મેક્કેનની શ્રદ્ધાંજલિ સભાના સમયે ગોલ્ફ રમવા ગયા હતા ટ્રમ્પ, પૂર્વ સેનેટરની દીકરીએ કહ્યું- હું નથી ઈચ્છતી કે તેઓ આવે

મેગને ટ્રમ્પના સ્લોગન અમે અમેરિકાને ફરી મહાન બનાવીશુંનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મેક્કેનનું અમેરિકા હંમેશાથી મહાન હતું.

Divyabhaskar.com | Updated - Sep 02, 2018, 03:01 PM
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ સેનેટર જોન મેક્કેન (81)ને માટે શનિવારે એક શ્રદ્ધાંજલિ સભા આયોજિત કરવામાં આવી હતી
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ સેનેટર જોન મેક્કેન (81)ને માટે શનિવારે એક શ્રદ્ધાંજલિ સભા આયોજિત કરવામાં આવી હતી

અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ સેનેટર જોન મેક્કેન (81)ને માટે શનિવારે એક શ્રદ્ધાંજલિ સભા આયોજિત કરવામાં આવી હતી. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને જ્યોર્જ ડબલ્યૂ બુશ સહિત અનેક દિગ્ગજ લોકો હાજર રહ્યાં હતા. ચોંકાવનારી વાત એ રહી કે મેક્કેનની અંતિમ વિદાઈમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહ્યાં ન હતા. તેઓ પોતાના કલબમાં ગોલ્ફ રમવા જતા રહ્યાં હતા.

વોશિંગ્ટનઃ અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ સેનેટર જોન મેક્કેન (81)ને માટે શનિવારે એક શ્રદ્ધાંજલિ સભા આયોજિત કરવામાં આવી હતી. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને જ્યોર્જ ડબલ્યૂ બુશ સહિત અનેક દિગ્ગજ લોકો હાજર રહ્યાં હતા. ચોંકાવનારી વાત એ રહી કે મેક્કેનની અંતિમ વિદાયમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહ્યાં ન હતા. તેઓ પોતાના કલબમાં ગોલ્ફ રમવા જતા રહ્યાં હતા. મેક્કેનની દીકરી મેગને કહ્યું કે આપણે અહીં અમેરિકાની એક મહાન વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા ભેગાં થયા છીએ. હું નથી ઈચ્છતી કે હલકા નિવેદનો કરનારા કોઈ વ્યક્તિ અહીં આવે.

મેગને ટ્રમ્પના સ્લોગન 'અમે અમેરિકાને ફરી મહાન બનાવીશું'નો ઉલ્લેખ કરતાં કહ્યું કે મેક્કેનનું અમેરિકા હંમેશાથી મહાન હતું.

મેક્કન બીમાર હોવા છતાં પણ ટ્રમ્પની સતત નિંદા કરતા હતા. અમેરિકાના રાજકારણમાં દરેક મોટા નેતા મેક્કેનની શ્રદ્ધાંજલિ સભામાં પહોંચ્યા હતા. મેક્કેનના પરિવાર તરફથી જે નિવેદનો આવ્યાં, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે અંતિમ યાત્રામાં પણ તેઓ ટ્રમ્પને નથી જોવા માગતા. 25 ઓગસ્ટે કેન્સરની બીમારીને કારણે મેક્કેનનું નિધન થઈ ગયું હતું.

ઓબામા સામે હારી ગયા હતા ચૂંટણી


2008માં મેક્કેન રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા જો કે તેઓ ઓબામા સામે ચૂંટણી હારી ગયા હતા. ઓબામાએ કહ્યું કે, "ક્યારેક યુદ્ધબંધી રહેલાં મેક્કેન હંમેશા સત્ય અને લોકતાંત્રિક મૂલ્યો માટે લડ્યા. તેમના આ ગુણ ટ્રમ્પમાં નથી જોવા મળતા. આજ રાજકારણમાં એક-બીજાને નીચા દેખાડવામાં આવે છે. નેતા વિવાદોમાં ઘેરાયેલાં છે. મેક્કેને અમને શિખવ્યું કે કઈ રીતે સૌથી મોટા અને સારા બની શકાય."
- બુશે કહ્યું કે તેઓ આઝાદીને પ્રેમ અને દરેક લોકોનું સન્માન જાળવતા હતા. તેઓ માનતા હતા કે કોઈનું વ્યક્તિત્વ ન તો સરહદ ખતમ કરી શકે છે કે ન તો કોઈ સરમુખત્યાર. તેમને સત્તાના દુરુપયોગથી ધ્રુણા હતી.

અમેરિકાની નેવીમાં હતા મેક્કેન


1936માં જન્મેલા મેક્કેન અમેરિકી નેવીમાં કેપ્ટનના પદ સુધી પહોંચ્યા હતા. વિયેતનામ યુદ્ધ દરમિયાન 1967માં તેઓને વિરોધી સેનાએ પકડી લીધા હતા. 1973 સુધી તેઓ યુદ્ધબંધી તરીકે જ રહ્યાં. વિયેતનામની જે જેલમાં તેમને યાતનાઓ આપવામાં આવી તેને અમેરિકાના લોકો હનોઇ હિલ્ટન કહે છે.

સંબંધિત સ્ટોરીની વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

વાંચોઃ અમેરિકાએ પાકિસ્તાનને આપવાની 2130 કરોડ રૂપિયાની મદદ રોકી, કહ્યું- હજુ આતંકીઓને છાવરી રહ્યાં છે

મેક્કેનની દીકરી મેગને કહ્યું કે આપણે અહીં અમેરિકાની એક મહાન વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા ભેગાં થયા છીએ. હું નથી ઈચ્છતી કે હલકા નિવેદનો કરનારા કોઈ વ્યક્તિ અહીં આવે
મેક્કેનની દીકરી મેગને કહ્યું કે આપણે અહીં અમેરિકાની એક મહાન વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા ભેગાં થયા છીએ. હું નથી ઈચ્છતી કે હલકા નિવેદનો કરનારા કોઈ વ્યક્તિ અહીં આવે
મેક્કનને શ્રદ્ધાંજલિ આપવા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને જ્યોર્જ ડબલ્યૂ બુશ સહિત અનેક દિગ્ગજ લોકો હાજર રહ્યાં હતા
મેક્કનને શ્રદ્ધાંજલિ આપવા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને જ્યોર્જ ડબલ્યૂ બુશ સહિત અનેક દિગ્ગજ લોકો હાજર રહ્યાં હતા
X
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ સેનેટર જોન મેક્કેન (81)ને માટે શનિવારે એક શ્રદ્ધાંજલિ સભા આયોજિત કરવામાં આવી હતીઅમેરિકાની રિપબ્લિકન પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ સેનેટર જોન મેક્કેન (81)ને માટે શનિવારે એક શ્રદ્ધાંજલિ સભા આયોજિત કરવામાં આવી હતી
મેક્કેનની દીકરી મેગને કહ્યું કે આપણે અહીં અમેરિકાની એક મહાન વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા ભેગાં થયા છીએ. હું નથી ઈચ્છતી કે હલકા નિવેદનો કરનારા કોઈ વ્યક્તિ અહીં આવેમેક્કેનની દીકરી મેગને કહ્યું કે આપણે અહીં અમેરિકાની એક મહાન વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા ભેગાં થયા છીએ. હું નથી ઈચ્છતી કે હલકા નિવેદનો કરનારા કોઈ વ્યક્તિ અહીં આવે
મેક્કનને શ્રદ્ધાંજલિ આપવા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને જ્યોર્જ ડબલ્યૂ બુશ સહિત અનેક દિગ્ગજ લોકો હાજર રહ્યાં હતામેક્કનને શ્રદ્ધાંજલિ આપવા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને જ્યોર્જ ડબલ્યૂ બુશ સહિત અનેક દિગ્ગજ લોકો હાજર રહ્યાં હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App