1

Divya Bhaskar

Home » International News » America » Inside Story of Facebook Data leak about Mark Zuckerbergs post

Inside Story: માર્કને FB ડેટાના ખોટા ઉપયોગ વિશે 3 વર્ષથી જાણ હતી?

Divyabhaskar.com | Last Modified - Mar 23, 2018, 06:45 PM IST

ફેસબુકે 2015માં જ પોતાની પ્રાઈવેસી પોલિસીમાં બદલાવ કરીને થર્ડ પાર્ટી ડેવલપર પર પ્રતિબંધ લગાવ્યો હતો

 • Inside Story of Facebook Data leak about Mark Zuckerbergs post
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  Inside Story: માર્કને FB ડેટાના ખોટા ઉપયોગ વિશે 3 વર્ષથી જાણ હતી?

  ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાંચ કરોડ યુઝર્સના ફેસબુક ડેટા લીક મામલાની આંચ વિશ્વના અનેક દેશોમાં અનુભવાઈ રહી છે. ભારતની ચેતવણી અને ફેસબુક CEO ઝુકરબર્ગની માફી પછી હવે દરરોજ નવી વાતો સામે આવી રહી છે. કેમ્બ્રિજ એનાલિટિકાના પૂર્વ કર્મચારી અને હવે વ્હિસલ બ્લોઅર ક્રિસ્ટોફર વાયલીએ ફરી એકવખત સોશિયલ મીડિયાના ખોટા સમાચારની શક્તિને ઉજાગર કર્યા છે. માર્કેટ શેરના ઘટતાં ભાવોની વચ્ચે મામલાને સંભાળતા માર્ક ઝુકરબર્ગ ખુલીને સામે આવ્યાં બાદ અને પોતાની ભૂલ કબુલ્યાં બાદ આ બે સવાલ ઉઠે છે.

  1. શું ઝુકરબર્ગ છેલ્લાં 3 વર્ષથી જાણતા હતા કે ફેસબુક યુઝર્સનો પર્સનલ ડેટા ખોટા હાથોમાં પડ્યો છે?
  અને
  2. ફેસબુક CEOએ માત્ર 4 જ દિવસોમાં કેમ માની લીધું કે ભૂલ ફેસબુકની છે?

  જવાબ શોધવામાં બે ક્લૂની તપાસ કરતાં મળ્યો એક સંકેત- એક જવાબ


  આ સવાલોના જવાબ શોધવાના રિસર્ચ દરમિયાન બે ક્લૂ મળ્યાં છે જે જણાવે છે કે ઝુકરબર્ગને લાગી રહ્યું હતું કે મામલે દબાશે નહીં. સંભવત: એટલે જ તેઓએ 4 જાન્યુઆરી 2018નાં રોજ વર્ષની પોતાની પહેલી રિઝોલ્યૂશન પોસ્ટમાં પહેલી વખત આત્મ સુધાર અને ફેસબુકની ભૂલ દુરસ્ત કરવા પર જોર આપ્યું. તેના ઠીક અઢી માસ પછી 17 માર્ચે સામે આવેલાં ડેટા લીક ખુલાસાનું પરિણામ છે કે ફેસબુકે હવે પોતાની સમગ્ર વ્યવસ્થાને વધુ સઘન બનાવવાનો નિર્ણય લીધો છે.

  પહેલા ક્લૂમાં જવાબ


  રિપોટર્સ જણાવે છે કે તેમને ખ્યાલ હતો કે શું ગડબડ થઈ છે અને કેવી રીતે થઈ છે?


  ફેસબુકે 2015માં જ પોતાની પ્રાઈવેસી પોલિસીમાં બદલાવ કરીને થર્ડ પાર્ટી ડેવલપર પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં મામલો હાથથી નીકળી ગયો હતો. ધ ગાર્ડિયન અખબારે 11 ડિસેમ્બર, 2015ના ખુલાસા અને 22 માર્ચ, 2018નાં રોજ ધ બિઝનેસ ઈનસાઈડર મેગેઝીનમાં છપાયેલાં ઇમેઈલ કોમ્યુનિકેશનથી ખ્યાલ આવે છે કે ફેસબુક મેનેજમેન્ટ આ ગડબડીથી બેખબર ન હતા.

