે આ ક્લાસમેટને અસંખ્ય ઇમેલ મોકલાવ્યા હતા અને તેને ખરાબ નામથી બોલાવતો હતો, આ ઉપરાંત તેણે ક્લાસમેટને મારી નાખવાની પણ ધમકી આપી હતી. 
- ત્યારબાદ જેરડ રામોસે ન્યૂઝપેપર વિરૂદ્ધ કોર્ટ કેસ કર્યો હતો જેમાં તેના આરોપ અંગે કોઇ પુરાવા નહીં મળતાં તે કેસ હારી ગયો હતો. 
- આ ઘટના બાદ રામોસે ન્યૂઝપેપર અને તેના વિરૂદ્ધ સમાચાર છાપનારા જર્નાલિસ્ટ્સને સોશિયલ મીડિયા પર ધમકીઓ આપી હતી. 

અન્ય સમાચારો પણ છે...