નાસા બનાવશે સુપરસોનિક પેસેન્જર પ્લેન, ન્યૂયોર્કથી દિલ્હી 7 કલાકમાં પહોંચાડશે

સુપરસોનિક વિમાનની મહત્તમ સ્પીડ 1592 કિમી/કલાક અંદાજિત રહેશે

divyabhaskar.com | Updated - Apr 04, 2018, 04:44 PM
લોકહીડ માર્ટિન 2016માં જ પ્લેનની ડિઝાઇન તૈયાર કરી ચૂક્યા છે. (ફાઇલ)
લોકહીડ માર્ટિન 2016માં જ પ્લેનની ડિઝાઇન તૈયાર કરી ચૂક્યા છે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાની સ્પેસ એજન્સી નાના હવે લોકહીડ માર્ટિન કંપનીની સાથે મળી અવાજથી પણ વધુ તેજ ઉડતું (સુપરસોનિક) પેસેન્જર પ્લેન બનાવવા જઇ રહી છે. આ વિમાનની ખાસિયત એ રહેશે કે, આટલી સ્પીડ છતાં તે બિલકુલ અવાજ (સુપરસોનિક બૂમ) નહીં કરે. અત્યાર સુધી સુપરસોનિક ટેક્નિક માત્ર ફાઇટર પ્લેન્સમાં જ જોવા મળતી હતી. જો કે, નાસા પેસેન્જર પ્લેનમાં પણ પહેલીવાર આ પ્રયોગ કરવા ઇચ્છે છે.

પ્રોજેક્ટમાં ખર્ચ થશે 1600 કરોડ રૂપિયા


- નાસાએ આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે લોકહીડ માર્ટિન પર પસંદગી ઉતારી છે. આ માટે નાસાએ કંપનીને 247.5 મિલિયન ડોલર્સ (અંદાજિત 1600 કરોડ રૂપિયા)નો કોન્ટ્રાક્ટ પણ આપ્યો છે.

2016માં તૈયાર થઇ હતી ડિઝાઇન


- રિપોર્ટ્સ અનુસાર, એક કોન્ટ્રાક્ટ હેઠળ લોકહીડ માર્ટિને 2016માં જ આ વિમાનની ડિઝાઇન તૈયાર કરી લીધી હતી. વિમાનની લંબાઇ 94 ફૂટની આસપાસ હશે. જ્યારે વિંગસ્પાન (પંખાનો ઘેરાવ) અંદાજિત 29.5 ફૂટ હશે.
- ડિઝાઇનના હિસાબે તેનું વજન અન્ય પેસેન્જર પ્લેનની સરખામણીએ હળવું, અંદાજિત 32 હજાર પાઉન્ડ્સ રહેશે.

2021માં થશે પહેલી ટેસ્ટ ફ્લાઇટ


- લોકહીડ માર્ટિન નાસાને 20121ના અંત સુધી વિમાનનું એક પ્રોટોટાઇપ બનાવીને ડિલિવર કરશે. નિયમો અનુસાર, હાલ દુનિયાના મોટાંભાગના દેશોમાં સુપરસોનિક ફ્લાઇટ્સનો અવાજ વધારે હોવાના કારણે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
- જો કે, ટેસ્ટ ફ્લાઇટથી નાસા એ જાણવાની કોશિશ કરશે કે સુપરસોનિક ટેક્નિકથી નાગરિકોને અવાજની હાજરીનો કેટલો ખ્યાલ આવે છે.
- એક અંદાજ મુજબ, આ વિમાનનું ટેસ્ટિંગ અંદાજિત 2025 સુધી ચાલશે, ત્યારબાદ તેનો ડેટા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (આઇસીઓ)ને મોકલશે અને કોમર્શિયલ સુપરસોનિક ફ્લાઇટ્સના નિયમોમાં સંશોધન કરવાની અપીલ પણ કરશે.

જમીનથી 10 માઇલ ઉપર 1512 કિમી/કલાકની ઝડપ


- ઉલ્લેખનીય છે કે, હાલ કોઇ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટને ન્યૂયોર્કથી દિલ્હી (11476 કિલોમીટર)નું અંતર કાપવામાં ઓછામાં ઓછા 13થી 14 કલાકનો સમય લાગે છે.
- જો કે, પેસેન્જર પ્લેનમાં સુપરસોનિક ટેક્નિક આવી જવાથી અંતર માત્ર 7 કલાકમાં જ કાપી શકાશે.
- રિપોર્ટ અનુસાર, લોકહીડ માર્ટિન વિમાનની સ્પીડ અંદાજિત 1500 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રાખશે. સાથે જ તે જમીનથી 10 માઇલ (55 હજાર ફૂટ)ની મહત્તમ ઉંચાઇ સુધી ઉડી શકે છે.

પ્રથમ મ્યૂટ પેસેન્જર પ્લેન


- આ વિમાનની ખાસિયત એ રહેશે કે, ઝડપી હોવા છતાં તે અવાજ નહીં કરે. સામાન્ય રીતે કોઇ પ્લેન આકાશમાં ઓછી ઉંચાઇ પર ઉડે છે તો તેનો અવાજ જમીન પર સંભળાય છે.
- વૈજ્ઞાનિકો અનુસાર, આકાશથી એક્સ-પ્લેન પસાર થવા પર એટલો જ અવાજ આવશે, જેટલો કારનો દરવાજો બંધ કરતી વખતે આવે છે.

લોકહીડ માર્ટિન 20121માં નાસાને આપશે સુપરસોનિક વિમાનનો પ્રોટોટાઇપ (ફાઇલ)
લોકહીડ માર્ટિન 20121માં નાસાને આપશે સુપરસોનિક વિમાનનો પ્રોટોટાઇપ (ફાઇલ)
X
લોકહીડ માર્ટિન 2016માં જ પ્લેનની ડિઝાઇન તૈયાર કરી ચૂક્યા છે. (ફાઇલ)લોકહીડ માર્ટિન 2016માં જ પ્લેનની ડિઝાઇન તૈયાર કરી ચૂક્યા છે. (ફાઇલ)
લોકહીડ માર્ટિન 20121માં નાસાને આપશે સુપરસોનિક વિમાનનો પ્રોટોટાઇપ (ફાઇલ)લોકહીડ માર્ટિન 20121માં નાસાને આપશે સુપરસોનિક વિમાનનો પ્રોટોટાઇપ (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App