  આ ઇમેઈલ એક્સચેન્જમાં સ્પષ્ટ રીતે ફેસબુકની પોલિસી મેનેજર એલિસન હેંન્ડ્રિક્સે કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીને પૂછ્યું હતું કે શું ફેસબુક ડેટાનો ઉપયોગ કરીને યુએસ ચૂંટણીમાં રિપબ્લિકન કેન્ડિડેટ ટેડ ક્રુઝને ફાયદો પહોંચાડનારી મીડિયા સ્ટોરીઝ યોગ્ય છે? હેન્ડ્રિક્સે ધ ગાર્ડિયનના ખુલાસાવાળી સ્ટોરી અને તે બાદની ફોલોઅપ સ્ટોરીઝનો હવાલો આપતાં કંપનીના CEO નિક્સને બે સવાલ પૂછ્યાં હતા-
  1) શું આ મામલે કોઈ ગડબડી થઈ રહી છે?
  2) શું હું તમારો પીઆર કોન્ટેક્ટ તે રિપોર્ટરની સાથે શેર કરી શકું છું કે જે અમારી પાસેથી સત્ય જાણવાનો સંપર્ક કરી રહ્યાં છે?

  બીજા ક્લૂથી સંકેત


  આત્મસુધારનો ઉલ્લેખ


  ઝુકરબર્ગે 2018ની પોતાની પહેલી પોસ્ટમાં આ વર્ષે આત્મ સુધારાનું વર્ષ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, "અમે દરેક ભૂલને તો નહીં રોકી શકીએ. પરંતુ હાલ અમારી પોલિસી અને ટૂલ્સના દુરુપયોગની અનેક ભૂલ કરવામાં આવી રહી છે. જો આ વર્ષે અમે સફળ રહ્યાં તો 2018માં એક સારૂ સમાપન હશે. કંઈક અલગ કરવાને બદલે આ મુદ્દે ઉંડાણથી કામ કરીને શીખવા માંગીશું. ટેકનિકલ ટીમે એવો વાયદો કર્યો હતો તાકાત લોકોના હાથમાં જશે પરંતુ હવે ઘણાં લોકો આ વાત પરથી વિશ્વાસ ગુમાવી ચુક્યાં છે."

  10 પોઈન્ટમાં સમજો 2007થી 2018 વચ્ચેના 12 વર્ષમાં શું થયું?


  1) ફેસબુકે આપ્યું પ્લેટફોર્મ, એપથી ડેટા લીક


  - ફેસબુકે 2007માં એપ્સ અને થર્ડ પાર્ટી ડેવલપર્સ માટે એક પ્લેટફોર્મ ડેવલપ કર્યું. યુઝર જેવાં જ આ એપ ડાઉનલોડ કરતા હતા તો આ ડેવલપર્સ- થર્ડ પાર્ટીને યુઝરના પર્સનલ ડેટા સુધી પહોંચવાની અને તેના ઉપયોગ માટેની એક્સેસ મળી જતી હતી. 2013માં કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચર એલેકઝાન્ડર કોગેને એક પર્સનાલિટી ક્વિઝ એપ ડેવલપ કરી જેનું નામ હતું- 'ધિસ ઈજ યોર ડિજીટલ લાઈફ.' જેને લગભગ 2 લાખ 70 હજાર લોકોને ડાઉનલોડ કર્યું. આવું કરવાથી આ યુઝર્સને પર્સનલ ડેટા અને તેના ફ્રેન્ડ્સની લિસ્ટ સુધી ડેવલપર કોગન એન્ડ ટીમની પહોંચ બની ગઈ.

  2) યુએસ ચૂંટણીમાં ડેટાનો ઉપયોગ


  - 2014માં કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપનીએ આ ડેટાને ખરીદીને તેનો ઉપયોગ યુએસ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના કેન્ડિડેટ ટેડ ક્રુઝ માટેના કેમ્પેઈન માટે શરૂ કર્યું. બાદમાં ક્રુઝ પ્રેસિડન્ટ પદની દોડમાં પાછળ થઈ ગયા તો આ કંપનીએ ફ્રંટ રનર બનેલાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે વોટર્સના ડેટા એનાલિસિસનું કામ કરવાનું શરૂ કરી દીધું.

