યુએસ / જેફ બેજોસે 2018માં સૌથી વધુ 14200 કરોડ રૂ. દાન કર્યા, બિલ ગેટ્સથી 93 ટકા વધુ

divyabhaskar.com | Updated - Feb 14, 2019, 01:16 PM
એમેઝોનના સીઇઓ જેફ બેજોસ
એમેઝોનના સીઇઓ જેફ બેજોસ
X
એમેઝોનના સીઇઓ જેફ બેજોસએમેઝોનના સીઇઓ જેફ બેજોસ

  • અમેરિકાના 50 ધનવાન દાન-દાતાઓની લિસ્ટમમાં એમેઝોન સીઇઓ બેજોસ પહેલીવારમાં જ પ્રથમ નંબરે 
  • બિલ-મિલિન્ડા ગેટ્સે 979.8 કરોડ દાન કરી 12 નંબરે પહોંચ્યા, 2017માં ટોપ પર હતા 
  • માર્ક ઝકરબર્ગ-પ્રિસિલા ચાને 1519.4 કરોડ દાન કર્યા, 2017ના ડોનેશનથી 98% ઓછા 

વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી ધનવાન એમેઝોનના સીઇઓ જેફ બેજોસ અમેરિકાના સૌથી મોટાં દાનવીર પણ બની ગયા છે. 2018માં તેઓએ સમાજની ભલાઇના કામોમાં સૌથી વધુ 14,200 કરોડ રૂપિયા ડોનેટ કર્યા. યુએસની ક્રોનિકલ ઓફ ફિલાન્થ્રોપી મેગેઝીને એવા 50 ધનવાનોનું લિસ્ટ જાહેર કર્યુ છે જેઓએ ગત વર્ષે સૌથી વધુ ડોનેશન આપ્યું. તેમાં બેજોસ પહેલાં નંબર પર છે. 

બેજોસની નેટવર્થ 9.65 લાખ કરોડ રૂ.

બિલ-મિલિન્ડાનું ડોનેશન 97 ટકા ઘટ્યું
1.50 સૌથી મોટાં દાતાઓની લિસ્ટમાં માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમની પત્ની મિલિન્ડા ગેસ્ટ 12માં નંબર પર છે. 2018માં તેઓએ 979.8 કરોડ રૂપિયા દાન કર્યુ હતું. જે 2017ની સરખામણીએ 97 ટકા ઓછું છે. 2017માં તેઓ પહેલાં નંબર પર હતા. તેઓએ 33,938 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. 
માર્ક ઝકરબર્ગ 7માં નંબરે
2.ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાનના ડોનેશનમાં 89 ટકા ઘટાડો થયો છે. 2018માં તેઓએ 1,519.4 કરોડનું ડોનેશન આપ્યું. તે બીજા પરથી સીધા સાતમા નંબરે પહોંચી ગયા છે. 2017માં તેઓએ 14,200 કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા.  
2018માં અમેરિકાના 5 મોટાં દાતા
3.
નામ કંપની ડોનેશન (રૂ.)
જેફ બેજોસ એમેઝોન 14,200 કરોડ 
માઇકલ બ્લૂમબર્ગ બ્લૂમબર્ગ ફાઇનાન્શિયલ 5,445.7 કરોડ 
પિયરે એન્ડ પેમ ઓમિદયાર ઇબે 2,783.2 કરોડ 
સ્ટીફન શેવર્જમેન બ્લેકસ્ટોન ગ્રૂપ 2,769 કરોડ 
સ્ટીવ એન્ડ કોની બામર બામર ગ્રૂપ  2,094.5 કરોડ 
4.આ લિસ્ટમાં સામેલ 50 ધનવાનોએ 2018માં કુલ 55,380 કરોડ દાનમાં આપ્યા હતા. આ રકમ 2017ની સરખામણીએ લગભગ અડધી છે. તે વર્ષે 50 ધનવાનોએ 1.04 લાખ કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા. 
5.જેફ બેજોસ પહેલીવાર આ લિસ્ટમાં સામેલ થયા છે અને પહેલી જ વખતમાં નંબર-1 પર આવી ગયા છે. તેઓએ ગત વર્ષે લૉન્ચ કરેલા બેજોસ ડે-વન ફંડની મદદથી જરૂરિયાતવાળા લોકોની મદદ કરી. આ પહેલાં સામાજિક કાર્યોમાં પાછળ રહેવાના કારણે બેજોસેને ઘણી નિંદા સહન કરવી પડી હતી. જેફ બેજોસ લાંબા સમયથી વિશ્વના સૌથી મોટાં ધનવાન છે. તેઓને નેટવર્થ 9.65 લાખ કરોડ રૂપિયા છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App