ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Travellers face chaos as London City Airport is closed by a huge WWII bomb found in the Thames

  બીજા વિશ્વ યુદ્ધનો બોમ્બ મળી આવતા લંડન સિટી એરપોર્ટ ક્લોઝ, તપાસ ચાલુ

  divyabhaskar.com | Last Modified - Feb 12, 2018, 12:15 PM IST

  બોમ્બ મળ્યા બાદ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ફ્લાઇટ્સ અટકાવી દેવામાં આવી છે
  • આ બોમ્બ થેમ્સ નદીના જ્યોર્જ વી ડોકની પાસે મળ્યો (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ બોમ્બ થેમ્સ નદીના જ્યોર્જ વી ડોકની પાસે મળ્યો (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ લંડન સિટી એરપોર્ટમાં બોમ્બ મળવાના સમાચાર મળ્યા બાદ અહીં ભયનું વાતાવરણ છે. આ બોમ્બ સેકન્ડ વર્લ્ડ વોરના સમયનો હોવાની પ્રાથમિક માહિતી છે. બોમ્બ મળ્યા બાદ એરપોર્ટ પર વિમાનોની અવર-જવર અટકાવી દેવામાં આવી છે અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ બોમ્બ થેમ્સ નદીના જ્યોર્જ વી ડોકની પાસે મળ્યો. બોમ્બની સુચના મળ્યા બાદ બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને તેને નિષ્ક્રિય કરવામાં લાગી ગયું છે. સ્થાનિક પોલીસ ઓફિસર્સના જણાવ્યા અનુસાર, બોમ્બ રવિવારે સવારે રૂટિન કામ કરવા જઇ રહેલા કર્મચારીએ સૌથી પહેલાં જોયો હતો. રાત્રે 10 વાગ્યા બાદ બોમ્બ ઝોનના 230 યાર્ડની જગ્યાને ખાલી કરી દેવાના આદેશ આપવામાં આવ્યા હતા.

   યાત્રીઓને આપ્યા નિર્દેશ

   - લંડન સિટી એરપોર્ટના યાત્રીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તેઓ એરપોર્ટ તરફ ના જાય અને પોતાની ફ્લાઇટ સાથે સંબંધિત કોઇ પણ જાણકારી જોઇએ તો એરલાઇ સાથે સંપર્ક કરે.
   - બોમ્બ મળ્યા બાદ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ફ્લાઇટ્સ અટકાવી દેવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને રોયલ નેવી એસ બોમ્બને ડિફ્યૂઝ કરવાના કામમાં લાગી ગયા છે.

   સડક ટ્રાફિક પણ ડાઇવર્ટ

   - એરપોર્ટની આસપાસની અનેક સડકોને પણ બંધ કરીને ટ્રાફિક ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે. પોલીસે સાવચેતીના ભાગ રૂપે 214 મીટરના વિસ્તારને બંધ કરવાના આદેશ આપ્યા છે.
   - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બોમ્બ એક કર્મચારીને કામ કરતી વખતે મળ્યો અને તેણે તાત્કાલિક તેની જાણકારી એરપોર્ટ અધિકારીઓને આપી.
   - ઉલ્લેખનીય છે કે, આ એરપોર્ટ લંડનનો એ વિસ્તાર છે જ્યાં સપ્ટેમ્બર 1940થી મે 1941ની વચ્ચે જર્મન એરફોર્સના વિમાનોએ હજારો બોમ્બ છોડ્યા હતા.

  • રાત્રે 10 વાગ્યા બાદ બોમ્બ ઝોનના 230 યાર્ડની જગ્યાને ખાલી કરી દેવાના આદેશ આપવામાં આવ્યા હતા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાત્રે 10 વાગ્યા બાદ બોમ્બ ઝોનના 230 યાર્ડની જગ્યાને ખાલી કરી દેવાના આદેશ આપવામાં આવ્યા હતા. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ લંડન સિટી એરપોર્ટમાં બોમ્બ મળવાના સમાચાર મળ્યા બાદ અહીં ભયનું વાતાવરણ છે. આ બોમ્બ સેકન્ડ વર્લ્ડ વોરના સમયનો હોવાની પ્રાથમિક માહિતી છે. બોમ્બ મળ્યા બાદ એરપોર્ટ પર વિમાનોની અવર-જવર અટકાવી દેવામાં આવી છે અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ બોમ્બ થેમ્સ નદીના જ્યોર્જ વી ડોકની પાસે મળ્યો. બોમ્બની સુચના મળ્યા બાદ બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને તેને નિષ્ક્રિય કરવામાં લાગી ગયું છે. સ્થાનિક પોલીસ ઓફિસર્સના જણાવ્યા અનુસાર, બોમ્બ રવિવારે સવારે રૂટિન કામ કરવા જઇ રહેલા કર્મચારીએ સૌથી પહેલાં જોયો હતો. રાત્રે 10 વાગ્યા બાદ બોમ્બ ઝોનના 230 યાર્ડની જગ્યાને ખાલી કરી દેવાના આદેશ આપવામાં આવ્યા હતા.

   યાત્રીઓને આપ્યા નિર્દેશ

   - લંડન સિટી એરપોર્ટના યાત્રીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તેઓ એરપોર્ટ તરફ ના જાય અને પોતાની ફ્લાઇટ સાથે સંબંધિત કોઇ પણ જાણકારી જોઇએ તો એરલાઇ સાથે સંપર્ક કરે.
   - બોમ્બ મળ્યા બાદ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ફ્લાઇટ્સ અટકાવી દેવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને રોયલ નેવી એસ બોમ્બને ડિફ્યૂઝ કરવાના કામમાં લાગી ગયા છે.

   સડક ટ્રાફિક પણ ડાઇવર્ટ

   - એરપોર્ટની આસપાસની અનેક સડકોને પણ બંધ કરીને ટ્રાફિક ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે. પોલીસે સાવચેતીના ભાગ રૂપે 214 મીટરના વિસ્તારને બંધ કરવાના આદેશ આપ્યા છે.
   - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બોમ્બ એક કર્મચારીને કામ કરતી વખતે મળ્યો અને તેણે તાત્કાલિક તેની જાણકારી એરપોર્ટ અધિકારીઓને આપી.
   - ઉલ્લેખનીય છે કે, આ એરપોર્ટ લંડનનો એ વિસ્તાર છે જ્યાં સપ્ટેમ્બર 1940થી મે 1941ની વચ્ચે જર્મન એરફોર્સના વિમાનોએ હજારો બોમ્બ છોડ્યા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Travellers face chaos as London City Airport is closed by a huge WWII bomb found in the Thames
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `