• Home
  • International News
  • America
  • કિલાઉ જ્વાળામુખી છેલ્લાં બે અઠવાડિયાથી સક્રિય થયો છે | The Kilauea volcano on Hawaii's Big Island has become increasingly hazardous

જ્વાળામુખીનો લાવા ભયજનક સપાટીએ, હાઇડ્રોક્લોરિક એસિડના વાદળો બંધાયા

હવાઇ કાઉન્ટી ઓથોરિટીએ અહીં 'લેઝ' એલર્ટ જાહેર કર્યુ છે

divyabhaskar.com | Updated - May 21, 2018, 12:01 PM
કિલાઉ જ્વાળામુખી છેલ્લાં બે અઠવાડિયાથી સક્રિય થયો છે | The Kilauea volcano on Hawaii's Big Island has become increasingly hazardous

ઇન્ટરનેશનલ ડેસ્કઃ હવાઇ આઇલેન્ડ પર સક્રિય થયેલો કિલાઉ જ્વાળામુખી વધુ ઉગ્ર થયો છે. હવાઇના બિગ આઇલેન્ડ પર આવેલો કિલાઉ જ્વાળામુખીમાંથી નિકળી રહેલો લાવા હવે સમુદ્રમાં ભળી રહ્યો છે. લાવામાં થતાં બ્લાસ્ટ્સમાં ખડકો અને રાખ પણ એટલી જ પ્રચંડતાથી બહાર ફેંકાઇ રહી છે. જ્વાળામુખીનો લાવા સમુદ્રમાં ભળવાના કારણે આકાશમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને વોલ્કેનિક ગ્લાસના વાદળો બંધાઇ રહ્યા છે. કિલાઉ જ્વાળામુખી છેલ્લાં બે અઠવાડિયાથી સક્રિય થયો છે. અત્યાર સુધી 40 ઘરો નષ્ટ થયા છે અને હજારો લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે. આ સિવાય રાખના 30,000 ફૂટ ઉંચે થઇ રહેલા બ્લાસ્ટના કારણે હવાઇ ઓફિશિયલ્સ સ્થાનિકોને ફેસ માસ્કનું વિતરણ કરી રહ્યા છે.

એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ


- કિલાઉ જ્વાળામુખીના લાવાનો ફ્લો શુક્રવારથી વધી રહ્યો છે. લાવા બ્લાસ્ટમાંથી બહાર ફેંકાતા ખડકોના કારણે શનિવારે એક વ્યક્તિ ઘાયલ થયો હોવાના સમાચાર છે.
- સ્થાનિક તેના ઘરેથી સ્થળાંતરની તૈયારીઓ કરી રહ્યો હતો તે દરમિયાન ઝડપથી ફેલાઇ રહેલો લાવા તેના પગને અડી ગયો હતો.
- શુક્રવારથી જે લાવા નિકળી રહ્યો છે તેમાંથી થતાં બ્લાસ્ટ્નું વજન એક રેફ્રિજરેટર જેટલું છે. આ ઉપરાંત પણ જે નાના નાના બ્લાસ્ટ થઇ રહ્યા છે તે પણ એટલાં જ જીવલેણ છે.
- વ્યક્તિને એ જ દિવસે ઇજા થઇ હતી, જ્યારે ફ્રેશ લાવા ઝડપથી હાઇ વે તરફ ફેલાઇ રહ્યો હતો.


હાઇડ્રોક્લોરિક એસિડના વાદળો બંધાયા


- લાવા સમુદ્રના પાણીમાં ભળવાથી હવાઇ આઇલેન્ડની આસપાસ હાઇડ્રોક્લોરિક એસિડ અને ગ્લાસ પાર્ટિકલ્સના વાદળો બંધાઇ રહ્યા છે. જેના કારણે સ્કિન અને આંખોમાં બળતરાં થવી ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થઇ રહી છે.
- હવાઇ કાઉન્ટી ઓથોરિટીએ અહીં 'લેઝ' એલર્ટ જાહેર કર્યુ છે. લાવા હેઝ હાલ બિગ આઇલેન્ડના સાઉથ કોસ્ટથી 24 કિલોમીટર સુધી ફેલાયો છે.

- લેઝ એલર્ટનો અર્થ થાય છે કે, લાવાના કારણે હવામાં ફેલાતાં ઝેરી પદાર્થોથી આગામી સમયમાં સ્થાનિકોને સ્વાસ્થ્ય સંબંધિત જોખમો થઇ શકે છે.
- યુએસ જીઓલોજિકલ સર્વેસ સાયન્ટિટ્સના જણાવ્યા અનુસાર, લાવા ફિશરની વિરૂદ્ધ દિશામાં વહી રહ્યો છે અને સીધો સમુદ્રમાં ભળી રહ્યો છે.
- ઓથોરિટીએ વોર્નિંગ જાહેર કરી છે કે, લાવા પ્લમ હવાની દિશા બદલાતા ગમે તે ક્ષણે પોતાનો રસ્તો બદલી શકે છે. હવાઇ વોલ્કેનો ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર, પાણી અને લાવાના મિશ્રણના કારણે હવામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ ત્રણ ગણું વધી ગયું છે.
- બિગ આઇલેન્ડના તમામ સ્થાનિકોનું હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જે હાઇ-વે સુધી લાવા પહોંચી ગયો હતો તેને બંધ કરી દેવામાં આવ્યો છે.

જ્વાળામુખી ક્યારે શાંત થશે તે કહેવું મુશ્કેલ


- બિગ આઇલેન્ડ જ્વાળામુખીમાંથી શુક્રવારે નાના નાના બ્લાસ્ટ્સ થઇ રહ્યા હતા. જેના કારણે હવામાં 10,000 ફૂટ (3,048 મીટર) ઉંચે રાખ ઉડી હતી.
- યુએસજીએસના હવાઇ વોલ્કેનો ઓબ્ઝર્વેટરી રિપોર્ટ અનુસાર, આગામી દિવસોમાં રાખ અને ધૂમાડાના નાના નાના બ્લાસ્ટ્સ થવાની શક્યતાઓ છે.
- વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ જ્વાળામુખી ક્યારે શાંત થશે તે હાલ કહેવું મુશ્કેલ છે. કારણ કે, 1955માં કિલાઉ જ્વાળામુખી સક્રિય થયો તે દરમિયાન 88 દિવસ સુધી લાવા બહાર ફેંકાયો હતો.
- બિગ આઇલેન્ડમાં 4,000 સ્ક્વેર માઇલ્સમાં લાવા અને રાખ ફેલાઇ ગઇ છે. કિલાઉ જ્વાળામુખી હવાઇના મોટાંભાગના વિસ્તારોમાં ફેલાઇ ગયો છે.

લાવા ફિશરની વિરૂદ્ધ દિશામાં વહી રહ્યો છે અને સીધો સમુદ્રમાં ભળી રહ્યો છે.
લાવા ફિશરની વિરૂદ્ધ દિશામાં વહી રહ્યો છે અને સીધો સમુદ્રમાં ભળી રહ્યો છે.
યુએસજીએસના રિપોર્ટ અનુસાર, લાવા બહાર ફેંકાવાનું લેવલ સતત વધી રહ્યું છે.
યુએસજીએસના રિપોર્ટ અનુસાર, લાવા બહાર ફેંકાવાનું લેવલ સતત વધી રહ્યું છે.
છેલ્લાં બે અઠવાડિયાની સરખામણીએ જ્વાળામુખીની એક્ટિવિટી વધુ ખરાબ અને ભયજનક થઇ રહી છે.
છેલ્લાં બે અઠવાડિયાની સરખામણીએ જ્વાળામુખીની એક્ટિવિટી વધુ ખરાબ અને ભયજનક થઇ રહી છે.
બિગ આઇલેન્ડના તમામ સ્થાનિકોનું હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જે હાઇ-વે સુધી લાવા પહોંચી ગયો હતો તેને બંધ કરી દેવામાં આવ્યો છે.
બિગ આઇલેન્ડના તમામ સ્થાનિકોનું હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જે હાઇ-વે સુધી લાવા પહોંચી ગયો હતો તેને બંધ કરી દેવામાં આવ્યો છે.
ઓથોરિટીએ વોર્નિંગ જાહેર કરી છે કે, લાવા પ્લમ હવાની દિશા બદલાતા ગમે તે ક્ષણે પોતાનો રસ્તો બદલી શકે છે.
ઓથોરિટીએ વોર્નિંગ જાહેર કરી છે કે, લાવા પ્લમ હવાની દિશા બદલાતા ગમે તે ક્ષણે પોતાનો રસ્તો બદલી શકે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ જ્વાળામુખી ક્યારે શાંત થશે તે હાલ કહેવું મુશ્કેલ છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ જ્વાળામુખી ક્યારે શાંત થશે તે હાલ કહેવું મુશ્કેલ છે.
બિગ આઇલેન્ડમાં 4,000 સ્ક્વેર માઇલ્સમાં લાવા અને રાખ ફેલાઇ ગઇ છે.
બિગ આઇલેન્ડમાં 4,000 સ્ક્વેર માઇલ્સમાં લાવા અને રાખ ફેલાઇ ગઇ છે.
X
કિલાઉ જ્વાળામુખી છેલ્લાં બે અઠવાડિયાથી સક્રિય થયો છે | The Kilauea volcano on Hawaii's Big Island has become increasingly hazardous
લાવા ફિશરની વિરૂદ્ધ દિશામાં વહી રહ્યો છે અને સીધો સમુદ્રમાં ભળી રહ્યો છે.લાવા ફિશરની વિરૂદ્ધ દિશામાં વહી રહ્યો છે અને સીધો સમુદ્રમાં ભળી રહ્યો છે.
યુએસજીએસના રિપોર્ટ અનુસાર, લાવા બહાર ફેંકાવાનું લેવલ સતત વધી રહ્યું છે.યુએસજીએસના રિપોર્ટ અનુસાર, લાવા બહાર ફેંકાવાનું લેવલ સતત વધી રહ્યું છે.
છેલ્લાં બે અઠવાડિયાની સરખામણીએ જ્વાળામુખીની એક્ટિવિટી વધુ ખરાબ અને ભયજનક થઇ રહી છે.છેલ્લાં બે અઠવાડિયાની સરખામણીએ જ્વાળામુખીની એક્ટિવિટી વધુ ખરાબ અને ભયજનક થઇ રહી છે.
બિગ આઇલેન્ડના તમામ સ્થાનિકોનું હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જે હાઇ-વે સુધી લાવા પહોંચી ગયો હતો તેને બંધ કરી દેવામાં આવ્યો છે.બિગ આઇલેન્ડના તમામ સ્થાનિકોનું હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જે હાઇ-વે સુધી લાવા પહોંચી ગયો હતો તેને બંધ કરી દેવામાં આવ્યો છે.
ઓથોરિટીએ વોર્નિંગ જાહેર કરી છે કે, લાવા પ્લમ હવાની દિશા બદલાતા ગમે તે ક્ષણે પોતાનો રસ્તો બદલી શકે છે.ઓથોરિટીએ વોર્નિંગ જાહેર કરી છે કે, લાવા પ્લમ હવાની દિશા બદલાતા ગમે તે ક્ષણે પોતાનો રસ્તો બદલી શકે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ જ્વાળામુખી ક્યારે શાંત થશે તે હાલ કહેવું મુશ્કેલ છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ જ્વાળામુખી ક્યારે શાંત થશે તે હાલ કહેવું મુશ્કેલ છે.
બિગ આઇલેન્ડમાં 4,000 સ્ક્વેર માઇલ્સમાં લાવા અને રાખ ફેલાઇ ગઇ છે.બિગ આઇલેન્ડમાં 4,000 સ્ક્વેર માઇલ્સમાં લાવા અને રાખ ફેલાઇ ગઇ છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App