સેન્ટીનલમાં હત્યાઃ ઇસુના પુનઃજન્મ માટે અમેરિકન પાદરી ચાઉ સેન્ટીનલ આઇલેન્ડ પહોંચ્યો હોવાનો ખુલાસો

divyabhaskar.com

Dec 06, 2018, 02:46 PM IST
ટ્રાઇબ્સ રાઇટ્સ એક્ટિવિસ્ટના જણાવ્યા અનુસાર, ચાઉનો મૃતદેહ હજુ પણ સેન્ટીનલ આઇલેન્ડ પર છે. પરંતુ તેને તેને પરત લાવવા માટેની પ્રક્રિયા ભારતીય ઓફિસરો  માટે કપરી છે.
ટ્રાઇબ્સ રાઇટ્સ એક્ટિવિસ્ટના જણાવ્યા અનુસાર, ચાઉનો મૃતદેહ હજુ પણ સેન્ટીનલ આઇલેન્ડ પર છે. પરંતુ તેને તેને પરત લાવવા માટેની પ્રક્રિયા ભારતીય ઓફિસરો માટે કપરી છે.

- આંદામાનના સેન્ટીનલ આઇલેન્ડ પર વસતા આદિવાસીઓમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા પહોંચેલા અમેરિકન પાદરી જ્હોન એલન ચાઉની 17 નવેમ્બરના રોજ હત્યા થઇ હતી.

- ભારતીય પોલીસ હજુ સુધી ચાઉનો મૃતદેહ પરત લાવવામાં સફળ થઇ નથી.

- ચાઉ જે ગ્રુપનો સભ્ય છે તે લૉઝેન કરારમાં માને છે. આ કરાર અનુસાર, ભગવાન ઇસુ ખ્રિસ્તનો ધરતી પર પુનઃજન્મ થશે, પરંતુ એ પહેલાં આખા વિશ્વમાં તેઓના ઉપદેશોનો ફેલાવો કરવો પડશે.


ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતના આંદામાન-નિકોબારમાં આવેલા સેન્ટીનલ આઇલેન્ડ પર ગયેલા અમેરિકન પાદરી જ્હોન એલન ચાઉની હત્યા અંગે નવો ખુલાસો થયો છે. સેન્ટીનલ આઇલેન્ડ પર અહીંના આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ વિશે માહિતી આપવા ચાઉ 16 નવેમ્બરના રોજ આ આઇલેન્ડ પર પહોંચ્યો હતો. 17 નવેમ્બરના રોજ આદિવાસીઓએ ઝેરી તીર અને ભાલાથી ચાઉની હત્યા કરી દીધી હતી. ચાઉ અમેરિકાના કન્સાસ સિટીના ઓલ નેશન્સ ફેમિલી ગ્રુપમાંથી આવતો હતો. જીવના જોખમે આ આઇલેન્ડ પર ગયેલો ચાઉ ઇસુ ખ્રિસ્તના પુનઃજન્મ અને સાક્ષાત્કાર માટે અહીં પહોંચ્યો હોવાનો ખુલાસો થયો છે.

આંદામાનના હિંસક આદિવાસીઓઃ 60 હજાર વર્ષથી રહે છે એકલાં, બીચ પર રાખે છે સેક્સ સેશન

શું છે ઓલ નેશન્સ ફેમિલી ગ્રુપ ?


