તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • More Than 50% Of New Young Customers Are Estimated To Buying Apple Product In Shopping Season

અમેરિકામાં શોપિંગ સિઝન દરમિયાન જ્વેલરી કરતાં આઈફોન-એપલ વોચની વધારે ખરીદી થવાનો અંદાજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વોશિંગટનઃ અમેરિકામાં ટૂંક સમયમાં જ શોપિંગ સીઝનની શરૂઆત થવાની છે. સિટિઝન બેંકના રિપોર્ટ મુજબ, આ સીઝનમાં લોકોનો ટ્રેન્ડ સોના-ચાંદીના ઘરેણા અને હીરા જડિત ઘડિયાળોના મુબાબલે એપલની નવી આઇફોન રેન્જ અને એપલ વોચ પર રહેશે.

 

એક કરોડથી વધુ એપલ વોચનું વેચાણ થવાનું અનુમાન


અમેરિકન ફર્મ કૈસ્સેંડ સિક્યોરિટીઝ મુજબ, શોપિંગ સીઝનને જોતા ડિસેમ્બર સુધી એક કરોડથી વધુ એપલ વેચનું વેચાણ થશે. આ દરમિયાન કંપનીના ખાતામાં 65 હજાર કરોડ રૂપિયાથી વધુ આવશે. રસપ્રદ વાત એ છે કે એપલના વેચાણ પર ગૂગલ અને ફોસિલ જેવી બીજી સ્માર્ટવોચ બનાવનારી કંપનીઓના પ્રોડક્ટના વેચાણ પણ ખાસ અસર નહીં પડે.

 

અંગૂઠીથી વધુ સારી ગિફ્ટ આઈફોન કે વોચ


અમેરિકામાં શોપિંગ સિઝન દરમિયાન જ જ્વલેરીની સૌથી વધુ ડિમાન્ડ રહે છે. પરંતુ એપલની નવી પ્રોડક્ટથી તેના વેચાણ પર અસર પડે છે. અમેરિકન કન્સલન્ટિંગ ફર્મ ડેલોયના ડેનિયલ બેકમેન મુજબ, આ સીઝનમાં રિટેલ વેચાણમાં 5%થી 5.6% અને ઓનલાઇન શોપિંગમાં 17%થી 22%ની વધારો થશે. નવા શોપિંગ ટ્રેન્ડની વાત કરીએ તો 50%થી વધુ નવા યુવા ગ્રાહકોનો ટ્રેન્ડ એવી ગિફ્ટ તરફ વધ્યો છે જે તેમને નવો અનુભવ આપે છે. ઉદાહરણ માટે હીરા જડિત ઘડિયાળ કે પછી અંગૂઠીને તમે પહેરશો કે પછી કલેક્શનમાં મૂકી દેશો, પરંતુ આઈફોન કે વોચથી આપને દરરોજ એક નવો અનુભવ મળશે.  

 

સ્વિટ્ઝરલેન્ડ એક ઉદાહરણ જ્યાં એપલે સ્વિચ વોચને પાછળ છોડી


એપલ વોચનું એક વર્ષમાં વેચાણ- 80 લાખ
સ્વિસ વોચનું વેચાણ- 68 લાખ


સ્માર્ટવોચ બજારમાં એપલ વોચની હિસ્સેદારી- 41%

 

દુનિયામાં સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળોની સૌથી વધુ ડિમાન્ડ છે, પરંતુ ગયા વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે એપલે ઘડિયાળોના વેચાણના મામલે તમામ સ્વિસ કંપનીઓને પાછળ છોડી દીધી. સ્વિટ્ઝરલેન્ડની તમામ કંપનીઓએ દુનિયામાં 68 લાખ ઘડિયાળો એક્સપોર્ટ કરી. બીજી તરફ એપલે આ દરમિયાન 12 લાખ ઘડિયાળો વેચી.

 

દર વર્ષે નવી કાર લેવા જેવો ટ્રેન્ડ હવે એપલની સાથે


સીટીઝન બેંકના રિટેલ ફાઇનાન્સ ગ્રૂપના હેડ જૈમી વાર્ડ મુજબ, એપલના આઇફોન અને વોચની સાથે હાલ એવો જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે 1950 અને 60ના દાયકામાં કારોની સાથે હતો. તે વખતે ગ્રાહક દર વર્ષે કાર બદલતા હતા. આવો જ ટ્રેન્ડ હવે આઈફોન રેન્જની સાથે જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...