તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાંતિના નોબેલ પુરસ્કકારની આજે જાહેરાત, સટોડિયાઓએ ટ્રમ્પ અને કિમ પર દાવ લગાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇ નોબેલ એવોર્ડ મળશે, તેની ઘોષણા નોબેલ કમિટીની તરફથી જ હોય છે. (ફાઇલ) - Divya Bhaskar
કોઇ નોબેલ એવોર્ડ મળશે, તેની ઘોષણા નોબેલ કમિટીની તરફથી જ હોય છે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ શાંતિના નોબેલ પુરસ્કારની જાહેરાત આજે શુક્રવાર થશે. સટોડિયાઓએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને પુરસ્કાર મળવા પર દાવ લગાવ્યો છે. આ વર્ષે 12 જૂનના રોજ ટ્રમ્પ અને કિમની સિંગાપોરમાં ઐતિહાસિક મુલાકાત થઇ હતી. વિશ્વમાં શાંતિની આ પહેલના ઘણાં વખાણ થયા હતા. નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમ અને સતત મિસાઇલ પરીક્ષણોને કારણે વિશ્વમાં તણાવ હતો. અમેરિકા અને નોર્થ કોરિયાએ એકબીજાંને ઘણીવાર યુદ્ધની ધમકી આપી હતી. 


શાંતિ પુરસ્કાર માટે 331 નોમિનેશન 


- નોબેલ કમિટી અનુસાર, આ વર્ષે શાંતિ પુરસ્કાર માટે 331 નોમિનેશન મળ્યા છે. તેમાંથી 216 એન્ટ્રીઝ વ્યક્તિઓ અને 115 નોમિનેશન ગ્રુપની તરફથી મળે. 
- કોઇ નોબેલ એવોર્ડ મળશે, તેની ઘોષણા નોબેલ કમિટીની તરફથી જ હોય છે. આખી પ્રક્રિયાને અત્યંત ગોપનીય રાખવામાં આવે છે. 
- બ્રિટનની સટ્ટા લગાવતી કંપની લેકબ્રોક્સે શાંતિને નોબલ જીતનારાઓમાં ટ્રમ્પ કિમને અવ્વલ સ્થાન પર રાખ્યા છે. પરંતુ જાણકારોનું કહેવું છે કે, કિમને આ માટે પસંદ કરવામાં નહીં આવે કારણ કે, તેઓએ દેશના લોકોને લાંબા સમયથી દબાવીને રાખ્યા છે. 

 

અન્ય સમાચારો પણ છે...