રસ્તા પર ભટકતાં મળ્યા આ નોબેલ પ્રાઇઝ વિજેતા, પત્નીની મળી લાવારિશ લાશ

બંને પોતાના ઘરેથી 320 કિમીના અંતરે મળી આવ્યા

divyabhaskar.com | Updated - Mar 16, 2018, 07:17 PM
નોબેલ પુરસ્કાર વિજેતા તેમની પત્નીની સાથે ગૂમ થઇ ગયા હતા (ફાઇલ)
નોબેલ પુરસ્કાર વિજેતા તેમની પત્નીની સાથે ગૂમ થઇ ગયા હતા (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના એ-ઇચી નેગિશી નામના એક જાપાની નોબેલ પુરસ્કાર વિજેતા અચાનક જ ગૂમ થઇ ગયા હતા. આ અંગેની ફરિયાદ નોંધાવ્યાના 9 કલાક બાદ રસાયણશાસ્ત્રી (કેમિસ્ટ) ગ્રામીણ વિસ્તારમાં ભટકતાં જોવા મળ્યા. જ્યારે તેમની પત્નીનો મૃતદેહ લાવારિશ અવસ્થામાં મળી આવ્યો. બંને પોતાના ઘરેથી 320 કિમીના અંતરે મળી આવ્યા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, નોબેલ પુરસ્કાર વિજેતા 82 વર્ષીય એ-ઇચી નેગિશીને મંગળવારે સવારે 5 વાગ્યે ઇલિનોઇસના રોકફોર્ડની પાસે ભટકતાં જોવા મળ્યા. શેરિફ વિભાગે કહ્યું કે, સુમિરેના શબનું પોસ્ટમોર્ટમ કરવાનું હજુ બાકી છે, જેથી મોતનું કારણ જાણી શકાય. જો કે, નેગિશીની તબિયત વિશે કોઇ જાણકારી આપવામાં નથી આવી.

- સોમવારે રાત્રે અંદાજિત 8 વાગ્યે ઇન્ડિયાના રાજ્યના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
- રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, નોબેલ પુરસ્કાર વિજેતા તેમની પત્નીની સાથે ગૂમ થઇ ગયા છે. છેલ્લીવાર તેઓને વેસ્ટ લાયફતમાં આવેલા તેમના ઘરે જોવા મળ્યા હતા. તેમનું ઘર પરડ્યુ યુનિવર્સિટી કેમ્પસની નજીક આવેલું છે.
- આ યુનિવર્સિટીમાં નેગિશી કેમિસ્ટ્રીના પ્રોફેસર હતા અને તેઓ અહીં 30 વર્ષથી રિસર્ચરની ભૂમિકા નિભાવે છે.
- પરડ્યુના પ્રેસિડન્ટ મિચ ડેનાઇલ્સે સુમિરે નેગિશીની મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે, સુમિરેએ આખી જીંદગી ઇમાનદારી અને પ્રેમથી તેમના પતિના કરિયરમાં સાથ આપ્યો.

આગળની સ્લાઇડમાં જાણો, એ-ઇચીને ક્યારે મળ્યો હતો નોબેલ પુરસ્કાર...

એ-ઇચી નેગિશી તેમની પત્ની સુમિરે નેગિશી સાથે (ફાઇલ)
એ-ઇચી નેગિશી તેમની પત્ની સુમિરે નેગિશી સાથે (ફાઇલ)

2010માં મળ્યો હતો નોબેલ પુરસ્કાર 


- ઉલ્લેખનીય છે કે, એ-ઇચીની સાથે સાથે અન્ય બે વૈજ્ઞાનિક રિચર્ડ હેક અને અકીરા સુઝૂકીને પણ 2010માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. 
- આ પુરસ્કાર આ ત્રણેય વૈજ્ઞાનિકોએ એવી રાસાયણિક પદ્ધતિ વિકસિત કરી હતી, જેનાથી વૈજ્ઞાનિકો કેન્સરની દવાઓનું પરિક્ષણ કરવા અને કોમ્પ્યુટરની પાતળી સ્ક્રિન બનાવવામાં સક્ષમ થયા. 

 

X
નોબેલ પુરસ્કાર વિજેતા તેમની પત્નીની સાથે ગૂમ થઇ ગયા હતા (ફાઇલ)નોબેલ પુરસ્કાર વિજેતા તેમની પત્નીની સાથે ગૂમ થઇ ગયા હતા (ફાઇલ)
એ-ઇચી નેગિશી તેમની પત્ની સુમિરે નેગિશી સાથે (ફાઇલ)એ-ઇચી નેગિશી તેમની પત્ની સુમિરે નેગિશી સાથે (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App