US: ગત મહિને જંગલોમાં લાગેલી આગ બાદ કેલિફોર્નિયામાં વાવાઝોડાં સાથે વરસાદ, પૂર અને ભૂસ્ખલનમાં 1નું મોત

divyabhaskar.com

Dec 07, 2018, 01:44 PM IST
કેલિફોર્નિયામાં જંગલોની આગના અવશેષો પણ પૂરના પાણી સાથે શહેરોમાં ફરી વળ્યા હતા.
કેલિફોર્નિયામાં જંગલોની આગના અવશેષો પણ પૂરના પાણી સાથે શહેરોમાં ફરી વળ્યા હતા.
પૂર અને ભૂસ્ખલનના કારણે સાઉથ કેલિફોર્નિયાના તમામ મુખ્ય હાઇ-વે બંધ કરી દેવામાં આવ્યા છે.
પૂર અને ભૂસ્ખલનના કારણે સાઉથ કેલિફોર્નિયાના તમામ મુખ્ય હાઇ-વે બંધ કરી દેવામાં આવ્યા છે.
ઓકલેન્ડથી આવેલું સાઉથવેસ્ટ એરલાઇન્સનું પ્લેન લેન્ડિંગ દરમિયાન રન-વે પર ફસાઇ ગયું હતું.
ઓકલેન્ડથી આવેલું સાઉથવેસ્ટ એરલાઇન્સનું પ્લેન લેન્ડિંગ દરમિયાન રન-વે પર ફસાઇ ગયું હતું.

- ભારે વરસાદના કારણે આવેલા પૂર બાદ સાઉથ કેલિફોર્નિયાના હાઇવે બંધ કરી દેવામાં આવ્યા હતા.
- ગત મહિને કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ બાદ વાવાઝોડાં અને વરસાદમાં ટેકરીઓવાળા વિસ્તારમાં જમીન ધસી પડી હતી.
- સાઉથ વેસ્ટ એરલાઇન્સનું પ્લેન પણ લેન્ડિંગ બાદ રન-વે પર લપસી ગયું હતું.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના મલિબુ શહેરમાં ગુરૂવારે ત્રાટકેલાં ફૉલ વાવાઝોડાં અને ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જમીન ધસી પડી હતી. સાઉથ કેલિફોર્નિયા સ્ટેટમાં ગત મહિને જંગલોમાં આગ લાગી હતી. જેના કારણે ટેકરીવાળા વિસ્તારોમાં ઠેરઠેર પૂરના કારણે ભરાઇ ગયા હતા અને ભૂસ્ખલન થયું હતું. પાનખર ઋતુમાં આવેલું આ બીજું વાવાઝોડું છે. પૂરના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. કેલિફોર્નિયામાં જંગલોની આગના અવશેષો પણ પૂરના પાણી સાથે શહેરોમાં ફરી વળ્યા હતા. જંગલોની આગના કારણે ટેકરીવાળા વિસ્તારોની જમીન વધુ પોચી બની ગઇ હોવાના કારણે ભૂસ્ખલન થયું હતું.

સાઉથ એરલાઇન્સ રનવે પર પ્લેન ફસાયું


- નોર્થ લોસ એન્જલસમાં આવેલા હોલિવૂડ બર્બેન્ક એરપોર્ટ પર ઓકલેન્ડથી આવેલું સાઉથવેસ્ટ એરલાઇન્સનું પ્લેન લેન્ડિંગ દરમિયાન રન-વે પર ફસાઇ ગયું હતું.
- આ પ્લેન જેવું લેન્ડ થયું તે રન-વે પર લપસી ગયું હતું અને કીચડમાં ફસાઇ ગયું હતું. આ ઘટનામાં કોઇ પણ પેસેન્જર્સ કે ક્રૂ મેમ્બર્સને ઇજા થઇ નહતી.
- લોસ એન્જલસ અને સાન જોક્વિન વેલીમાં ગુરૂવારે ભારે બરફ વર્ષા થઇ હતી. મેલિબુમાં ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે પૂર આવ્યું હતું.
- આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટેશન અધિકારીઓએ હાઇવે પર ડ્રાઇવિંગ નહીં કરવાની ચેતવણી આપી છે. ગુરૂવારે લોસ એન્જલસમાં 182 સેમી બરફવર્ષા થઇ હતી.


આજે અમુક વિસ્તારોમાં 3 સેમીથી વધુ વરસાદ થવાની આગાહી


- મેલિબુના સ્થાનિકોએ ગત મહિને જંગલોમાં લાગેલી આગમાં પોતાના મકાનોને સળગતા જોયા હતા. ગત અઠવાડિયે અહીં પૂરના કારણે ભૂસ્ખલન થયું હતું.
- ગુરૂવારે આવેલા વરસાદના કારણે ફરીથી ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાઇ હતી. અધિકારીઓએ હાલ આ વિસ્તારોને ખાલી કરવાના આદેશ આપ્યા નથી.
- કેલિફોર્નિયા હવામાન વિભાગે આજે પણ પૂરની આગાહી કરી છે. શુક્રવારે સવારે વાવાઝોડાંએ વધુ જોર પકડતાં આજે મેલિબુના અમુક વિસ્તારોમાં 3 સેમીથી વધુ વરસાદ થવાની શક્યતાઓ છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, વધુ તસવીરો...

X
કેલિફોર્નિયામાં જંગલોની આગના અવશેષો પણ પૂરના પાણી સાથે શહેરોમાં ફરી વળ્યા હતા.કેલિફોર્નિયામાં જંગલોની આગના અવશેષો પણ પૂરના પાણી સાથે શહેરોમાં ફરી વળ્યા હતા.
પૂર અને ભૂસ્ખલનના કારણે સાઉથ કેલિફોર્નિયાના તમામ મુખ્ય હાઇ-વે બંધ કરી દેવામાં આવ્યા છે.પૂર અને ભૂસ્ખલનના કારણે સાઉથ કેલિફોર્નિયાના તમામ મુખ્ય હાઇ-વે બંધ કરી દેવામાં આવ્યા છે.
ઓકલેન્ડથી આવેલું સાઉથવેસ્ટ એરલાઇન્સનું પ્લેન લેન્ડિંગ દરમિયાન રન-વે પર ફસાઇ ગયું હતું.ઓકલેન્ડથી આવેલું સાઉથવેસ્ટ એરલાઇન્સનું પ્લેન લેન્ડિંગ દરમિયાન રન-વે પર ફસાઇ ગયું હતું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી