મહિલાઓને ચંદ્ર પર મોકલશે NASA, રિજેક્ટ કરી હતી હિલેરી ક્લિન્ટનની એપ્લિકેશન

નાસાના જોનસન સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર એલેન ઓચોઆએ વ્યક્ત કરી સંભાવના

divyabhaskar.com | Updated - Feb 18, 2018, 07:20 PM
1983માં NASAએ સેલી રાઇડ નામની અમેરિકન મહિલાને પહેલીવાર સ્પેસ મોકલી હતી. (ફાઇલ)
1983માં NASAએ સેલી રાઇડ નામની અમેરિકન મહિલાને પહેલીવાર સ્પેસ મોકલી હતી. (ફાઇલ)

મહિલાઓને ચંદ્ર પર મોકલશે NASA, રિજેક્ટ કરી હતી હિલેરી ક્લિન્ટનની એપ્લિકેશન .

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચંદ્ર પર જનાર આગામી વ્યક્તિ એક મહિલા હોઇ શકે છે. નાસાના જોનસન સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર એલેન ઓચોઆએ કહ્યું કે, અમારી પાસે 3માંથી 1 એક્ટિવ એસ્ટ્રોનટ (અંતરિક્ષ યાત્રી) મહિલા છે. તેથી આ સદીમાં ચંદ્ર પર આગામી કદમ કોઇ મહિલાનો હશે, 3માંથી 1 સંભાવના આ વાતની પણ છે. ઉલ્લેખની છે કે, 1960ના દોરમાં નાસાએ મહિલાઓની એપ્લિકેશન એવું કહીને રિજેક્ટ કરી હતી કે, તેઓનો ચંદ્ર પર મહિલાઓને મોકલવાનો કોઇ પ્લાન નથી. જે લોકોની એપ્લિકેશન રદ થઇ હતી તેમાં અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિલેર ક્લિન્ટન પણ સામેલ છે.

1970 બાદ પહેલા મૂન મિશન પર જશે મહિલા?
- ડોક્ટર ઓચોઆએ કહ્યું કે,અ મારી 3માંથી 1 એક્ટિવ એસ્ટ્રોનોટ મહિલાઓ છે, તેથી 3માંથી 1 સંભાવના એ છે કે, ચાંદ પર આગામી કદમ કોઇ મહિલાનો હશે. જો આવું થશે તો 1970ના મૂન મિશન પર પુરૂષ બાદ મહિલા જશે.
- 1983માં સૈલી રાઇડ અંતરિક્ષમાં જનારી પ્રથમ અમેરિકા મહિલા હતી. 2013માં પણ નાસાએ જાહેર કર્યુ હતું કે, 8 એસ્ટ્રોનોટ્સ (અંતરિક્ષ યાત્રીઓ)ના ક્લાસમાં અડધી મહિલાઓ છે.

રશિયા-અમેરિકા સંબંધોની મિશન પર નહીં પડે અસર


- ટ્રમ્પ અને રશિયાના સંબંધોની તપાસથી અમેરિકા અને રશિયાની વચ્ચે તણાવ વધ્યો છે. જો કે, ઓચોઆએ કહ્યું કે, તેનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં બંને દેશોના સંબંધો પર કોઇ અસર નહીં પડે. બંને દેશમાં એક મોટાં લક્ષ્ય માટે ફોક્સ કરીને કામ કરી રહ્યા છે અને તે ખૂબ જ મદદરૂપ થાય તેવું છે.


ચંદ્ર પર ફરીવાર વ્યક્તિ મોકલવાનો ટ્રમ્પનો નિર્ણય હાનિકારક


- ઓચોઆ અનુસાર, ટ્ર્પનું ચંદ્ર પર ફરીથી વ્યક્તિ મોકલવાનો નિર્ણય હાનિકારક સાબિત થઇ શકે છે. તેઓએ કહ્યું, જ્યારે અમે અમારાં લક્ષ્ય તરફ સ્થિરતાથી આગળ વધી રહ્યા હોય તો અમે વાત કરીએ છીએ કે, કેવા પ્રકારે ટેક્સ આપનારાઓના પૈસાનો યોગ્ય ઉપયોગ કરી શકાય છે.
- તેઓએ કહ્યું કે, આનાથી વધારે ફરક નહીં પડે, કારણ કે તેઓ પહેલેથી જ ચંદ્ર અને તેની પાસે મિશન પ્લાન કરી રહ્યા હતા, જેથી મંગળ પર વ્યક્તિ મોકલવાની તૈયારી કરી શકાય. જો કે, લક્ષ્ય બદલવાના કારણે ફંડ એક મોટો મુદ્દો હશે, જેની અમને જરૂર પડશે.

આગળની સ્લાઇડમાં જાણો, એસ્ટ્રોનોટ બનવા ઇચ્છતી હતી હિલેરી ક્લિન્ટન...

2013માં પણ નાસાએ જાહેર કર્યુ હતું કે, 8 એસ્ટ્રોનોટ્સ (અંતરિક્ષ યાત્રીઓ)ના ક્લાસમાં અડધી મહિલાઓ છે.  (ફાઇલ)
2013માં પણ નાસાએ જાહેર કર્યુ હતું કે, 8 એસ્ટ્રોનોટ્સ (અંતરિક્ષ યાત્રીઓ)ના ક્લાસમાં અડધી મહિલાઓ છે. (ફાઇલ)

એસ્ટ્રોનોટ બનવા ઇચ્છતી હતી હિલેરી ક્લિન્ટન


- અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટર ઘણીવાર પોતાના પુસ્તક અને સ્પીચમાં આ વાતનો ઉલ્લેખ કરી ચૂકી છે કે, તે હંમેશાથી એસ્ટ્રોનોટ બનીને ચંદ્ર પર જવા ઇચ્છતી હતી. 
- જો કે, 1961માં 14 વર્ષની ઉંમરે જ્યારે તેઓએ આ માટે NASAને લેટર લખ્યો તો NASAએ જવાબમાં લખ્યું કે, તેઓ યુવતીઓ અને મહિલાઓને એસ્ટ્રોનોટ તરીકે નથી લઇ જઇ રહ્યા. 

 

X
1983માં NASAએ સેલી રાઇડ નામની અમેરિકન મહિલાને પહેલીવાર સ્પેસ મોકલી હતી. (ફાઇલ)1983માં NASAએ સેલી રાઇડ નામની અમેરિકન મહિલાને પહેલીવાર સ્પેસ મોકલી હતી. (ફાઇલ)
2013માં પણ નાસાએ જાહેર કર્યુ હતું કે, 8 એસ્ટ્રોનોટ્સ (અંતરિક્ષ યાત્રીઓ)ના ક્લાસમાં અડધી મહિલાઓ છે.  (ફાઇલ)2013માં પણ નાસાએ જાહેર કર્યુ હતું કે, 8 એસ્ટ્રોનોટ્સ (અંતરિક્ષ યાત્રીઓ)ના ક્લાસમાં અડધી મહિલાઓ છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App