Home » International News » America » ફિશરોમાંથી નિકળી રહેલો લાવા ઘાતક બ્લાસ્ટ સાથે હવામાં ફેંકાઇ રહ્યો છે | Kilaueas lava flows have reached Hawaiis coast

હવાઇઃ જ્વાળામુખીના કારણે 'એસિડ ડેન્જર', જમીન પર લાવાની નદીઓ

Divyabhaskar.com | Updated - May 22, 2018, 01:17 PM

કિલાઉ જ્વાળામુખીનો લાવા સોમવારે જીઓથર્મલ પાવર પ્લાન્ટ સુધી પહોંચી ગયો હતો

 • ફિશરોમાંથી નિકળી રહેલો લાવા ઘાતક બ્લાસ્ટ સાથે હવામાં ફેંકાઇ રહ્યો છે | Kilaueas lava flows have reached Hawaiis coast
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  જ્વાળામુખીની મોટી તિરાડોમાંથી નિકળતો લાવા નદીના પ્રવાહમાં વહી રહ્યો છે અને બિગ આઇલેન્ડના પ્રાદેશિક વિસ્તારોમાં પહોંચી ગયો છે.

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ હવાઇ આઇલેન્ડના કિલાઉ જ્વાળામુખી છેલ્લાં બે અઠવાડિયાથી સક્રિય થયા હતા હવે લાવા સમુદ્રમાં ભળી રહ્યો છે. ગત શનિવારથી જ્વાળામુખીમાંથી વધુ ઝડપથી લાવા નિકળી રહ્યો છે. હવાઇના બિગ આઇલેન્ડ પર લાવાના બ્લાસ્ટના કારણે આકાશમાં એસિડ અને કાચના નાના ટૂકડાંઓના વાદળો બંધાઇ રહ્યા છે. હવાઇ ઓથોરિટીએ સોમવારે સ્થાનિકોને ટોક્સિક સ્ટીમ ક્લાઉડ (ઝેરી વરાળથી બનતા વાદળો)થી દૂર રહેવાની ચેતવણી આપી છે. કારણ કે, જ્વાળામુખીનો લાવા સમુદ્રમાં ભળતાં જ કેમિકલ રિએક્શનના કારણે અહીંના હવામાનમાં ઝેરી ગેસ ભળી રહ્યો છે. ઉપરાંત હવામાં 300 ફૂટની ઊંચાઇએ લાવા ફેંકાઇ રહ્યો છે.

  - કિલાઉ જ્વાળામુખીનો લાવા સોમવારે જીઓથર્મલ પાવર પ્લાન્ટ સુધી પહોંચી ગયો હતો. ઓફિસરોએ તાત્કાલિક વર્કર્સને પ્લાન્ટ્સ ખાલી કરી દેવાના આદેશ આપ્યા હતા. જેથી ટોક્સિક ગેસથી વર્કર્સના જીવને જોખમ ઉભું ના થાય.
  - માઉન્ટ કિલાઉના સક્રિય થયા બાદ અત્યાર સુધીનું આ સૌથી મોટું જોખમ છે. જીઓલોજિસ્ટ્સના જણાવ્યા અનુસાર, વિશ્વના સૌથી એક્ટિવ વોલ્કેનોમાંથી એક કિલાઉના લાવાએ અત્યાર સુધી વધુ વિનાશ સર્જ્યો છે.
  - પ્યુના જીઓથર્મલ વેન્ચર (PGV) પ્લાન્ટ બિગ આઇલેન્ડ પર 25 ટકા ક્ષેત્રમાં પાવર સપ્લાય કરે છે. સોમવારે જ્વાળામુખીનો લાવા અહીં પહોંચી ગયા બાદ પ્લાન્ટ્સને બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત પ્લાન્ટના ટ્યુર્બિનન્સમાં ઉપયોગમાં લેવાતા 60,000 ગેલન જ્વલનશીલ પેટન્ટ અન્યત્રે ખસેડી દેવામાં આવ્યા છે.
  - લાવા નજીક આવતા પ્લાન્ટ્સ વર્કર્સે પ્લાન્ટના ત્રણ કૂવાઓને પણ બંધ કરી દેવાની કોશિશ કરી હતી. આ ત્રણ કૂવામાં 6,000 ફૂટથી 8,000 ફૂટ અંડરગ્રાઉન્ડ ટેપ છે. જેનો ઉપયોગ ટ્યુર્બિન્સમાં ગરમ પાણી અને વરાળ ઉત્પન્ન કરવા માટે થાય છે. ટ્યૂર્બિન્સમાં પાણી અને વરાળની મદદથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવામાં આવે છે.
  - કિલાઉનો લાવા ફ્લો હવાઇ કોસ્ટ (દરિયાકાંઠા) સુધી પહોંચી ગયો છે. જેના કારણે અહીંના હવામાનમાં ફેરફાર થયા છે અને કેમિકલ રિએક્શનના કારણે સ્થાનિકોને ઘરોમાં સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી છે.