- કન્સાસ સિટીમાં આવેલું આ ગ્રુપ એવી માન્યતા ધરાવે છે કે, આખા વિશ્વમાં ઇસુ ખ્રિસ્ત અંગેની જાણકારી આપવાથી તેઓનો પુનઃજન્મ અને સાક્ષાત્કાર થશે.
- ચાઉ પણ આ જ માન્યતા ધરાવતો હોવાના કારણે તેણે આ રિમોટ આઇલેન્ડ પર જવાનું જોખમ ઉઠાવ્યું હતું. એટલું જ નહીં, ચાઉ અગાઉ બે વખત સેન્ટીનલ આઇલેન઼્ડ ગયો હોવાનો પણ ખુલાસો થયો છે.
- ઇસુ ખ્રિસ્તના પુનઃજન્મની માન્યતા ધરાવતું આ ગ્રુપ આખા વિશ્વમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારના કાર્યને ઝડપી બનાવવા ઇચ્છે છે જેથી ઇસુનો સાક્ષાત્કાર પણ ઝડપથી થાય.
- ઇસુનો સાક્ષાત્કાર એક એવી ઘટના છે જેમાં ભગવાન ઇસુ ધરતી પર અવતરણ કરશે અને તેઓના અનુયાયીઓને ભયંકર પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી સ્વર્ગમાં લઇ જશે. ઇસુને જેઓ તારણહાર સ્વીકાર્યા નથી તેવા પાપીઓને તેઓ ધરતી પર જ છોડી દેશે.
- ખ્રિસ્તી ધર્મ અને ભગવાન ઇસુ વિશેની આ ધાર્મિક માન્યતાનો ઉલ્લેખ ઓલ નેશન્સ ગ્રુપના ઇવેન્જેલિકલ મેનિફેસ્ટો 'લૉઝેન કરાર'માં કરવામાં આવ્યો છે.
- આ ગ્રુપના મેમ્બર્સના જણાવ્યા અનુસાર, ચાઉએ સેન્ટીનલ આઇલેન્ડ પર જતા પહેલાં તેના માતાપિતાને ઇમોનશલ પત્ર લખ્યો હતો અને ઓલ નેશન્સ ગ્રુપના મેમ્બર્સને એક બ્લોગ લખ્યો હતો. જેમાં તેણે લૉઝેન કરારના આધારે તારણહાર તરીકે ઇસુના સાક્ષાત્કારની ઘટના ઝડપથી બને તે આઇલેન્ડ પર જવાનું જોખમ ઉઠાવ્યું હતું.

શું છે લૉઝેન કરાર?


- લૉઝેન કરાર 1974માં સ્વિત્ઝર્લેન્ડના લૉઝેનમાં વર્લ્ડ ઇવાનગેલાઇઝેશન બેઠકમાં એકઠાં થયેલા ફર્સ્ટ ઇન્ટરનેશન કોંગ્રેસના સભ્યોએ તૈયાર કર્યો છે.
- આ કરારના 15માં પોઇન્ટ અનુસારઃ 'અમને વિશ્વાસ છે કે, ઇસુ ખ્રિસ્ત ફરી એકવાર જન્મ લેશે, પાપ અને પુણ્ય અંગે પોતાનો નિર્ણય આપશે અને પોતાના અનુયાયીઓના તારણહાર બનશે. તેઓનું પરત આવવાનું વચન, તેઓના ઉપદેશોને વેગ આપે છે. તેઓના સાક્ષાત્કાર પહેલાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે, ઇસુના તમામ ઉપદેશો આખા વિશ્વ સુધી પહોંચે.'

ચર્ચાસ્પદ / શું નિકોબારમાં ખ્રિસ્તી વસતીની બહુમતીથી ખેંચાઇને ચાઉએ જોખમ લીધું હતું?

ચાઉએ ગ્રુપને લખેલા બ્લોગમાં સાક્ષાત્કારનો ઉલ્લેખ કર્યો હતો


- ઓલ નેશન્સ ફેમિલી ગ્રુપના લીડર ડો. મેરી હોએ જણાવ્યું કે, જ્હોન ચાઉ અત્યંત દયાળુ પાદરી હતો, જે વિશ્વના તમામ ખૂણે ભગવાન ઇસુના ઉપદેશો પહોંચડવા ઇચ્છતો હતો. જેથી પુનઃજન્મ વખતે પૃથ્વીના તમામ લોકોને ઉદ્ધાર થાય.
- ચાઉએ સેન્ટીનલ આઇલેન્ડ પહોંચતા પહેલાં તેના માતાપિતાને પત્ર લખ્યો હતો કે, આ યાત્રા દરમિયાન મારું મૃત્યુ થાય તો ભગવાન કે આદિવાસીઓને દોષ ના આપતા.
- હોએ કહ્યું કે, અમે પ્રાર્થના કરીએ છીએ કે, ચાઉનું બલિદાનનું શાશ્ચત પરિણામ મળે. ચાઉએ 2015 અને 2016માં આંદામાન આઇલેન્ડની મુલાકાત લીધી હતી. નવેમ્બરમાં જ્યારે ચાઉએ ત્રીજીવાર સેન્ટીનલ આઇલેન્ડની મુલાકાતનો ઉલ્લેખ કર્યો ત્યારે અહીંના જોખમો અંગે પણ ગ્રુપના સભ્યોએ ચર્ચા કરી હતી.

આંદામાનમાં અમેરિકનની હત્યાઃ હુમલા પહેલાં લખ્યો હતો પત્ર - મારું મોત થાય તો આદિવાસીઓ કે ભગવાન પર ગુસ્સો ના કરતાં!

આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મથી માહિતગાર કરાવવા ચાઉ ગયો હતો


- હોએ જણાવ્યું કે, ચાઉ આ એરિયામાં ઇસુ ખ્રિસ્તના પ્રેમ અને ઉપદેશો અંગે આદિવાસીઓને માહિતી આપવા ગયો હતો. ચાઉની ઇચ્છા હતી કે, તે અહીં આદિવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવો અને લાંબા સમય સુધી તેઓની સાથે જ રહે.
- હોએ ભારત સરકારે ઓગસ્ટ મહિનામાં ચાઉને આ આઇલેન્ડ પર જવાની મંજૂરી આપી હતી, તેથી ચાઉએ કોઇ પણ પ્રકારના કાયદાનો ભંગ કર્યો નથી.
- ચાઉની હત્યા બાદ નવી દિલ્હીના પોલીસી રિસર્ચ સેન્ટરના પ્રોફેસર બ્રહ્મા ચેલેનીએ કહ્યું હતું કે, ચાઉએ ભારતના આદિવાસી અને વન સંરક્ષણ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે.
- ચેલેનીએ વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે, હું અવાર-નવાર આ આઇલેન્ડ પરથી પસાર થયો છે, તેઓ નવા માણસોને જોતાં જ સતર્ક અને હિંસક બની જાય છે. ચાઉને શ્રદ્ધા અને નિસ્તેજ બનવા વચ્ચેનો ભેદ ખબર નથી.


ભારતની પોલીસને ચાઉનો મૃતદેહ હજુ સુધી નથી મળ્યો


- 17 નવેમ્બરના રોજ મોતને ભેટેલા અમેરિકન પાદરી ચાઉનો મૃતદેહ પરત લાવવા માટે આંદામાનની પોલીસે પ્રયત્નો કર્યા હતા. પરંતુ અહીં પોલીસ ગઇ તે સમયે પણ આદિવાસીઓ હિંસક બની ગયા હતા.
- ટ્રાઇબ્સ રાઇટ્સ એક્ટિવિસ્ટના જણાવ્યા અનુસાર, ચાઉનો મૃતદેહ હજુ પણ સેન્ટીનલ આઇલેન્ડ પર છે. પરંતુ તેને તેને પરત લાવવા માટેની પ્રક્રિયા ભારતીય ઓફિસરો માટે કપરી છે.

- ચાઉને આ આઇલેન્ડ પર પહોંચાડનાર માછીમાર સહિત અન્ય 5 લોકોની સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે.

X
ટ્રાઇબ્સ રાઇટ્સ એક્ટિવિસ્ટના જણાવ્યા અનુસાર, ચાઉનો મૃતદેહ હજુ પણ સેન્ટીનલ આઇલેન્ડ પર છે. પરંતુ તેને તેને પરત લાવવા માટેની પ્રક્રિયા ભારતીય ઓફિસરો  માટે કપરી છે.ટ્રાઇબ્સ રાઇટ્સ એક્ટિવિસ્ટના જણાવ્યા અનુસાર, ચાઉનો મૃતદેહ હજુ પણ સેન્ટીનલ આઇલેન્ડ પર છે. પરંતુ તેને તેને પરત લાવવા માટેની પ્રક્રિયા ભારતીય ઓફિસરો માટે કપરી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી