- નાસ્કોમે કહ્યું, એપ્રિલ 2019માં ખૂલનારા એચ-1બી વિઝાની આગામી લોટરી માટે વધુ સમય નથી બચ્યો.
- આ કાર્યવાહી અમેરિકન નોકરીઓને જોખમમાં મુકી શકે છે અને આઇટીના કામકાજને અમેરિકામાં કરવાના બદલે વિદેશ મોકલવાનો પ્રસ્તાવ મુકી શકે છે.
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાની સરકારના H-1B વિઝા પોલીસીને લઇને નવા પ્રસ્તાવે ભારતીય આઇટી સેક્ટરની ચિંતામાં ઓર વધારો કર્યો છે. હકીકતમાં ટ્રમ્પ સરકારે ગત શુક્રવારે એચ1-બી વિઝા એપ્લિકેશનની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
શું છે નવો પ્રસ્તાવ?
- નવા પ્રસ્તાવ હેઠળ H-1B વિઝા ઇચ્છતી દરેક કંપનીઓએ પહેલા પોતાની અરજી ઇલેક્ટ્રોનિક માધ્યમથી રજિસ્ટર કરવાની જરૂર પડશે.
- આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય H-1B વિઝાને મોર્ડન સ્કિલ અને હાઇપેડ સેલેરી વાળા વિદેશી કર્મચારીઓને આપવાનો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય આઇટી કંપનીઓ અને પ્રોફેશનલ્સની વચ્ચે H-1B વિઝા ખૂબ જ લોકપ્રિય છે.
- તેથી જ આ પ્રક્રિયામાં ફેરફારના કારણે સૌથી વધુ પ્રભાવિત ભારતીય પ્રોફેશનલ્સ થશે.
નાસ્કોમે ચિંતા વ્યક્ત કરી
- ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર અનુસાર, આઇટી સર્વિસના ઉચ્ચ સંગઠન નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસિસ કંપની (નાસ્કોમ)એ પણ અમેરિકન સરકારના તાજેતરના પ્રસ્તાવને લઇને ચિંતા વ્યક્ત કરી છે.
- નાસ્કોમે કહ્યું કે, આ પગલાંથી અનિશ્ચિતતાઓ ઉભી થશે અને અમેરિકામાં નોકરી ઉપર સંકટ આવી જશે. જો કે, નાસ્કોમે એમ પણ કહ્યું કે, આ નવા પ્રસ્તાવોની સાવધાનીપૂર્વક સમીક્ષા કરશે અને તેના મૂલ્યાંકન બાદ જ ટિપ્પણી કરશે.
- નાસ્કોમે કહ્યું, એપ્રિલ 2019માં ખૂલનારા એચ-1બી વિઝાની આગામી લોટરી માટે વધુ સમય નથી બચ્યો. કંપનીઓ પહેલેથી જ પોતાની જરૂરિયાતોનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે અને આગામી વર્ષ માટે આવેદન જમા કરવાની તૈયારીઓ કરી રહી છે.
- તેથી અમે એવી અનિશ્ચિતતાઓ વિશે ચિતિંત છીએ, જે અમેરિકાના નવા પ્રસ્તાવના કારણે ઉભી થઇ શકે છે.
અમેરિકામાં સ્પેશિયલ સર્વિસને મોંઘી બનાવે છે
- નાસ્કોમે ભાર મુક્યો કે ટ્રમ્પ સરકારની નીતિ વિદેશી આઇટી કંપનીઓ માટે અમેરિકામાં પોતાની સ્પેશિયલ સર્વિસને વધુ કડક અને મોંઘી બનાવે છે.
- આનાથી એવી અમેરિકન કંપનીઓ કમજોર બનશે જે પોતાની સ્કિલની ઉણપને પુરી કરવા માટે અન્ય કંપનીઓ પર નિર્ભર રહે છે. આ કાર્યવાહી અમેરિકન નોકરીઓને જોખમમાં મુકી શકે છે અને આઇટીના કામકાજને અમેરિકામાં કરવાના બદલે વિદેશ મોકલવાનો પ્રસ્તાવ મુકી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.