Divya Bhaskar

Home » International News » America » U.N. ambassador Nikki Haley has extravagant curtains in her official residence

USમાં પણ નેતાઓના અધધ ખર્ચ; ભારતીય મૂળની અધિકારીએ ખરીદ્યા 37 લાખના પરદાં

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 07:48 PM

નિકી હેલી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અફેરના સમાચારોને લઇને પણ ચર્ચામાં રહી ચૂકી છે

  • U.N. ambassador Nikki Haley has extravagant curtains in her official residence
    યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાની સૌથી મોટી અધિકારી નિકી હેલી ભારતીય મૂળની છે. (ફાઇલ)

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાએ યુએનમાં પોતાની એમ્બેસેડર નિકી હેલીના અધિકૃત ઘરના પરદાં પાછળ 52,000 ડૉલર (37,49,460 રૂપિયા)થી વધુ ખર્ચ કર્યો છે. આ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા ભારે બજેટના કપાતના સમાચારો હેડલાઇન બની રહ્યા છે. અમેરિકન મીડિયા ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, હેલી પ્રથમ એવી યુએન એમ્બેસેડર છે જે ન્યૂયોર્ક શહેરમાં યુએનના હેડક્વાર્ટરની નજીક અલગ ઓફિશિયલ ઘરમાં રહે છે. હેલીના સ્પોક્સપર્સને આ મામલે તેના તરફથી સ્પષ્ટતા કરી છે. પ્રવક્તાએ કહ્યું કે, નવા પરદાંની ખરીદીનો નિર્ણય ઓબાના કાર્યકાળ દરમિયાન વર્ષ 2016માં કરવામાં આવ્યો હતો.

    - મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પરદાં માટે અંદાજિત 21 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ પરદાંને ખોલવા તેમ જ બંધ કરવા માટે મોટર અને હાર્ડવેરની જરૂર પડે છે.
    - તેની પાછળ 22,801 ડોલર ખર્ચ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હેલી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં ભારતીય મૂળની સૌથી મોટી અધિકારી છે.

    સુરક્ષા કારણોસર ટોપ ડિપ્લોમેટ્સે બદલ્યા એડ્રેસ


    - આ પહેલાં યુએનના અનેક એમ્બેસેડર દાયકાઓ સુધી યુનાઇટેડ નેશન્સની પાસે વાલ્ડોર્ફ એસ્ટોરિયા હોટેલમાં રહેતા હતા. પરંતુ ચીનની વીમા કંપનીએ આ હોટલ ખરીદ્યા બાદ રાજ્ય વિભાગે 2016માં સુરક્ષા કારણોસર પોતાના ટોપ ડિપ્લોમેટ્સ માટે નવું એડ્રેસ શોધવાનો નિર્ણય કર્યો.
    - ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રહેઠાંણ અને શહેરી વિકાસ વિભાગના સચિવ બૅન કાર્સનની ઓફિસ માટે 22 લાખ રૂપિયાના ડાઇનિંગ રૂમ સેટ કરતાં પણ હેલીના પરદાં વધારે મોંઘા છે.

    ટ્રમ્પ સાથે અફેરના સમાચારોને લઇને ચર્ચામાં હતી હેલી


    - અગાઉ જણાવ્યા અનુસાર, યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાની સૌથી મોટી અધિકારી નિકી હેલી ભારતીય મૂળની છે. વળી, તે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અફેરના સમાચારોને લઇને પણ ચર્ચામાં રહી ચૂકી છે.
    - જો કે, અફેરના સમાચારોને હેલીએ અત્યંત અપમાનજનક અને ઘૃણાસ્પદ ગણાવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending