ટ્રમ્પ વિરૂદ્ધ મારાં સ્ટાફે લેખ નથી લખ્યો, હું લાઇ ડિટેક્ટર ટેસ્ટ માટે તૈયારઃ US વાઇસ પ્રેસિડન્ટ

આ અંગે જેટલાં પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે, તે તમામ ખોટાં છે: માઇક પેન્સ

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 01:15 PM
માઇક પેન્સે ઇન્ટરવ્યુમાં કહ્યું કે, હું મારાં સ્ટાફને ઓળખું છું, તેઓ આવું ક્યારેય ના કરી શકે. (તસવીરઃ ડોનાલ્ડ ટ્રમ્પ અને માઇક પેન્સ)
માઇક પેન્સે ઇન્ટરવ્યુમાં કહ્યું કે, હું મારાં સ્ટાફને ઓળખું છું, તેઓ આવું ક્યારેય ના કરી શકે. (તસવીરઃ ડોનાલ્ડ ટ્રમ્પ અને માઇક પેન્સ)

- ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે કહ્યું કે, હું લાઇ ડિટેક્ટર ટેસ્ટ માટે તૈયાર છું
- પેન્સે કહ્યું કે, હું જાણું છું કે, મારાં ઓફિસર આવું ના કરી શકે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇસ પેન્સે રવિવારે કહ્યું કે, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વની ટીકા કરનારા ન્યૂયોર્ક ટાઇમ્સનો લેખ તેના સ્ટાફે નથી લખ્યો. તેણે કહ્યું કે, હું આ માટે સો ટકા આશ્ચસ્ત છું. હું તેના માટે લાઇ ડિટેક્ટર ટેસ્ટથી પસાર થવા માટે પણ તૈયાર છું. હકીકતમાં, થોડાં દિવસ પહેલાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનથી જોડાયેલા એક ઓફિસરે ન્યૂયોર્ક ટાઇમ્સમાં 'આઇ એમ પાર્ટ ઓફ રેજિસ્ટન્સ ઇનસાઇડ ધ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન' નામથી લેખ લખ્યો હતો. ઓફિસરે પોતાના નામનો ખુલાસો નથી કર્યો.


મારાં સ્ટાફ પર લાગેલા આરોપ યોગ્ય નહીં


- માઇક પેન્સે ઇન્ટરવ્યુમાં કહ્યું કે, હું આ વાતની ગેરન્ટી લઉં છું કે, ઉપરાષ્ટ્રપતિ સ્ટાફના કોઇ ઓફિસર તેમાં સામેલ નથી. હું મારાં લોકોને ઓળખું છું. તમામ ઓફિસર પ્રેસિડન્ટ ટ્રમ્પ દ્વારા દેશના લોકો માટે કરવામાં આવતા કામોને આગળ લઇ જવામાં પ્રયત્નશીલ છે.
- આ અંગે જેટલાં પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે, તે તમામ ખોટાં છે.

સટોડિયાએ પેન્સના નામે દાવ લગાવવાનો શરૂ કર્યો


- બે દિવસ બાદ અમેરિકામાં સટોડિયાઓએ અધિકારીના નામને લઇ દાવ લગાવવાનું શરૂ કરી દીધું છે. તેમાં ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ પર સૌથી વધુ શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
- અમેરિકાના રાજકીય નિષ્ણાતોનું પણ માનવું છે કે, આ લેખના લેખક પેન્સ જ હોઇ શકે છે. તેની પાછળનું કારણ આ લેખને લખનારાની ઓળખ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એક વરિષ્ઠ અધિકારી તરીકે સામે આવી રહી છે.

ટ્રમ્પે આપ્યા છે તપાસના આદેશ


- અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઇમ્સમાં પોતાના વિરૂદ્ધ છાપેલા લેખની તપાસના આદેશ આપ્યા હતા. તપાસની જવાબદારી ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના એટર્ની જનરલ જેફ સેશન્સને સોંપવામાં આવી છે.
- ટ્રમ્પે કહ્યું કે, જેફ તે લેખક (અનામ ઓફિસર)ને સામે લાવશે, જેણે દેશની સુરક્ષા સાથે રમત કરી છે.

X
માઇક પેન્સે ઇન્ટરવ્યુમાં કહ્યું કે, હું મારાં સ્ટાફને ઓળખું છું, તેઓ આવું ક્યારેય ના કરી શકે. (તસવીરઃ ડોનાલ્ડ ટ્રમ્પ અને માઇક પેન્સ)માઇક પેન્સે ઇન્ટરવ્યુમાં કહ્યું કે, હું મારાં સ્ટાફને ઓળખું છું, તેઓ આવું ક્યારેય ના કરી શકે. (તસવીરઃ ડોનાલ્ડ ટ્રમ્પ અને માઇક પેન્સ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App