ફ્લોરિડા ફાયરિંગ મામલે, સ્ટુડન્ટ્સ સડકો પર; ગન કાયદાને લઇ પ્રદર્શન

બુધવારે ફ્લોરિડાની એક સ્કૂલમાં ગોળીબારીની ઘટનામાં 17 સ્ટુડન્ટ્સનાં મોત થયા છે

divyabhaskar.com | Updated - Feb 19, 2018, 03:16 PM
US students plan protests, Washington march for gun control

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફ્લોરિડાની એક સ્કૂલમાં ફાયરિંગની ઘટના બાદ અમેરિકામાં ગન કંટ્રોલ કાયદાને લઇને ફરી એકવાર શરૂ થઇ ગઇ છે. આ ઘટનામાં બચેલા સ્ટુડન્ટ્સ આ ચર્ચાને નિર્ણાયક વળાંક સુધી લઇ જવા ઇચ્છે છે. સ્ટુડન્ટ્સે ગન કંટ્રોલ પર રાજકીય કાર્યવાહી માટે રાજધાની વોશિંગ્ટનમાં નેશનલ માર્ચ આયોજનની જાહેરાત કરી છે. બુધવારે ફ્લોરિડાની એક સ્કૂલમાં ગોળીબારીની ઘટનામાં 17 સ્ટુડન્ટ્સના મોત થયા છે. સ્કૂલના જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી નિકોલસ ક્રૂજની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. સ્ટુડન્ટ્સની યોજના 24 માર્ચના રોજ રાજધાની વોશિંગ્ટનમાં માર્ચનું આયોજન કરવાની છે. વળી, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા બાદ પોતાના પહેલા સાર્વજનિક નિવેદનમાં કહ્યું કે, ગન કંટ્રોલ કાયદો નહીં પાસ કરવા માટે ડેમોક્રેટ્સ જવાબદાર છે.

શું છે છાત્રોનું વલણ

- પ્રદર્શનકારી સ્ટુડન્ટ્સે અમેરિકન મીડિયાને કહ્યું કે, બુધવારે થયેલી ગોળીબારીની ઘટનાને બંદૂક માટે થતી ઇન્ટરનેશનલ ચર્ચામાં ફેરવવા માટે તેઓ દ્રઢ સંકલ્પ છે.
- આવું પહેલીવાર નથી કે બંદૂકોને રાખવા માટે કોઇ કાયદા પર ચર્ચા થઇ રહી છે. ફ્લોરિડાની આ ઘટના બાદ સ્ટુડન્ટ્સે રવિવારે પણ પ્રદર્શન કર્યુ હતું. તેઓએ અમેરિકન સાંસદો અને પ્રેસિડન્ટ વિરૂદ્ધ નારેબાજી કરી હતી.

આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકાના ગન કલ્ચર વિશે...

US students plan protests, Washington march for gun control

યુએસમાં અસમાન્ય રીતે થાય છે હિંસા 


- વારંવાર બનતી ફાયરિંગની ઘટનાઓનું વિશ્લેષણ બાદ આ સવાલોનો એક જ જવાબ મળે છે કે, અમેરિકન સમાજમાં અસામાન્ય રીતે હિંસા યથાવત છે. અહીંના લોકો આજે પણ જાતિવાદ ભેદભાવની ભાવનાઓથી બહાર નથી નિકળી શક્યા. 
- સંશોધનો જણાવે છે કે, અસંતોષની ભાવના એવી ઘટનાઓનું કારણ બને છે. જો કે, ગોળીબારીની ઘટનાઓ પર અનેક સંશોધન થયા છે, તેમાં મોટાંભાગે એવું જ નિષ્કર્ષ કાઢ્યું છે કે, અમેરિકામાં બંદૂકોની સંખ્યા અને ઉપલબ્ધતા વધારે છે, જો કે, વિશ્વના કોઇ દેશમાં આવું નથી. 
- અમેરિકામાં હાલની વસતી અંદાજિત 32 કરોડ છે, જ્યારે બંદૂકોની સંખ્યા 27 કરોડથી વધારે છે. 

US students plan protests, Washington march for gun control

વિશ્વની 42 ટકા બંદૂકો અહીં છે 


- યુનિવર્સિટી ઓફ અલાબામાના પ્રોફેસર એડમ લેન્કફોર્ડે વર્ષ 2015માં શોધ કરી હતી, તે અનુસાર - અમેરિકા વૈશ્વિક વસતીમાં માત્ર 4.4 ટકા છે. જ્યારે અહીં બંદૂકોની સંખ્યા વિશ્વમાં 42 ટકા ભાગ ધરાવે છે. 
- વર્ષ 1966થી 2012 સુધી વિશ્વભરમાં ગોળીબારીની જેટલી ઘટનાઓ બની તેમાંથી 31 ટકા ઘટનાઓ અમેરિકામાં બની હતી. 
- વધુ હિંસાના વાતાવરણને જોઇએ તો યમન જ એવો દેશ છે, જ્યાં અમેરિકા બાદ સૌથી વધારે ફાયરિંગની ઘટનાઓ થાય છે. 
- અમેરિકામાં પ્રતિ 100 લોકોમાં 90ની પાસે બંદૂકો છે. અફઘાનિસ્તાન જેવા દેશમાં પ્રતિ 100 લોકોમાં અંશતઃ 10ની પાસે પણ બંદૂકો નથી. 
- જે દેશોમાં સામાન્ય લોકોની પાસે બંદૂકો વધારે છે, તેઓનો સંબંધ ક્યાંકને ક્યાંક હિંસક વાતાવરણથી છે. અહીં બંદૂકો ખરીદવાનું એટલું જ સરળ છે, જેટલું બીજી ચીજો ખરીદવાનું. 
- ડેટા રેકોર્ડ અનુસાર, અમેરિકામાં માનસિક રોગીઓની સંખ્યામાં પણ હિંસાવાળા અન્ય દેશઓની સરખામણીમાં વધારે છે. 
- જો કે, માનસિક રોગીઓ પર અમેરિકાનો જેટલો ખર્ચ કરવામાં આવે છે, અન્ય વિકસિત દેશોમાં એટલાં જ પૈસા ખર્ચ થાય છે. 

US students plan protests, Washington march for gun control

4 ટકા લોકોના જીવ જવાનું કારણ કોઇ માનસિક રોગ નહતું 


- વર્ષ 2015ના એક સંશોધન રિપોર્ટ જણાવે છે કે, ગોળીબારીની ઘટનાઓમાં 4 ટકા લોકોના જીવ જવાનું કારણ કોઇ માનસિક રોગ નહતું.
- પ્રોફેસર એડમ અનુસાર, જે દેશોમાં આત્મહત્યાનો દર વધારે છે અહીં ગોળીબારીની ઘટનાઓની સંખ્યા ઓછી છે. 
- એવો દેશ જ્યાં વીડિયો ગેમ વધારે અથવા ઓછી રમવામાં આવે છે, ત્યાં પણ આવી ઘટનાઓને એકબીજાં સાથે કોઇ સંબંધ નહતો. તેવી જ રીતે અન્ય વિકસિત દેશની સરખામણીમાં અમેરિકામાં ઓછી વીડિયો ગેમ રમાય છે. 
- જાતિય ભેદભાવ અને સમાજ સાથે જોડાયેલા અન્ય કારણોસર ગોળીબારીની ઘટનાઓમાં કોઇકને કોઇક સંબંધ રહ્યો છે. 
- બીજી તરફ યુરોપીયન દેશોમાં ઇમિગ્રેશન અથવા સમાજ સંબંધી અન્ય કારણોની ગોળીબારીની ઘટનાઓને ઓછો સંબંધ રહ્યો છે. 

અમેરિકામાં બંદૂક સંસ્કૃતિ ફેલાવવાનું એક કારણ 1990ના દાયકાની ફિલ્મોને પણ માનવામાં આવે છે
અમેરિકામાં બંદૂક સંસ્કૃતિ ફેલાવવાનું એક કારણ 1990ના દાયકાની ફિલ્મોને પણ માનવામાં આવે છે

10 લાખ લોકોમાં 33 લોકોનાં મોત ગોળીબારીમાં થયા 


- વર્ષ 2009માં અમેરિકામાં પ્રતિ 10 લાખ લોકોમાં અંશતઃ 33 લોકોના જીવ ગોળીબારીની ઘટનાઓમાં ગઇ, જે અન્ય વિકસિત દેશોની અંશતઃથી ક્યાંય વધારે છે. 
- અમેરિકામાં બંદૂક સંસ્કૃતિ ફેલાવવાનું એક કારણ 1990ના દાયકાની એવી ફિલ્મોને પણ માનવામાં આવે છે, જેમાં શહેરોમાં ગેંગવોરનું દ્રશ્ય વધારે હોય છે. 
- પરંતુ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેના નિષ્ણાત ફ્રેન્કલીન જિમરિંગ અને ગાર્ડન હોકિન્સ કહે છે કે અમેરિકામાં આવી ઘટનાઓ અન્ય દેશોથી વધારે ઘાતક હોય છે. - અમેરિકન રાજ્યોમાં અન્ય વિકસિત દેશોની સરખામણીમાં ગન ઓનરશિપનો અનોખો ટ્રેન્ડ છે, અહીં ગન મર્ડરને આનાથી વધારે જોડવામાં આવે છે. 
- કાયદાની મદદથી ગન વાયોલન્સ રોકવાના પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ કુલ મળીને નિષ્કર્ષ આ જ નિકળ્યું કે, આ પ્રકારની હિંસાનું એકમાત્ર કારણ બંદૂકો છે અને ત્યાં સુધી નાગરિકોની પહોંચ ખૂબ જ સરળ છે. 

 

X
US students plan protests, Washington march for gun control
US students plan protests, Washington march for gun control
US students plan protests, Washington march for gun control
US students plan protests, Washington march for gun control
અમેરિકામાં બંદૂક સંસ્કૃતિ ફેલાવવાનું એક કારણ 1990ના દાયકાની ફિલ્મોને પણ માનવામાં આવે છેઅમેરિકામાં બંદૂક સંસ્કૃતિ ફેલાવવાનું એક કારણ 1990ના દાયકાની ફિલ્મોને પણ માનવામાં આવે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App