  જંગલો અને જમીનને બે ભાગમાં વહેંચી રહ્યો છે લાવા

  - જ્વાળામુખીની મોટી તિરાડોમાંથી નિકળતો લાવા નદીના પ્રવાહમાં વહી રહ્યો છે અને બિગ આઇલેન્ડના પ્રાદેશિક વિસ્તારોમાં પહોંચી ગયો છે. જેના કારણે હાઇ-વે અને રહેણાંક વિસ્તારોની જમીન ફાટી ગઇ છે.

  - હવામાં જ્વાળામુખી અને સમુદ્રના પાણીની વરાળના કારણે સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ ત્રણ ગણું વધી ગયું છે. વોલ્કેનો સમિટ (જ્વાળામુખીના મુખ્ય સ્થાન) પર સોમવારે વધુ બે મોટાં બ્લાસ્ટ થવાના કારણે હવામાં રાખ અને ધૂમાડાના જાડા થર જોવા મળી રહ્યા છે.
  - બિગ આઇલેન્ડમાં સાઉથ-વેસ્ટ તરફથી ફૂંકાઇ રહેલા પવનના કારણે રાખના વાદળો તે તરફ સાઉથ તરફ સૌથી વધારે જોવા મળે છે.

  સ્વાસ્થ્યને થશે ગંભીર અસર

  - વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, સ્ટીમ ક્લાઉડ્સના કારણે હવામાં હાઇડ્રોક્લોરિક એસિડ અને કાચ ભળવાના કારણે સ્વાસ્થ્યને લગતાં જોખમો આગામી દિવસોમાં ઉભા થશે. એસિડ એરના કારણે વ્યક્તિની સ્કિન અને આંખોમાં બળતરાં ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.
  - લાવાની વરાળ જેને વૈજ્ઞાનિકોએ 'લેઝ' નામ આપ્યું છે, તે વેસ્ટ તરફ 24 કિલોમીટર સુધીના એરિયામાં ફેલાઇ ગઇ છે. લાવા અને સમુદ્રનું પાણી ભળવાના કારણે જે વરાળ ઉત્પન્ન થાય છે તેને લેઝ તરીકે ઓળખવામાં આવે છે.
  - યુએસ જીઓલોજિકલ સર્વે સાયન્ટિસ્ટ્સના જણાવ્યા અનુસાર, હાલ જ્વાળામુખીનો લાવા વાંકીચૂંકી રીતે વહી રહ્યો છે અને સમુદ્રમાં ભળી રહ્યો છે.
  - વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, લાવાનો આ એસિડ, બેટરી એસિડ જેટલી જ ખતરનાક હદે સડો પેદા કરી શકે છે. હવામાં બંધાઇ રહેલા વાદળોમાં કાચના વાંકાચૂંકા શેપ પણ બનાવી રહ્યા છે.
  - હવાઇ કોસ્ટ ગાર્ડ્સના જણાવ્યા અનુસાર, હાલ સમુદ્રથી 984 ફૂટ (300 મીટર) સુધીના એરિયાને સેફ્ટી ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કારણ કે, પ્રંચડ લાવાને વધુ નજીકથી જોવાના કારણે વ્યક્તિનું મોત પણ થઇ શકે છે.

  2 ડઝન મકાનો સહિત 40 બિલ્ડિંગ્સ નષ્ટ, લોકો શેલ્ટર હાઉસમાં

  - કિલાઉ જ્વાળામુખીના કારણે અત્યાર સુધી બે ડઝન મકાનો સહિત 40 જેટલી બિલ્ડિંગો નષ્ટ થઇ ગઇ છે. શનિવારે વધુ 2,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
  - શનિવારથી લાવા બે ગણી વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જ્વાળામુખીમાંથી નિકળી રહેલો ફ્રેશ લાવા વધુ ગરમ અને આસપાસના એરિયામાં શરૂઆતની સરખામણીએ વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે.
  - કિલાઉમાં હાલ 20 ફિશરો ખૂલી છે, જેમાંથી ફ્રેશ લાવા બહાર નિકળી રહ્યો છે. આ ફિશરોમાંથી નિકળી રહેલો લાવા ઘાતક બ્લાસ્ટ સાથે હવામાં ફેંકાઇ રહ્યો છે અને જમીન પર 300 યાર્ડ્સ (274 મીટર) પ્રતિ કલાકની ઝડપે ફેલાઇ રહ્યો છે.

 • ફિશરોમાંથી નિકળી રહેલો લાવા ઘાતક બ્લાસ્ટ સાથે હવામાં ફેંકાઇ રહ્યો છે | Kilaueas lava flows have reached Hawaiis coast
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  કિલાઉ જ્વાળામુખીનો લાવા સોમવારે જીઓથર્મલ પાવર પ્લાન્ટ સુધી પહોંચી ગયો હતો
 • ફિશરોમાંથી નિકળી રહેલો લાવા ઘાતક બ્લાસ્ટ સાથે હવામાં ફેંકાઇ રહ્યો છે | Kilaueas lava flows have reached Hawaiis coast
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  સોમવારે વધુ બે મોટાં બ્લાસ્ટ થવાના કારણે હવામાં રાખ અને ધૂમાડાના જાડા થર જોવા મળી રહ્યા છે.
 • ફિશરોમાંથી નિકળી રહેલો લાવા ઘાતક બ્લાસ્ટ સાથે હવામાં ફેંકાઇ રહ્યો છે | Kilaueas lava flows have reached Hawaiis coast
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  લાવાની વરાળ જેને વૈજ્ઞાનિકોએ 'લેઝ' નામ આપ્યું છે, તે વેસ્ટ તરફ 24 કિલોમીટર સુધીના એરિયામાં ફેલાઇ ગઇ છે.
 • ફિશરોમાંથી નિકળી રહેલો લાવા ઘાતક બ્લાસ્ટ સાથે હવામાં ફેંકાઇ રહ્યો છે | Kilaueas lava flows have reached Hawaiis coast
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  હવામાં જ્વાળામુખી અને સમુદ્રના પાણીની વરાળના કારણે સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ ત્રણ ગણું વધી ગયું છે.
 • ફિશરોમાંથી નિકળી રહેલો લાવા ઘાતક બ્લાસ્ટ સાથે હવામાં ફેંકાઇ રહ્યો છે | Kilaueas lava flows have reached Hawaiis coast
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  કિલાઉ જ્વાળામુખી ગત 3 મેથી સક્રિય થયો છે.
 • ફિશરોમાંથી નિકળી રહેલો લાવા ઘાતક બ્લાસ્ટ સાથે હવામાં ફેંકાઇ રહ્યો છે | Kilaueas lava flows have reached Hawaiis coast
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  તસવીરોમાં જોઇ શકાય તે અનુસાર, 2,000 ડિગ્રી સુધી લાવાની વરાળના કારણે વાદળો બંધાઇ રહ્યા છે.
 • ફિશરોમાંથી નિકળી રહેલો લાવા ઘાતક બ્લાસ્ટ સાથે હવામાં ફેંકાઇ રહ્યો છે | Kilaueas lava flows have reached Hawaiis coast
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  લાવા સમુદ્રમાં ભળતા ઝેરી વાદળો બંધાઇ રહ્યા છે. પેસિફિક સમુદ્રના ઠંડા પાણીમાં લાવા ભળવાના કારણે હવાઇના રહીશો માટે વધુ જોખમ ઉભું થયું છે.
 • ફિશરોમાંથી નિકળી રહેલો લાવા ઘાતક બ્લાસ્ટ સાથે હવામાં ફેંકાઇ રહ્યો છે | Kilaueas lava flows have reached Hawaiis coast
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  કિલાઉ વોલ્કેનોનો લાવા હાલ પેસિફિક ઓશિયન સુધી પહોંચી ગયો છે.
 • ફિશરોમાંથી નિકળી રહેલો લાવા ઘાતક બ્લાસ્ટ સાથે હવામાં ફેંકાઇ રહ્યો છે | Kilaueas lava flows have reached Hawaiis coast
  અહીંના હવામાનમાં ફેરફાર થયા છે અને કેમિકલ રિએક્શનના કારણે સ્થાનિકોને ઘરોમાં સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