  3) ફેસબુકે તાત્કાલિક બદલી પોલિસી


  - બે વર્ષ પછી 2015માં ફેસબુકે પોતાની પ્રાઈવેસી પોલિસીમાં બદલાવ કર્યો. જે બાદ એપ્સ ડેવલપર્સને સેન્સિટિવ ડેટા માટે ફેસબુક પાસેથી એપ્રુવલ લેવું પડતું હતું. પરિણામે યુઝરે કોઈ થર્ડ પાર્ટી એપ ઈન્સ્ટોલ કરી તો થર્ડ પાર્ટી એપથી આવેલી રિક્વેસ્ટ વગર ઓથોરિટીના એપ્રુવ નથી થતી. તેનું સારું ઉદાહરણ કેન્ડી ક્રશ સાગા નામના ફેસબુક ગેમ હતી જેમાં ગેમ ખેલી રહેલાં યુઝરથી પોતાની રીતે અનેક રિક્વેસ્ટ તેના FB ફ્રેન્ડસ સુધી પહોંચી જતી હતી.

  4) પહેલી વખત મીડિયામાં એક્સપોઝ


  - 2015માં ધ ગાર્ડિયને પહેલી વખત આ સ્કેમને એક્સપોઝ કર્યું અને ડેવલપર કોગને કેમ્બ્રિજ એનાલિટિકાની સાથે ફેસબુક યુઝર્સના સેન્સિટિવ ડેટા શેર કર્યા કે વેંચી દીધા. કેમ્બ્રિજ એનાલિટિકાએ આ ડેટાનો ઉપયોગ વોટર્સને ઈમોશનલી મેન્યુપુલેટ કરવા માટે કર્યો. કેમ્બ્રિજ એનાલિટિકાએ પોતે જ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યાં પછી તે વાતનો શ્રેય પણ લીધો કે તેઓએ ટ્રમ્પને ઓવલ ઓફિસ પહોંચાડવામાં મદદ કરી.

  5) આવી રીતે બદલાયા હતા વોટર્સના માઈન્ડસેટ


  - એનાલિટિકાના CEOએ જણાવ્યું કે તેમની કંપની ફેસબુક યુઝર્સ સાથે જોડાયેલી સુચનાઓને અલગ અલગ રીતે પસંદ કરતી હતી. જે બાદ એવાં યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવતા જેમનું મન બદલાય જતુ હતું. કંપનીને આ સમજ તેમની પોસ્ટ હિસ્ટ્રીથી મળતી હતી. જે બાદ તેમની સાઈકોલોજિકલ પ્રોફાઈલિંગનો ઉપયોગ કરતાં પોતાના ક્લાઈન્ટના સમર્થનમાં અને પોતાના વિરોધી સામે સોશિયલ પ્લેટફોર્મ પર સુચનાઓ પ્લાન્ટ કરતી હતી. આવું કરવાથી મન બદલાય શકે છે અને લોકો પોતાની પસંદથી નહીં પરંતુ સોશિયલ મીડિયાના દબાણમાં ફેંસલો લેતા હતા.

  6) કેમ્બ્રિજ એનાલિટિકાએ ડેટા ડિલીટ નથી કર્યો


  - ધ ગાર્ડિયનના ડેટા શેરિંગ ખુલાસા બાદ ફેસબુકે કોગનની એપને પોતાના પ્લેટફોર્મ પર બેન કરી દીધી એન કેમ્બ્રિજ એનાલિટિકાને કહ્યું કે કોગનને શેર કરવામાં આવેલા સમગ્ર ડેટા ડિલીટ કરી દો. ફેસબુકના એક્શન લીધા બાદ કેમ્બ્રિજ એનાલિટિકાએ ઝુકરબર્ગને આ વાતનું ખોટું પ્રમાણ આપ્યું કે તેને ભૂલથી કોગન પાસેથી લીધેલો ડેટા ડિલીટ કરી દીધો છે.

