માઈક્રોસોફ્ટનો દાવો- નકલી વેબસાઇટથી USAની રાજકીય સંસ્થામાં જાસૂસી કરે છે રશિયા

રશિયાએ માઈક્રોસોફ્ટના આરોપને પાયાવિહોણાં ગણાવ્યાં. રશિયાના અધિકારીઓએ કહ્યું કે માઈક્રોસોફ્ટ પોલિટિકલ ગેમ રમી રહી છે.

Divyabhaskar.com | Updated - Aug 21, 2018, 06:14 PM
માઈક્રોસોફ્ટનો દાવો- નકલીબ વે
માઈક્રોસોફ્ટનો દાવો- નકલીબ વે

સાન ફ્રાંસિસ્કો રશિયાની ગુપ્તચર એજન્સીએ અમેરિકાના રાજકીય સંસ્થાનોની જાસૂસી માટે છ નકલી વેબસાઇટ બનાવી છે. આ ખુલાસો માઈક્રોસોફ્ટે કર્યો. કંપનીએ દાવો કર્યો કે સોમવારે રાત્રે ડિજિટલ ક્રાઈમ યુનિટને આ વેબસાઇટ અંગે જાણકારી મળી, જે બાદ તેઓએ તેને નિષ્ક્રિય કરી દીધી.

માઈક્રોસોફ્ટ મુજબ, રશિયાની સરકારના સમર્થની એક હેકિંગ ગ્રુપે આ વેબસાઇટ બનાવી, જેનો હેતુ સંસદના કોમ્પ્યુટર હેક કરવાનો હતો. તો રશિયાએ માઈક્રોસોફ્ટના આરોપને પાયાવિહોણાં ગણાવ્યાં. રશિયાના અધિકારીઓનું કહેવું છે કે માઈક્રોસોફ્ટ પોલિટિકલ ગેમ રમી રહી છે. આ પ્રોઈવેટ કંપની વકીલની જેમ કામ કરી રહી છે.

એપીટી હેકિંગ ગ્રુપ સક્રિય


- સોફ્ટવેર કંપનીના જણાવ્યા મુજબ, આ ષડયંત્રમાં એપીટી 28 હેકિંગ ગ્રુપનું નામ સામે આવ્યું છે, જેનું કનેકશન રશિયાની ગુપ્તચર એજન્સી સાથે છે.
- માઈક્રોસોફ્ટે જણાવ્યું કે તમામ નકલી વેબસાઇટ થોડાં મહિના પહેલાં જ બનાવવામાં આવી હતી.
- મહત્વપૂર્ણ છે કે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ અનેક વખત કહિ ચુક્યાં છે કે નવેમ્બર 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન વોટર્સને પ્રભાવિત કરવાના સૌથી વધુ પ્રયાસ કરવામાં આવ્યાં. તે વખતે પણ આ જ હેકિંગ ગ્રુપનું નામ સામે આવ્યું હતું.

હડસન ઇન્સ્ટિટ્યૂટ પર હતી નજર


- કંપનીના અધિકારીઓએ અમેરિકના અખબાર વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું કે રશિયા દ્વારા ચલાવવામાં આવતી આ વેબસાઇટના નિશાને હડસન ઈન્સ્ટિટ્યૂટ હતી, જે અમેરિકાનું રાજકીય ગઢ છે. જેમાં ત્રણ વેબસાઇટ અમેરિકાના સાંસદ પર નજર રાખતી હતી અને એક ગેર રાજકીય વેબસાઇટ માઈક્રોસોફ્ટની ઓનલાઈન પ્રોડક્ટની પ્રવૃતિઓને ટ્રેક કરતી હતી. આ ઉપરાંત બાકી વેબસાઇટ રશિયાની પ્રવૃતિ પર નજર રાખનાર વોશિંગ્ટન થિંક ટેંક અને ઈન્ટરનેશનલ રિપબ્લિકન ઇન્સ્ટિટ્યૂટની જાસૂસી કરી રહી હતી.

ગુપ્તચર એજન્સીએ સતત આપી ચેતવણી


- માઈક્રોસોફ્ટના જણાવ્યા મુજબ, હાલ એવાં કોઈ પુરાવા નથી મળ્યાં, જેનાથી એવી માહિતી મળે કે આ નકલી વેબસાઇટનો ઉપયોગ કોઈ પ્રકારનાં હુમલામાં કરવામાં આવ્યો હોય. જો કે આ વેબસાઇટ કોમ્પ્યુટર્સમાં માલવેયર સહેલાયથી નાંખી શકતી હતી. અમેરિકી ગુપ્તચર એજન્સીએ આવનારી ચૂંટણીઓમાં રશિયાની પ્રવૃતિઓ તેજ થશે તેવી ચેતવણી આપી હતી, જે બાદ માઈક્રોસોફ્ટે આ પગલું ઉઠાવ્યું હતું.

અત્યારસુધી 84 વેબસાઈટ નિષ્ક્રિય કરી ચુક્યું છે માઈક્રોસોફ્ટ


- ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીની જેમ રશિયા એક વખત ફરી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવૃતિઓને મહત્વ આપી રહ્યું છે. આ ઉપરાંત થોડાંક સમય પહેલાં ફેસબુકે પણ એક ઈન્ટરનેટ રિસર્ચ એજન્સી કંપનીના 32 નકલી એકાઉન્ટ અને પેજ બ્લોક કર્યાં હતા. તો માઈક્રોસોફ્ટે પણ 2016થી અત્યારસુધીમાં એપીટી 28 હેકિંગ ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી 84 વેબસાઇટને નિષ્ક્રિય કરી છે.

X
માઈક્રોસોફ્ટનો દાવો- નકલીબ વેમાઈક્રોસોફ્ટનો દાવો- નકલીબ વે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App