ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» US President announce fake news award on Wednesday

  ટ્રમ્પે ફેક ન્યૂઝ એવોર્ડની કરી જાહેરાત, ન્યૂયોર્ક ટાઈમ્સ જીત્યું

  Divyabhaskar.com | Last Modified - Jan 18, 2018, 12:06 PM IST

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફેક ન્યૂઝ એવોર્ડની જાહેરાત કરી છે.
  • ટ્રમ્પે એવોર્ડની જાહેરાત કરી જેનાં થોડા સમય પછી જ વિનર્સની લીસ્ટ જાહેર કરનારી GOP.Com વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પે એવોર્ડની જાહેરાત કરી જેનાં થોડા સમય પછી જ વિનર્સની લીસ્ટ જાહેર કરનારી GOP.Com વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી

   વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફેક ન્યૂઝ એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં ન્યૂયોર્ક ટાઈમ્સ વિનર રહ્યું છે. આ એવોર્ડ્સની ઘણાં સમયથી રાહ જોવાઈ રહી હતી. પહેલાં આ એવોર્ડની જાહેરાત 8 જાન્યુઆરીનાં રોજ કરવાની હતી પરંતુ ટ્રમ્પે આ તારીખ આગળ ઠેલવીને 17 જાન્યુઆરી કરી હતી.

   ક્રેશ થઈ ગઈ વેબસાઈટ

   - ટ્રમ્પ તરફથી ડિક્લેર કરવામાં આવેલા આ એવોર્ડ ABC ન્યૂઝ, CNN ટાઈમ અને વોશિંગ્ટન પોસ્ટને પણ મળ્યાં છે.
   - લોકો આ એવોર્ડ્સની ઘણાં સમયથી રાહ જોઈ રહ્યાં હતા. ટ્રમ્પે એવોર્ડની જાહેરાત કરી તેનાં થોડા સમય પછી જ વિનર્સની લીસ્ટ જાહેર કરનારી GOP.Com વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી.

   ટ્રમ્પ પર 90% નેગેટિવ ન્યૂઝ

   - GOP.Com દ્વારા લખવામાં આવ્યું કે, "2017 સતત ભેદભાવવાળું અને અનુચિત સમાચારોવાળું રહ્યું. ત્યાં સુધી કે ખોટા સમાચારો પણ છપાયા. અભ્યાસમાં જાણ થઈ કે ટ્રમ્પ પર કરવામાં આવેલું 90% મીડિયા કવરેજ નેગેટિવ હતું."
   - ટ્રમ્પે પોતાના એક ટ્વીટમાં લખ્યું હતું કે, "ઘણું જ ભ્રષ્ટ અને અપ્રમાણિક મીડિયા કવરેજ છતાં અનેક રિપોટર્સ મહાન છે, જેમનું હું સન્માન કરૂ છું. અમેરિકાના લોકો માટે અનેક સારા સમાચારો કરવામાં આવ્યાં જેના પર મને ગર્વ છે."

   સમાચારોનો પણ ઉલ્લેખ કરાયો

   - વેબસાઈટે વિનર્સના લીસ્ટની સાથે સંબંધિત રિપોટર્સના સમાચારોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
   - ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટર પોલ કુગમેનના સમાચારો ટોપ પર રહ્યાં. તેમના સમાચાર ટ્રમ્પની જીતના દિવસે પબ્લિશ થયા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે "ઈકોનોમી ક્યારેય ટોપ પર નહીં પહોંચી શકે."
   - ABC ન્યૂઝના બ્રાયન રોજ લીસ્ટમાં બીજા નંબરે રહ્યાં. તેમનું માનવું હતું કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં ઈકોનોમી ઘણી જ તેજ ગતિથી નીચે આવશે.
   - CNN ત્રીજા નંબરે છે. જેમને પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે "પ્રેસિડન્ટ કેન્ડિડેટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પુત્ર જૂનિયર ટ્રમ્પની પાસે વિકીલિક્સના હેક ડોક્યુમેન્ટસ હતા."
   - ટાઈમ ચોથા નંબરે રહ્યું. જેમાં ખોટા સમાચારો પબ્લિશ કરાયા હતા કે "રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓવલ ઓફિસમાંથી માર્ટિન લ્યૂથરની મૂર્તિ હટાવી દીધી છે."
   - વોશિંગ્ટન પોસ્ટે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પની એક રેલી અંગે ખોટા સમાચારો છાપ્યાં હતા.

   વેબસાઈટનો દાવો - ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં વધી રહી ઈકોનોમી

   - વેબસાઈટે પોતાના સમાચારમાં દાવો કર્યો કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં ઈકોનોમીમાં 20 લાખ જોબ ક્રિએટ થઈ છે. 8 ટ્રિલિયન ડોલર (લગભગ 64 લાખ કરોડ રૂપિયા)નો ફાયદો થયો છે.

  • એવોર્ડની જાહેરાત બાદ ટ્રમ્પે એક ટ્વિટ પણ કરી હતી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એવોર્ડની જાહેરાત બાદ ટ્રમ્પે એક ટ્વિટ પણ કરી હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US President announce fake news award on Wednesday
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `