લગ્નની વિધિ પહેલાં વરરાજાને જાણવા મળી આ હકીકત, થઇ જોવા જેવી!

લગ્નને કાયદેસર રીતે થવા સ્વીકૃતિ આપવા માટે વરરાજાએ ચૂકવ્યા હતા 1.86 કરોડ રૂપિયા

divyabhaskar.com | Updated - Mar 16, 2018, 05:04 PM
આ લગ્નમાં આખરે તમને એવી હકીકત જાણવા મળશે જે જોઇને તમારે હસવું કે રડવું તેનો ખ્યાલ જ ના આવે! (ફાઇલ)
આ લગ્નમાં આખરે તમને એવી હકીકત જાણવા મળશે જે જોઇને તમારે હસવું કે રડવું તેનો ખ્યાલ જ ના આવે! (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ 'કન્યા પધરાવો સાવધાન!...' આ વાક્ય સાંભળતા જ દરેકની નજર દુલ્હનની એન્ટ્રી માટે તૈયાર થઇ જતી હોય છે. પણ જે તરફથી દુલ્હન આવવાની હોય ત્યાં કોઇ હલચલ જ ના જોવા મળે તો? આખરે તમને એવી હકીકત જાણવા મળે જે જોઇને તમારે હસવું કે રડવું તેનો ખ્યાલ જ ના આવે! શું તમે આવા અટપટાં લગ્નના કિસ્સાઓ વિશે સાંભળ્યું છે? મેનહટનમાં એક ચર્ચમાં યોજાયેલા લગ્નમાં પણ કંઇક આવું જ થયું. અહીં ચર્ચમાં એક વરરાજા તેની દુલ્હનના આવવાની રાહ જોતા રહી ગયા અને દુલ્હન ભાગી ગઇ.

શું છે ઘટના?


- મેનહટનમાં એક વ્યક્તિએ તેની એક્સ-ફિયાન્સી સામે લાખો રૂપિયા અને કિંમતી ગિફ્ટ્સ લઇને ભાગી જવાનો આરોપ લગાવ્યો છે.
- મેનહટનની સુપ્રીમ કોર્ટમાં જી ડોંગ નામના વ્યક્તિએ આ કેસ ફાઇલ કર્યો છે. જે અનુસાર, જીન ગયા વર્ષે તેની ફિયાન્સી યુ ક્વિન્ગ વેંગ સાથે લગ્ન કરવાનો હતો.
- ચીનથી આવેલા આ કપલે 2017માં એક વેડિંગ બેન્ક્વેટ ભાડે રાખ્યો હતો. જ્યાં તેઓ ગત ઓગસ્ટ મહિનામાં લગ્ન કરવાના હતા.
- પરંતુ લગ્નના થોડાં કલાકો પહેલાં જ કિંમતી ગિફ્ટ્સ અને લાખો રૂપિયા લઇને ભાગી ગઇ અને ક્યારેય પાછી જ ના આવી.

આગળની સ્લાઇડમાં જાણો, ચીનની લૂટેરી દુલ્હન અને તેના પરિવારે કેવી રીતે અને કેટલા પેંતરાથી વરરાજા સાથે કરી ઠગાઇ...

વેંગને તેણે 75,000 રૂપિયા રોકડાં અને 25 હજાર રૂપિયાની ગોલ્ડ જ્વેલરી લગ્ન પહેલાં આપી હતી. (ફાઇલ)
વેંગને તેણે 75,000 રૂપિયા રોકડાં અને 25 હજાર રૂપિયાની ગોલ્ડ જ્વેલરી લગ્ન પહેલાં આપી હતી. (ફાઇલ)

જીને કોર્ટમાં દાખલ કર્યો કેસ 


- કોર્ટ કેસના પેપર અનુસાર, વેંગને તેણે 75,000 રૂપિયા રોકડાં અને 25 હજાર રૂપિયાની ગોલ્ડ જ્વેલરી લગ્ન પહેલાં આપી હતી. 
- વેંગ આ તમામ રૂપિયા અને જ્વેલરી સહિત અન્ય મોંઘી ભેટ-સોગાદો લઇને ભાગી ગઇ હતી. ડોન્ગે તેની ફિયાન્સીની માતાને 3.44 લાખની ગિફ્ટ પણ આપી હતી. ઉપરાંત વેંગના માતા-પિતાએ 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ રકમ પણ વેન્ગે ચૂકવી હતી. 

- વાત આટલેથી નથી અટકતી, વેન્ગના ભાઇ અને દાદીએ આ લગ્નને કાયદેસર રીતે થવા દેવા માટે 1.29 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ડોન્ગે તે રકમ પણ ચૂકવી હતી. 
- આટલી અધધ રકમ ચૂકવ્યા બાદ જ વેન્ગે, ડોન્ગ સાથે લગ્ન કરવાની હા કહી હતી. 
- હવે ડોન્ગે કોર્ટમાં અરજી કરી છે કે, તેની એક્સ-ફિયાન્સીની ધરપકડ કરવામાં આવે અને તેની પાસેથી લેણાંની રકમ 1.86 કરોડ રૂપિયા પરત આપવામાં આવે. 

X
આ લગ્નમાં આખરે તમને એવી હકીકત જાણવા મળશે જે જોઇને તમારે હસવું કે રડવું તેનો ખ્યાલ જ ના આવે! (ફાઇલ)આ લગ્નમાં આખરે તમને એવી હકીકત જાણવા મળશે જે જોઇને તમારે હસવું કે રડવું તેનો ખ્યાલ જ ના આવે! (ફાઇલ)
વેંગને તેણે 75,000 રૂપિયા રોકડાં અને 25 હજાર રૂપિયાની ગોલ્ડ જ્વેલરી લગ્ન પહેલાં આપી હતી. (ફાઇલ)વેંગને તેણે 75,000 રૂપિયા રોકડાં અને 25 હજાર રૂપિયાની ગોલ્ડ જ્વેલરી લગ્ન પહેલાં આપી હતી. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App