  7) ટ્રમ્પ બન્યા યૂએસ પ્રેસિડન્ટ, રશિયાની સંદિગ્ધ ભૂમિકા


  - જાન્યુઆરીમાં 2017 ટ્રમ્પ રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા અને તેમને ચૂંટણી જીતાડવામાં રશિયન હેકર્સની ભૂમિકાને લઈને સવાલ ઊઠાવવામાં આવ્યા. આરોપ થયા કે ટ્રમ્પને અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી જીતાડવા માટે રશિયન દખલ હતી. હિલેરીની રણનીતિઓ હેક કરીને ટ્રમ્પને મોકલવામાં આવી. સોશિયલ મીડિયા ડેટાનો ખોટો ઉપયોગ થયો. એફબીઆઈએ રશિયાના 13 લોકો અને ત્રણ કંપનીઓ પર આરોપ નક્કી કર્યા છે.

  8) 2018માં હવે ફરીથી આવી રીતે ખુલ્યો મામલો

  - 17 માર્ચ 2018ના રોજ ન્યૂયોર્ક ટાઇમ્સ અને લંડન ઓબ્ઝર્વરે કેમ્બ્રિજ એનાલિટિકાના જ પૂર્વ રિસર્ચ ડાયરેક્ટર ક્રિસ્ટોફર વાયલી દ્વારા મામલાને ફરી હવા આપી કે કેમ્બ્રિજ એનાલિટિકાએ લગભગ પાંચ કરોડ યુઝર્સના ડેટાનો ખોટો ઉપયોગ કર્યો અને વાયદા મુજબ તેને ડિલીટ ન કર્યો. વ્હિસલ બ્લોઅરે વાયલીએ 2015માં કંપની છોડી દીધી હતી અને ત્યારબાદ ફેસબુકે તેણે પોતાના તમામ સિસ્ટમથી યુઝર્સ ડેટા ડિલીટ કરવા કહ્યુ હતું પરંતુ આગળ ફોલોઅપ ન કર્યું કે તેણે એ ડેટાનું શું કર્યું.

  9) એનાલિટિકા સીઈઓના સ્ટિંગ ઓપરેશનમાં થયો ખુલાસો


  - બ્રિટિશ ચેનલ 4એ એનાલિટિકાના સીઈઓ એલેકઝાન્ડર નિક્સનું સ્ટિંગ ઓપરેશન કર્યું. તેઓએ માન્યું કે જીતાડવા માટે દરેક પદ્ધતિ અપનાવે છે. ડેટા પર કામ કરવાના કારણે ટ્રમ્પને જીત મળી. ફેસબુક પર અમેરિકા, બ્રિટન, દક્ષિણ કોરિયા સહિત પાંચ દેશોમાં ડેટા ચોરી સાથે જોડાયેલા મામલા સામે આવ્યા છે.


  10) ઝુકરબર્ગને માફી માગવી પડી
  - વાયલીના ખુલાસા બાદ જ્યારે #deletefacebook ટ્રેન્ડ કરવા લાગ્યું તો 22 માર્ચના રોજ ઝુકરબર્ગે ડેટા ચોરીને લઈને ત્રણ પ્લેટફોર્મ પર દુનિયાની માફી માંગી. ભારતે ચેતવણી આપી તો વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચૂંટણી પહેલા ફેસબુકના સિક્યુરિટી ફીચર વધુ મજબૂત કરવામાં આવશે. ઝુકરબર્ગે પહેલીવાર સાર્વજનિક રીતે માન્યું કે ચૂંટણીને પ્રભાવિત કરવામાં ફેસબુકનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. તેઓએ લખ્યું- "આ મોટો વિશ્વાસઘાત હતો. મને દુઃખ છે. લોકોનો ડેટા સુરક્ષિત રાખવો અમારી જવાબદારી છે. અમારાથી અનેક ભૂલો થઈ. તેને ઠીક કરી લઈશું."

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • Inside Story of Facebook Data leak about Mark Zuckerbergs post
  Inside Story: માર્કને FB ડેટાના ખોટા ઉપયોગ વિશે 3 વર્ષથી જાણ હતી?

More From International News

Trending