USના પૂર્વી તટ પર ત્રાટકશે વાવાઝોડું ફ્લોરેંસ, 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાશે

તોફાનને કારણે 220 કિમી/કલાકની સ્પીડે હવાઓ ચાલશે.
તોફાનને કારણે 220 કિમી/કલાકની સ્પીડે હવાઓ ચાલશે.
સંકટ સમયે રાહત કામગીરી માટે સેનાની ગાડિઓને તૈયાર કરાવવામાં આવી રહી છે
સંકટ સમયે રાહત કામગીરી માટે સેનાની ગાડિઓને તૈયાર કરાવવામાં આવી રહી છે
તોફાન પહેલાં નોર્થ કેરોલિનામાં જરૂરિયાતનો સામાન ભેગો કરવામાં આવી રહ્યો છે
તોફાન પહેલાં નોર્થ કેરોલિનામાં જરૂરિયાતનો સામાન ભેગો કરવામાં આવી રહ્યો છે

અમેરિકાના પૂર્વી કાંઠે ગુરૂવારે હરિકેન (વાવાઝોડુ) ફ્લોરેંસ ત્રાટકી શકે છે. સાઉથ કેરોલિના સરકારે 10 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાના આદેશ આપ્યાં છે. તોફાનને કારણે 220 કિમી/કલાકની સ્પીડે હવાઓ ચાલશે.

Divyabhaskar.com

Sep 11, 2018, 11:27 AM IST

વોશિંગટનઃ અમેરિકાના પૂર્વી કાંઠે ગુરૂવારે હરિકેન (વાવાઝોડું) ફ્લોરેંસ ત્રાટકી શકે છે. સાઉથ કેરોલિના સરકારે 10 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાના આદેશ આપ્યાં છે. તોફાનને કારણે 220 કિમી/કલાકની સ્પીડે હવાઓ ચાલશે. નોર્થ કેરોલિનાના જાણીતા પર્યટક સ્થળ આઉટર બેંક્સ સહિત અનેક સ્થાનો ખાલી કરાવવામાં આવ્યાં છે.

સાઉથ કેરોલિનાના ગર્વનર હેનરી મેકામાસ્ટરના જણાવ્યા મુજબ- આ ઘણું જ શક્તિશાળી હરિકેન છે. અમે કોઈ જ ખતરો નથી લેવા માંગતા. કાંઠાના વિસ્તારોના લોકોને બહાર કાઢવા સ્વૈચ્છિક નહીં જરૂરી છે.

વર્જીનિયામાં કટોકટી


- ફ્લોરેંસની કેટેગરી 4 ગણાવવામાં આવી છે. જે છેલ્લાં દશ વર્ષમાં સૌથી શક્તિશાળી વાવાઝોડું હોય શકે છે. વાવાઝોડાને પગલે ભારે વરસાદ અને પૂરની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. નેશનલ હરિકેન સેન્ટર મુજબ, હરિકેન ફ્લોરેંસ મંગળવારે અને બુધવારે બરમુડા અને બહામાસમાંથી પસાર થશે. તોફાન પશ્ચિમની તરફ 20 કિમી/કલાકની સ્પીડે આગળ વધી રહ્યું છે અને ધીમે ધીમે મજબૂત થઈ રહ્યું છે.

ટ્રમ્પે રેલી રદ કરી


- ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું- "ફ્લોરેંસ ઘણું જ ખતરનાક સાબિત થઈ શકે છે. અધિકારીઓની જવાબદારી છે કે વાવાઝોડાને રસ્તે આવતાં લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવે. નોર્થ અને સાઉથ કેરોલિના સહિત સમગ્ર પૂર્વી તટ પર રહેતાં લોકોને તોફાનથી ખતરો છે. સુરક્ષાના તમામ ઉપાય જરૂરી છે."
- ટ્રમ્પે તોફાનને કારણે શુક્રવારે મિસીસિપીમાં થનારી રેલી રદ કરી દીધી છે. હરિકેન કેટરીના કેટેગરી 3નું તોફાન હતું જે ઓગસ્ટ 2005માં ગલ્ફ કોસ્ટ સાથે અથડાયું હતું. એક અનુમાન મુજબ કેટરીનાથી 1,833 લોકોના જીવ ગયા હતા.

X
તોફાનને કારણે 220 કિમી/કલાકની સ્પીડે હવાઓ ચાલશે.તોફાનને કારણે 220 કિમી/કલાકની સ્પીડે હવાઓ ચાલશે.
સંકટ સમયે રાહત કામગીરી માટે સેનાની ગાડિઓને તૈયાર કરાવવામાં આવી રહી છેસંકટ સમયે રાહત કામગીરી માટે સેનાની ગાડિઓને તૈયાર કરાવવામાં આવી રહી છે
તોફાન પહેલાં નોર્થ કેરોલિનામાં જરૂરિયાતનો સામાન ભેગો કરવામાં આવી રહ્યો છેતોફાન પહેલાં નોર્થ કેરોલિનામાં જરૂરિયાતનો સામાન ભેગો કરવામાં આવી રહ્યો છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી