જાણો કેમ, અમેરિકન એક્ટ્રેસની એક ટ્વીટથી ડૂબ્યા 11 હજાર કરોડ રૂપિયા?

રિયાલિટી ટીવી સ્ટાર કાઇલી જેનરે સોશિયલ મેસેજિંગ એપ સ્નેપચેટને લઇને એક ટ્વીટ કર્યુ હતું

divyabhaskar.com | Updated - Feb 24, 2018, 08:05 AM
કાઇલીએ ટ્વીટ કર્યુ હતું કે 'શું અને કોઇએ પણ સ્નેપચેટને ખોલવાનું બંધ કરી દીધું છે?
કાઇલીએ ટ્વીટ કર્યુ હતું કે 'શું અને કોઇએ પણ સ્નેપચેટને ખોલવાનું બંધ કરી દીધું છે?

ઇન્ટરનેશનલ ડેસ્કઃ કોઇ લેડીનું એક ટ્વીટ કંપની પર હજારો કરોડ રૂપિયામાં ભારે પડી શકે છે, તે તમે વિચારી પણ નથી શકતા. રિયાલિટી ટીવી સ્ટાર કાઇલી જેનરે સોશિયલ મેસેજિંગ એપ સ્નેપચેટને લઇને એક ટ્વીટ કર્યુ હતું. આ ટ્વીટ બાદ કંપનીને 11 હજાર કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન થયું છે.

કાઇલીએ કર્યુ હતું ટ્વીટ


- 22 ફેબ્રુઆરીના રોજ કાઇલીએ ટ્વીટ કર્યુ હતું કે 'શું અને કોઇએ પણ સ્નેપચેટને ખોલવાનું બંધ કરી દીધું છે? કે આવું માત્ર હું જ કરી રહી છું, ઓહ આ ખૂબ જ દુઃખદ છે.' - કાઇલીનું ટ્વીટ સિટીગ્રુપ દ્વારા સ્ટોકની રેન્ટિંગ ડાઉનગ્રેડ થયા બાદ આવ્યું હતું.
- ગયા અઠવાડિયે સિટીગ્રુપે સ્નેપ ઇંકના એક સ્ટોકની રેન્ટિંગ ડાઉનગ્રેડ કરતાં સેલ રેટિંગ આપ્યું હતું.

ટ્વીટ બાદ 8 ટકા તૂટ્યો શેર


- કાઇલીનું આ ટ્વીટ એટલું ઘાતક સાબિત થયું કે, સ્ટોક માર્કેટમાં ખળભળાટ મચી ગયો. NYSEમાં સ્નેપચેટની પેરન્ટ કંપની સ્નેપ ઇંકનો શેર 8 ટકા ઘટી ગયો. જેનાથી કંપનીની માર્કેટ કેપ 11,050 કરોડ રૂપિયા (170 કરોડ ડોલર) ઘટી ગઇ.

આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે મુખ્ય કારણ...

સ્નેપ ઇંકના સીઇઓ ઇવાન સ્પીગેલે ગયા વર્ષે નવેમ્બરમાં રિડિઝાઇનની જાહેરાત કરી હતી
સ્નેપ ઇંકના સીઇઓ ઇવાન સ્પીગેલે ગયા વર્ષે નવેમ્બરમાં રિડિઝાઇનની જાહેરાત કરી હતી

રિડિઝાઇન છે મુખ્ય કારણ 

 

- આની પાછળનું કારણ સ્નેપચેટની નવી ડિઝાઇનને માનવામાં આવે છે. સ્નેપ ઇંકના સીઇઓ ઇવાન સ્પીગેલે ગયા વર્ષે નવેમ્બરમાં રિડિઝાઇનની જાહેરાત કરી હતી. 
- તેઓએ કહ્યું હતું કે, કંપની સ્નેપચેટ એપને વધારે યૂઝર ફ્રેન્ડલી બનાવવા માટે આ પગલું ઉઠાવી રહી છે. 
- યુઝર્સને નવી ડિઝાઇન પસંદ નથી આવી અને કાઇલીના ટ્વીટથી કંપનીને હજારો કરોડનું નુકસાન થઇ ગયું.  


આગળની સ્લાઇડમાં જાણો, કાઇલીના છે 2.45 કરોડ ફૉલોઅર્સ... 

ટ્વીટર પર કાઇલીના 2.45 કરોડ ફૉલોઅર્સ છે
ટ્વીટર પર કાઇલીના 2.45 કરોડ ફૉલોઅર્સ છે

- ટ્વીટર પર કાઇલીના 2.45 કરોડ ફૉલોઅર્સ છે. મેસેજિંગ એપ સ્નેપચેટની પેરેન્ટ કંપની, સ્નેપ ઇંકના આઇપીઓનું ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થયું છે. 
- કંપનીના સ્ટોક 17 ડોલરના ઇશ્યુ પ્રાઇઝની સરખામણીમાં 41 ટકા વધીને 24 ડોલરના સ્તર પર લિસ્ટ થયો હતો. 

X
કાઇલીએ ટ્વીટ કર્યુ હતું કે 'શું અને કોઇએ પણ સ્નેપચેટને ખોલવાનું બંધ કરી દીધું છે?કાઇલીએ ટ્વીટ કર્યુ હતું કે 'શું અને કોઇએ પણ સ્નેપચેટને ખોલવાનું બંધ કરી દીધું છે?
સ્નેપ ઇંકના સીઇઓ ઇવાન સ્પીગેલે ગયા વર્ષે નવેમ્બરમાં રિડિઝાઇનની જાહેરાત કરી હતીસ્નેપ ઇંકના સીઇઓ ઇવાન સ્પીગેલે ગયા વર્ષે નવેમ્બરમાં રિડિઝાઇનની જાહેરાત કરી હતી
ટ્વીટર પર કાઇલીના 2.45 કરોડ ફૉલોઅર્સ છેટ્વીટર પર કાઇલીના 2.45 કરોડ ફૉલોઅર્સ છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App