ધરપકડ / US: માઇનોર યુવતીઓને પોતાની વિટામિન કહેનાર કુખ્યાત ડ્રગ લોર્ડ 'અલ ચાપો' દોષિત

મંગળવારે જ્યૂરીએ 11 અઠવાડિયા સુધી તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય સંભળાવ્યો હતો.
મંગળવારે જ્યૂરીએ 11 અઠવાડિયા સુધી તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય સંભળાવ્યો હતો.
X
મંગળવારે જ્યૂરીએ 11 અઠવાડિયા સુધી તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય સંભળાવ્યો હતો.મંગળવારે જ્યૂરીએ 11 અઠવાડિયા સુધી તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય સંભળાવ્યો હતો.

  • ચેપો પર આરોપ હતો કે, શક્તિશાળી સિનાલોઆ ડ્રગ કાર્ટેલ પાછળ તેનો હાથ છે.
  • સીબીએસ ન્યૂઝ અનુસાર, ગૂસમેન કોર્ટમાં એક કાળો સૂટ, જેકેટ અને ટાઇ પહેરીને હાજર થયો હતો.

divyabhaskar.com

Feb 13, 2019, 05:04 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ મેક્સિકોના ડ્રગ માફિયા ખ્વાકિન અલ ચેપો ગૂસમેનને ન્યૂયોર્કની એક ફેડરલ કોર્ટમાં ડ્રગ હેરફેરના કેસમાં 10 અલગ અલગ આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. 61 વર્ષીય ગૂસમેનને કોકેઇન અને હેરોઇનની તસ્કરી, ગેરકાયદે રીતે હથિયાર રાખવા અને મની લોન્ડ્રિંગ જેવા અનેક મામલે દોષી ઠેરવ્યો છે. હવે આ મામલે સજાની સુનાવણી બાકી છે. 

 

અલ ચેપોની મેક્સિકોની જેલમાંથી સુરંગ બનાવીને ભાગ્યા બાદ જાન્યુઆરી 2016માં ધરપકડ કરવામાં આવી હતી. 2017માં તેને અમેરિકાને પ્રત્યર્પિત કરવામાં આવ્યો હતો. ચેપો પર આરોપ હતો કે, શક્તિશાળી સિનાલોઆ ડ્રગ કાર્ટેલ પાછળ તેનો હાથ છે અને તે અમેરિકામાં ડ્રગ્સનો સૌથી મોટો સપ્લાયર છે. 

