2029 સુધી પીએમ પદે રહેશે નરેન્દ્ર મોદીઃ બ્લૂમબર્ગ મીડિયાનો દાવો

ઇન્ટરનેશનલ મીડિયામાંથી ભાજપ માટે એક સુખદ સમાચાર આવ્યા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પથી લોકો સૌથી વધુ નારાજ

divyabhaskar.com | Updated - Mar 20, 2018, 04:08 PM
બ્લૂમબર્ગ મીડિયાના રિપોર્ટ અનુસાર, નરેન્દ્ર મોદી માત્ર 2019 જ નહીં પરંતુ 2029 સુધી વડાપ્રધાન પદે રહી શકે છે. (ફાઇલ)
બ્લૂમબર્ગ મીડિયાના રિપોર્ટ અનુસાર, નરેન્દ્ર મોદી માત્ર 2019 જ નહીં પરંતુ 2029 સુધી વડાપ્રધાન પદે રહી શકે છે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુપી ઉપચૂંટણી પરિણામોમાં ભાજપનો ગઢ પડી ભાંગ્યો કારણ કે તેને હરાવવા માટે તમામ વિરોધી એકજૂથ થયા. ત્યારબાદ ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના તમામ વિરોધી એકસાથે થઇને ચૂંટણી લડશે, જેથી નરેન્દ્ર મોદીને વધુ એક વખત પીએમ બનાવવાથી રોકી શકાય. પરંતુ ઇન્ટરનેશનલ મીડિયામાંથી ભાજપ માટે એક સુખદ સમાચાર આવ્યા છે. બ્લૂમબર્ગ મીડિયાના રિપોર્ટ અનુસાર, નરેન્દ્ર મોદી માત્ર 2019 જ નહીં પરંતુ 2029 સુધી વડાપ્રધાન પદે રહી શકે છે.


પીએમ મોદી ભારતમાં સૌથી વધુ લોકપ્રિય


- બ્લૂમબર્ગ મીડિયા ગ્રુપે વિશ્વના 16 દેશોના નેતાઓનું લિસ્ટ તૈયાર કરીને એક રિપોર્ટ બનાવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, પીએમ મોદી ભારત દેશમાં વધારે લોકપ્રિય છે. તેઓના પ્રશંસક એક 10 વર્ષનો બાળક પણ છે, તો 90 વર્ષના વૃદ્ધ પણ તેઓને પસંદ કરે છે.
- મોદીને લોકો પસંદ કરે છે આ તેમની તાકાત છે, ભાજપને લોકો પસંદ કરે કે ના કરે પરંતુ મોદીને લોકો ચોક્કસથી પસંદ કરે છે અને તેમની વાતો પર ભરોસો કરે છે. જેના કારણે લોકો દેશ કલ્યાણ માટે વધુ એક મોકો આપી શકે છે.


2029 સુધી પીએમ પદે રહેવાની પ્રબળ સંભાવના


- મોદીની 2029 સુધી પીએમ પદે રહેવાની પ્રબળ સંભાવના છે. આવું થયું તો 2019માં પણ તેમના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે. એટલું જ નહીં રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મોદી 2029 સુધી પીએમ પદે રહેશે તેવી પ્રબળ સંભાવનાઓ છે.
- જેનું એક કારણ, તેમની સામે હજુ સુધી દેશમાં કોઇ દમદાર નેતા નથી, જેનો ફાયદો નિશ્ચિત રીતે નરેન્દ્ર મોદીને મળશે.

આગળની સ્લાઇડમાં જાણો, ડોનાલ્ડ ટ્રમ્પથી નારાજ છે લોકો અને અન્ય નેતાઓ વિશેનો રિપોર્ટ...

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રથમ અને અંતિમ કાર્યકાળ હશે.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રથમ અને અંતિમ કાર્યકાળ હશે.

ડોનાલ્ડ ટ્રમ્પથી નારાજ લોકો, શી જિનપિંગ લાંબા સમય સુધી રહેશે સત્તામાં 


- પીએમ મોદી સિવાય રિપોર્ટમાં નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉન, સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ વિશે પણ કહેવામાં આવ્યું છે કે, તેઓ પણ દેશની સત્તા લાંબા સમય સુધી સંભાળી શકે છે. 
- જ્યારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ જનતા વચ્ચે ખાસ લોકપ્રિય નથી તેથી શક્ય છે કે આ તેઓનો પ્રથમ અને અંતિમ કાર્યકાળ હશે. શક્યતાઓ છે કે, તેઓ કાર્યકાળ પણ પુરો નહીં કરી શકે. 
- રશિયામાં ભારે બહુમતથી ચૂંટણીમાં જીત મેળવનાર વ્લાદિમીર પુતિનને 2024માં પદનો ત્યાગ કરવો પડી શકે છે. જ્યારે નેતન્યાહી વિશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેઓનું નામ કૌભાંડોમાં સામેલ છે. 
- જો તેમાં તેઓ દોષી બન્યા તો તેઓના હાથથી સત્તા જઇ શકે છે. 
- આ ઉપરાંત બ્લૂમબર્ગ મીડિયાના રિપોર્ટ અનુસાર, જાપાનના પીએમ શિંજો આબે પણ અનેક આરોપોમાં ઘેરાયેલા છે, એવામાં તેમની સત્તા પાછી આવવી મુશ્કેલ જણાય છે. 

 

X
બ્લૂમબર્ગ મીડિયાના રિપોર્ટ અનુસાર, નરેન્દ્ર મોદી માત્ર 2019 જ નહીં પરંતુ 2029 સુધી વડાપ્રધાન પદે રહી શકે છે. (ફાઇલ)બ્લૂમબર્ગ મીડિયાના રિપોર્ટ અનુસાર, નરેન્દ્ર મોદી માત્ર 2019 જ નહીં પરંતુ 2029 સુધી વડાપ્રધાન પદે રહી શકે છે. (ફાઇલ)
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રથમ અને અંતિમ કાર્યકાળ હશે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રથમ અને અંતિમ કાર્યકાળ હશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App