US: ખતરનાક ટક્કર બાદ 20 ફૂટ સુધી ઉછળી 2 કાર, બંને ડ્રાઇવર્સનો બચાવ

જ્હોને 16માંથી 2 રેસ એક્સિડન્ટ બાદ જીતી છે.

divyabhaskar.com | Updated - Mar 02, 2018, 11:57 AM
ફિનિશ લાઇનની પાસે જ્હોનની કારમાંથી ફ્યૂઅલ લિક થવા લાગ્યું
ફિનિશ લાઇનની પાસે જ્હોનની કારમાંથી ફ્યૂઅલ લિક થવા લાગ્યું

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં એનએચઆરએ એરિઝોના નેશનલ્સ કાર રેસના ક્વાર્ટર ફાઇનલમાં એક મોટી દુર્ઘટના ટળી છે. હકીકતમાં, એલિમિનેશન રાઉન્ડ રેસમાં 68 વર્ષના જ્હોન ફોર્સ 28 વર્ષની જ્હોની લિંડબર્ગથી આગળ હતા. ફિનિશ લાઇનની પાસે જ્હોનની કારમાંથી ફ્યૂઅલ લિક થવા લાગ્યું. થોડી સેકન્ડમાં તેઓની કારમાં આગ લાગી ગઇ અને તેની કાર જ્હોનીની કાર સાથે ટકરાઇ ગઇ. ટક્કર બાદ જ્હોનીની કાર 20 ફૂટ સુધી ઉછળી ગઇ. ત્યારબાદ કાર દીવાલ સાથે ટકરાઇ અને તેમના પેરાશૂટ ખૂલી ગયા. ખતરનાક ટક્કર બાદ પણ બંને ડ્રાઇવર્સનો આબાદ બચાવ થયો હતો. જ્હોનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ થોડાં સમય બાદ તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા.

જ્હોન 11 વર્ષ પહેલાં પણ આવા ક્રેશનો શિકાર થયો હતો


- 16 વર્ષના કાર ચેમ્પિયન જ્હોન આ પહેલાં પણ આવી જ દુર્ઘટનાનો શિકાર થયા છે.
- 2007માં એનએચઆરએ ફૉલ ઇન્ટરનેશનલનો બીજો રાઉન્ડ જીત્યા બાદ ફિનિશ લાઇનની પાસે તેમની કારનું ટાયર ફાટી ગયું હતું અને કાર કેની બર્નસ્ટેનની કાર સાથે ટકરાઇ હતી.
- ત્યારબાદ તેઓને એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં 6 કલાકની સારવાર બાદ તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા.
- જ્હોને 16માંથી 2 રેસ એક્સિડન્ટ બાદ જીતી છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાના PHOTOS...

કાર દીવાલ સાથે ટકરાઇ અને તેમના પેરાશૂટ ખૂલી ગયા.
કાર દીવાલ સાથે ટકરાઇ અને તેમના પેરાશૂટ ખૂલી ગયા.
ખતરનાક ટક્કર બાદ પણ બંને ડ્રાઇવર્સનો આબાદ બચાવ થયો હતો.
ખતરનાક ટક્કર બાદ પણ બંને ડ્રાઇવર્સનો આબાદ બચાવ થયો હતો.
X
ફિનિશ લાઇનની પાસે જ્હોનની કારમાંથી ફ્યૂઅલ લિક થવા લાગ્યુંફિનિશ લાઇનની પાસે જ્હોનની કારમાંથી ફ્યૂઅલ લિક થવા લાગ્યું
કાર દીવાલ સાથે ટકરાઇ અને તેમના પેરાશૂટ ખૂલી ગયા.કાર દીવાલ સાથે ટકરાઇ અને તેમના પેરાશૂટ ખૂલી ગયા.
ખતરનાક ટક્કર બાદ પણ બંને ડ્રાઇવર્સનો આબાદ બચાવ થયો હતો.ખતરનાક ટક્કર બાદ પણ બંને ડ્રાઇવર્સનો આબાદ બચાવ થયો હતો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App