નાસા / 90 દિવસ માટે મંગળ પર મોકલેલાં ઓપર્ચ્યુનિટી રોવરની સફર પૂરી, 15 વર્ષ સુધી સેવા આપી

opportunity to rove on Mars as mark completion of a successful mission that exceeded our expectations
X
opportunity to rove on Mars as mark completion of a successful mission that exceeded our expectations

  • 2004માં ઓપર્ચ્યુનિટીને લોન્ચ કરવામાં આવ્યું હતું, તેને એક કિમી ચાલવાનું હતું, તેની જગ્યાએ 45 કિમી ચાલ્યું
  • આઠ મહિનાથી બંધ પડ્યું હતું, 800 વાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો

divyabhaskar.com

Feb 14, 2019, 12:06 PM IST

ન્યૂયોર્ક: મંગળ ગ્રહના રહસ્યો જાણવા માટે મોકલવામાં આવેલા રોવર ઓપર્ચ્યુનિટીની સફર બુધવારે પૂરી થઈ ગઈ છે. બુધવારે નાસાની આ વિશે જાહેરાત કરી છે. 2004માં તેને માત્ર ત્રણ મહિનાના અભિયાન પર મંગળ ગ્રહ પર એક કિમીની મુસાફરી કરવા માટે મોકલવામાં આવ્યું હતું. જોકે આ ઉપગ્રહે 15 વર્ષ સુધી સેવા આપી.

1. વાવાઝોડાના કારણે થયું નુકસાન
મંગળ ગ્રહ પર ગયા વર્ષે જૂન મહિનામાં રેતીનું વાવાઝોડું આવ્યું હતું. તેના કારણે એપોર્ચ્યુનિટીના ટ્રાન્સમિશન પર ખરાબ અસર થઈ હતી. નાસાના એડમિનિસ્ટ્રેટર જિમ બ્રિડેંસ્ટાઈને ટ્વિટ કરીને જણાવ્યું કે, રોવર સાથે સંપર્ક કરવાનો 800 વખત પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ સંપર્ક થઈ શકતો નથી. તેથી હવે તેને મૃત જાહેર કરવામાં આવે છે. તે આઠ મહિનાથી બંધ પડ્યું છે.
મિશનના પ્રોજેક્ટ મેનેજર જોન કલ્લાસે કહ્યું કે, રોવરને ગુડબાય કહેવું દુ:ખદ છે. પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે તે 15 વર્ષોનું અવિશ્વસનીય એડવેન્ચર છે.
આ રોવરને મંગળની ભૂમિ પર એક કિમીની યાત્રા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે તેણે 45 કિમીનું અંતર કાપ્યું છે. અપોર્ચ્યુનિટી અને આ પહેલાનું ટ્વિન રોવર સ્પિરિટે એ વાતનો પુરાવો આપ્યો છે કે, મંગળગ્રહ પર એક સમયે પાણી વહેતું હતું. અહીં સુક્ષ્મજીવો રહી શકે તેવી સંભાવના છે.
4. અત્યારે ક્યૂરોસિટી રોવર મંગળ ગ્રહ પર તપાસ કરી રહ્યું છે
નાસાનું જ ક્યૂરોસિટી રોવર પણ મંગળ ગ્રહના વાતાવરણ અને સત્યતાની તપાસ કરી રહ્યું છે. તાજેતરમાં જ આ રોવરે મંગળગ્રહની જમીનના અમુક નમુના ભેગા કરીને તેનું પરિક્ષણ કર્યું હતું. આ રોવર ઓગસ્ટ 2012માં મંગળ પર પહોંચ્યું હતું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી