ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Mark Zuckerberg replied to the accusation of Apple CEO Tim Cook

  માર્કનો કુકને જવાબઃ FB ચાર્જ લગાવશે તો દરેક યુઝર બોજ નહીં ઉઠાવી શકે

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 11:08 AM IST

  ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે એપલના સીઇઓ ટિમ કૂક પર પલટવાર કર્યો
  • ઝુકરબર્ગે પોતાના વિજ્ઞાપન આધારિત બિઝનેસ મોડલનો બચાવ પણ કર્યો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઝુકરબર્ગે પોતાના વિજ્ઞાપન આધારિત બિઝનેસ મોડલનો બચાવ પણ કર્યો. (ફાઇલ)

   વોશિંગ્ટન: ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે એપલના સીઇઓ ટિમ કૂક પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે કૂક તરફથી તાજેતરમાં જ તેમના પર લગાવવામાં આવેલા આરોપ આધારહીન છે. તેની સાથે જ ઝુકરબર્ગે પોતાના વિજ્ઞાપન આધારિત બિઝનેસ મોડલનો બચાવ પણ કર્યો.

   શું કહ્યું ઝુકરબર્ગે?

   - તેમણે કહ્યું, "અહીંયા હકીકત એ છે કે જો તમે એક એવી સેવા તૈયાર કરો છે, જે દુનિયામાં દરેક વ્યક્તિને જોડે છે, ત્યારે એવા ઘણા લોકો હોય છે જે પૈસા નથી ચૂકવી શકતા."

   - ઝુકરબર્ગે સોમવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે જાહેરાત આધારિત બિઝનેસ મોડલ એક રીત છે, કારણકે જો ફેસબુક પોતાની સેવાઓ માટે ચાર્જ કરવા લાગશે તો તમામ લોકો તે બોજ ઉઠાવી નહીં શકે.

   કૂકે શું કહ્યું હતું?

   - "ફેસબુકની ડેટા કલેક્શનની ટેક્નીક ખરાબ છે, જેમાં યુઝર્સ પાસેથી બહુ બધી પર્સનલ જાણકારીઓ લેવામાં આવે છે અને તે ભેગી કરીને એડવર્ટાઇઝર્સને વેચવામાં આવે છે."

   - "જો અમે પણ અમારા કસ્ટમર્સની જાણકારીઓને આવી રીતે વટાવી નાખીએ તો ઘણા પૈસા કમાઇ શકીએ એમ છીએ, પરંતુ અમે એવું ક્યારેય નહીં કરીએ."

   શું છે ફેસબુક ડેટા લીક મામલો?

   - આરોપ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આશરે 5 કરોડ ફેસબુક યુઝર્સના પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ થયો. આ ચૂંટણી પછી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા.

   - ઝુકરબર્ગે આ મામલે પોતાની ભૂલ સ્વીકારીને ફેસબુક યુઝર્સની માફી માંગી હતી.

   ત્રણ વર્ષ પહેલા પણ આમને-સામને આવેલા કૂક-ઝુકરબર્ગ

   - 2015માં ટિમ કૂકે સિલિકોન વેલીની એ કંપનીઓની ટીકા કરી હતી જે લોકોને ફ્રી સર્વિસની લાલચ આપે છે, પરંતુ હકીકતમાં તેઓ આની કિંમત તેમના પર્સનલ ડેટાને વેચીને વસૂલે છે. તેમનો સીધો ઇશારો ફેસબુક તરફ હતો.

   - કૂકની આ કમેન્ટનો જવાબ આપતા ઝુકરબર્ગે કહ્યું હતું કે એપલ પોતાના ગ્રાહકોના હિતોને નજરઅંદાજ કરે છે. જો એપલને પોતાના ગ્રાહકોની ચિંતા હોત તો તેઓ પોતાના પ્રોડક્ટ્સને આટલી મોંઘી કિંમતે ન વેચતા હોત.

  • ટિમ કૂક (ફાઇલ ફોટો)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટિમ કૂક (ફાઇલ ફોટો)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mark Zuckerberg replied to the accusation of Apple CEO Tim Cook
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top