બાળપણમાં જ તસ્કરીની બારીકાઇ શીખ્યો

1. કોર્ટમાં શું થયું?
મંગળવારે જ્યૂરીએ 11 અઠવાડિયા સુધી તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય સંભળાવ્યો હતો. નિર્ણય સાંભળતી વખતે તેના ચહેરા પર કોઇ ભાવ નહતો. સીબીએસ ન્યૂઝ અનુસાર, ગૂસમેન કોર્ટમાં એક કાળો સૂટ, જેકેટ અને ટાઇ પહેરીને હાજર થયો હતો. જ્યારે તે કોર્ટરૂમમાંથી બહાર આવ્યા તો પોતાના વકીલો સાથે હાથ મિલાવતા પહેલાં તેણે તેની પત્ની અને પૂર્વ બ્યૂટી ક્વીન એમા કોરનેલ સાથે નજર મિલાવી. 
2. કોણ છે અલ ચેપો?
ખ્વાકીન ગૂસમેનનો જન્મ 1957માં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તે અફીણ અને ગાંજાના ખેતરોમાં કામ કરતો હતો, અહીંથી જ તેણે ડ્રગ્સ તસ્કરી શીખી. ત્યારબાદ તે ધ ગોડફાધરના નામથી ચર્ચિત અને શક્તિશાળી ગ્વાડાલાજરા કાર્ટેલના પ્રમુખ મિગેલ એન્જલ ફેલિક્સ ગેલાર્ડાના ચેલા બન્યો, તસ્કરીની બારીકાઇ શીખ્યો.   
5 ફૂટ 6 ઇંચ લાંબા ગૂસમેનને અલ ચેપો એટલે કે, ઠીંગણો વ્યક્તિ પણ કહેવામાં આવે છે. તે 1980ના દાયકામાં ઉત્તર-પશ્ચિમ મેક્સિકોમાં પ્રભાવશાળી સિનાલોઆ કાર્ટેલના પદ સુધી પહોંચી ગયો હતો. આ અમેરિકાને ડ્રગ્સ હેરાફેરી કરનાર સૌથી મોટું ગ્રૂપ બની ગયું અને વર્ષ 2009માં ફોર્બ્સ પત્રિકાએ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 701માં નંબરે ગૂસમેનને સામેલ કર્યો. તે સમયે તેની કુલ સંપત્તિ અંદાજિત 70 અબજ રૂપિયા હતી.
અલ પાસો સામે સેંકડો ટન કોકેઇનની તસ્કરીમાં મદદ કરવાનો પણ આરોપ છે. સાથે જ હેરોઇન અને મારીજૂઆનાના ઉત્પાદન અને તસ્કરીના કાવતરાંનો પણ આરોપ છે. એક પૂર્વ લેફ્ટિનન્ટ સહિત અલ ચેપોના પ્રમુખ સહયોગીઓએ તેના વિરૂદ્ધ પુરાવાઓ આપ્યા છે. 
5. સિનાલોઆ કાર્ટેલ શું છે?
સિનાલોઆ મેક્સિકોનું એક ઉત્તર-પશ્ચિમ પ્રાંત છે અને તેના પર સિનાલોઆ કાર્ટેલનું નામ પડ્યું છે. ગૂસમેનના આદેશ પર આ કાર્ટેલે અનેક પ્રતિદ્વંદ્વિ ડ્રગ તસ્કરી ગ્રૂપનો સફાયો કર્યો અને અમેરિકાને ડ્રગ મોકલનાર સૌથી મોટું નેટવર્ક બની ગયું. અમેરિકન કોંગ્રેસમાં જુલાઇ 2018માં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર, આ કાર્ટેલ વાર્ષિક ત્રણ અબજ ડોલર સુધીની કમાણી કરે છે. રિપોર્ટ અનુસાર, આ ગેંગનો પ્રભાવ ઓછામાં ઓછો 50 દેશોમાં છે. જો કે, હાલના વર્ષોમાં આ કાર્ટેલને અનેક પ્રતિદ્વંદ્વિ ગેંગો પાસેથી પડકારો પણ મળે છે અને સવાલ ઉઠાવ્યો છે કે, શું હવે કાર્ટેલનો પ્રભાવ ઘટી રહ્યો છે?   
6. યુવતીઓને કહેતો હતો વિટામિન
નાર્કો ટેરરિઝ્મ અને અમેરિકામાં ડ્રગ્સ અંડરવર્લ્ડનું બીજુ નામ ગણાતા અલ ચાપોની ગેંગ એટલે સીનાલોઆ કાર્ટલે છેલ્લાં બે-અઢી દાયકાઓમાં સેંકડો હત્યા કરી. એક સીનાલોએ આકાર્ટેલનો બિઝનેસ ફેલાવી રહ્યો હતો તો બીજી તરફ દુશ્મની વધી રહી હતી. 
ધરપકડ થયા બાદ ટ્રાયલ દરમિયાન ડ્રગ્સ માફિય જોકીન અલ ચાપો ગજમનની વધુ કાળી કરતૂતો વિશે નવા ખુલાસાઓ થયા. લાંબા સમય સુધી અલ ચાપો સાથે રહેલા સાથી અનુસાર, છૂપાવેશ દરમિયાન પણ તેણે અનેક માઇનોર યુવતીઓનો રેપ કર્યો હતો અને તે આ યુવતીઓને પોતાની વિટામિન ગણાવતો હતો, જે તેને જીવન આપતી હતી. 
ટ્રાયલ દરમિયાન એલેક્સ સિફ્યુએન્ટિસ નામના એક સાક્ષીએ ખુલાસો કર્યો કે, કોમરેડ મારિયા નામની એક મહિલા નિયમિત રીતે અલ ચાપોના સંપર્કમાં રહેતી હતી. તે માઇનોર યુવતીઓમાં (જેમાંથી કેટલીકની ઉંમર 13 વર્ષ પણ હતી)ના ફોટોગ્રાફ ડ્રગ્સ માફીયાને મોકલીને તેમાંથી કોઇ એકને પસંદ કરવાનું કહેતી હતી. આ યુવતીઓને પહાડીઓ પર આવેલા પોતાના સિક્રેટ ઠેકાણાંઓ સુધી પહોંચાડવા માટે અલ ચાપો અંદાજિત 3 લાખ રૂપિયા (પ્રતિ યુવતી) ચૂકવતો હતો. સિફ્યૂએન્ટિસે પોતાની જુબાની દરમિયાન કબૂલાત કરી કે, અલ ચાપો લાંબા સમય સુધી મેક્સિકો પોલીસથી છૂપવા માટે કેલિફોર્નિયાના પહાડોમાં કેમ્પ લગાવીને રહેતો હતો. તે આ સમયે પણ તેની સાથે હતો.  
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી