ટ્રમ્પના સ્ટેટ ઓફ ધી યૂનિયનમાં સામેલ નહીં થાય ભારતીય-અમેરિકી સાંસદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વોશિંગ્ટન: ભારતીય મૂળના અમેરિકી સાંસદ પ્રેમિલા જયપાલ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટ ઓફ યૂનિયન એડ્રેસમાં સામેલ થશે નહીં. પ્રેમીલા તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેંટ્સ માટે જે પોલિસી બનાવી છે તેને જવાબદાર ગણાવી છે. 30 જાન્યુઆરીએ ટ્રમ્પનું સ્ટેટ ઓફ ધી યૂનિયન એડ્રેસ ફંક્શન છે. 

 

પ્રેમિલા સાથે અન્ય પણ ઘણાં ડેમોક્રેટિક સાંસદ સામેલ


- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે પ્રેમિલા સાથે અન્ય ઘણાં ડેમોક્રેટિક સાંસદ પણ ટ્રમ્પની સ્પીચમાં સામેલ થવાના નથી. તેમાં અગ્રણી રિપબ્લિકન સાંસજ જોન લેવિસ પણ સામેલ છે. 
- પ્રેમિલાએ કહ્યું છે કે, હું આ વખતે સ્ટેટ ઓફ ધી યૂનિયનમાં સામેલ થવાની નથી. લેવિસ પણ મારી સાથે છે.
- પ્રેમિલાએ એવુ પણ કહ્યું છે કે, મારું માનવું છે કે, અમારા પ્રેસિડન્ટ તેમના પદનો ઉપયોગ નસ્લવાદ, સેક્સિઝમ અને નફરત ફેલાવા માટે કરી રહ્યા છે. તાજેતરમા ંજ તેમણે હૈતી અને આફ્રિકી લોકો માટે ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
- ટ્રમ્પની હંમેશા પોતાની જાતને જ પ્રમોટ કરતી માનસિકતાને હું પસંદ નથી કરતી.

 

પ્રેસિડન્ટને દેશની એકતામાં કોઈ રસ નથી


- જયપાલે કહ્યું કે, ટ્રમ્પને દેશની એકતામાં કોઈ રસ નથી. તેમને મતદાતાઓના નાના ગ્રૂપને લોભાવવા માટે ખૂબ ઓછા શબ્દોનો ઉપયોગ કરવો પડે છે.
- તેમનો રસ્તો ખતરનાક છે, તેમને રસ્તે ચાલવાથી દેશને નુકસાન થશે. અમે તેમની વિચારસરણી બદલી નથી શકવાના. તેમ છતા અમે વિરોધ અને અહિંસાના રસ્તાનો ઉપયોગ કર્યો છે.
- સમગ્ર દેશમાં લોકો ટ્રમ્પથી ડરેલા છે. તેમનું મનોબળ ટૂટી રહ્યું છે. 
- એક બ્રાઉન ઈમિગ્રેંટ સાંસદ હોવાના કારણે મને લાગે છે કે મારી વાતનું વ્યક્તિગત અને સામૂહિક બંને રીતે અસર થશે.

 

એકલી સાંસદ જે સ્ટેટ ઓફ ધી યૂનિયનમાં સામેલ નહીં થાય


- પ્રેમિલા જયપાલ એકલી ભારતીય અમેરિકન સાંસદ છે જે ટ્રમ્પના સ્ટેટ ઓફ ધી યૂનિયનમાં ભાગ લેશે નહીં.
- અન્ય મહત્વના ભારતીય અમેરિકી સાંસદમાં ડૉ. એમી બેરા, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિ, સીનેટર કમલા હેરિસા છે.

 

શું છે સ્ટેટ ઓફ ધી યૂનિયન?


- અમેરિકાના સંવિધાનમાં સ્ટેટ ઓફ ધી યૂનિયન સ્પીચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. US કોન્સિટ્યૂશનના આર્ટિકલ-2માં સેક્શન 3 છે.
- તેના clause 1માં જણાવવામાં આવ્યું છે કે, સ્ટેટ ઓફ ધી યૂનિયન સ્પીચનું શું મહત્વ છે તે દર્શાવવામાં આવ્યું છે. 
- તેમના જણાવ્યા પ્રમાણે સમયાંતરે પ્રેસિડન્ટ યુએસ કોંગ્રેસને દેશ વિશેની માહિતી આપે છે. તે સિવાય એ પણ ચર્ચા કરવામાં આવે છે કે, દેશના હિત માટે સરકાર શું નિર્ણય લઈ રહી છે. 

 

કોણ છે ભારતીય- અમેરિકી સાંસદ પ્રેમિલા જયપાલ


પ્રેમિલા જયપાલ ખૂબ ઝડપથી વધતી લોકતાંત્રિક સ્ટાર અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુખ્ય વિવેચક છે. તેમણે સદનમાં વિરોધી નેતા તરીકે કામ કરવાનું હોય છે. પોલિટિકોએ 2018માં તેમના પહેલા પાવર લિસ્ટમાં ભારતીય મૂળના અમેરિકી મહિલા સાંસદ તરીકે  પ્રેમિલા જયપાલને સામેલ કર્યા છે. પાવર લિસ્ટમાં 18 લોકોમાં તેમના પાંચમુ સ્થાન આપવામાં આવ્યું છે. પોલિટિકોમાં જણાવવામાં આવ્યું છે કે, જપાલ ભારતીય પ્રતિનિધિ સભામાં કામ કરતી પહેલી ભારતીય-અમેરિકી મહિલા છે જે કોઈ પણ પડકારમાં પાછા નથી પડતાં. 

 

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

અન્ય સમાચારો પણ છે...