Home » International News » America » FB scandal: It was my mistake and am sorry, Zuckerberg tells US Senate

US સેનેટ સામે ઝૂકરબર્ગે માફી માંગી, કહ્યું - ડેટા લીક મારી ભૂલ

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 12:37 PM

'એટલાન્ટિક મેગેઝીન' સાથેના ઇન્ટરવ્યુમાં માર્ક ઝૂકરબર્ગે રાજીનામાની સંભાવનાનો ઇન્કાર કર્યો

  • FB scandal: It was my mistake and am sorry, Zuckerberg tells US Senate
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ઝૂકરબર્ગે કોંગ્રેસની એક સમિતિ સમક્ષ કહ્યું કે, અમે અમારી જવાબદારી યોગ્ય રીતે નથી નિભાવી, જે ખૂબ જ મોટી ભૂલ હતી.

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકરબર્ગે સોમવારે અમેરિકન કોંગ્રેસ સમક્ષ લેખિત નિવેદન આપીને ડેટાના દુરૂપયોગને લઇને માફી માંગી છે. માર્કે કહ્યું કે, તેઓ ફેસબુક પર લોકોના ડેટાને સુરક્ષિત નહીં રાખી શકવા માટે જવાબદાર છે. ઝૂકરબર્ગે કોંગ્રેસની એક સમિતિ સમક્ષ કહ્યું કે, અમે અમારી જવાબદારી યોગ્ય રીતે નથી નિભાવી, જે ખૂબ જ મોટી ભૂલ હતી.


    મારી ભૂલ હતી અને મને ખેદ છેઃ ઝૂકરબર્ગ


    - યુએસ સેનેટ સામે ઝૂકરબર્ગે કહ્યું કે, 'આ મારી ભૂલ હતી અને મને આ વાતનો ખેદ છે. મેં ફેસબુકની શરૂઆત કરી હતી. હું તેનું સંચાલન કરુ છું અને તેની સાથે જે કંઇ પણ થાય છે, તેના માટે હું જવાબદાર છું.'
    - ઉલ્લેખનીય છે કે, બ્રિટનની ડેટા એનાલિસ્ટ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ફેસબુકના ડેટાનો દુરૂપયોગને લઇને ફેસબુક અત્યારે મુશ્કેલીમાં છે.
    - આ કંપની સામે ભારતની ચૂંટણીમાં દખલગીરી કરવાનો આરોપ લાગ્યો છે. કંપનીએ જ દાવો કર્યો હતો કે, તેણે ભારતની અનેક સંસ્થાઓ અને રાજકીય દળો, નેતાઓને પોતાની સેવાઓ આપી છે.


    ઝૂકરબર્ગનો રાજીનામાથી ઇન્કાર


    - સોમવારે ફેસબુક વિવાદને લઇને માર્કે રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો હતો. જો કે, તેઓએ ભારત, પાકિસ્તાન અને અમેરિકામાં થયેલી ચૂંટણીની પુષ્ઠભૂમિમાં એક સ્વતંત્ર ઇન્કવાયરી કમિટીના બંધારણની વાત કરી છે.
    - આ અઠવાડિયે કોંગ્રેસમાં પોતાની સાક્ષી પહેલાં યુએસ સેનેટને મળવા માટે અમેરિકાની રાજધાની પહોંચ્યા હતા. 'એટલાન્ટિક મેગેઝીન' સાથેના ઇન્ટરવ્યુમાં માર્ક ઝૂકરબર્ગે રાજીનામાની સંભાવનાનો ઇન્કાર કર્યો હતો.
    - ઝૂકરબર્ગે કહ્યું કે, છેલ્લાં 14 વર્ષોમાં અનેક સમસ્યાઓનો ઉકેલ મેળવવાની દિશામાં અમે કામ કર્યું છે. મારો અભિપ્રાય છે કે, એફબીની શરૂઆત એક હોસ્ટેલ રૂમથી થઇ હતી અને હવે જ્યારે ફેસબુક આટલું મોટું ગ્રુપ બની ગયું છે, મને વિશ્વાસ છે કે, અમે આ સમસ્યાને દૂર કરવામાં પણ સક્ષમ રહીશું.

  • FB scandal: It was my mistake and am sorry, Zuckerberg tells US Senate
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કેપિટલ હિલ પોલીસ અને યુએસ સેનેટ સાથે ઘેરાયેલા માર્ક ઝૂકરબર્ગને આ મીટિંગ દરમિયાન પ્રેસિડન્ટેશિયલ સાઇઝ પોલીસ ગાર્ડ સિક્યોરિટી આપવામાં આવી હતી.
  • FB scandal: It was my mistake and am sorry, Zuckerberg tells US Senate
    આ અઠવાડિયે કોંગ્રેસમાં પોતાની સાક્ષી પહેલાં યુએસ સેનેટને મળવા માટે અમેરિકાની રાજધાની પહોંચ્યા હતા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