ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Indian Embassy Telephone Lines In US Used To Extort Money

  USમાં ભારતીય એમ્બેસીના ફોન હેક કરી ઠગી, વિઝાના નામે પૈસાની માંગ

  divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 04:53 PM IST

  ખોટા કોલ કરીને અત્યાર સુધી લોકો પાસેથી પાસપોર્ટ અને વિઝાના નામે પૈસા માગવામાં આવ્યા છે
  • અમેરિકામાં રહેનારા અનેક ભારતીયોને આવા ફેક કોલ્સ કરવામાં આવ્યા. ત્યારબાદ લોકોએ તેની ફરિયાદ એમ્બસીમાં કરી. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકામાં રહેનારા અનેક ભારતીયોને આવા ફેક કોલ્સ કરવામાં આવ્યા. ત્યારબાદ લોકોએ તેની ફરિયાદ એમ્બસીમાં કરી. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ભારતીય એમ્બસીની ટેલિફોન લાઇન્સનો ઉપયોગ લોકોની ઠગી માટે કરવામાં આવી રહ્યો છે. આ મામલામાં એમ્બસીએ એક એડવાઇઝરી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ઠગોએ એમ્બેસીની ટેલિફોન લાઇન્સ હેક કરી લીધી છે. અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ, ખોટા કોલ કરીને અત્યાર સુધી લોકો પાસેથી પાસપોર્ટ અને વિઝાના નામે પૈસા માગવામાં આવ્યા છે. તેના માટે એક ઇન્ટરનલ ઇન્વેસ્ટિગેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. એડવાઇઝરીમાં લોકોને એમ્બસી તરફથી આવનારા ખોટા કોલ્સને લઈને ચેતવણી આપવામાં આવી છે.

   પાસપોર્ટ અને વિઝાના નામે કરવામાં આવી રહી છે ઠગી

   - એમ્બેસી દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરીમાં કહેવામાં આવી રહ્યું છે કે, "ઠગ લોકોને ફોન કરી પોતાની પર્સનલ માહિતી માંગી રહ્યા છે. જેમાં ક્રેડિટ કાર્ડ્સ જેવી જાણકારીઓ પણ સામેલ છે. આ ઉપરાંત પાસપોર્ટ, વિઝા ફોર્મ્સ અને ઇમિગ્રેશન ફોર્મ્સ પણ ભૂલ સુધારવાના નામે પણ લોકો પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી રહી છે."
   - "સાથોસાથ ઠગ ફોન પર વોર્નિંગ પણ આપી રહ્યા છે કે ડોક્યુમેન્ટ્સમાં ભૂલ સુધારવાના પૈસા નહીં ચૂકવ્યા તો શખ્સને ડિપોર્ટ/ધરપકડ કરવામાં આવી શકે છે."
   - એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય એમ્બસીના કોઈપણ અધિકારી તરફથી ફેક કોલ્સ નથી કરવામાં આવ્યા. જો અમને કોઈ શખ્સના વધારાના દસ્તાવેજની જરૂર હોય છે તો તેને ઓફિશિયલ આઈડીથી ઈ-મેલ કરવામાં આવે છે.

   કેવી રીતે સામે આવ્યો મામલો?

   - ન્યૂઝ એજન્સી મુજબ, અમેરિકામાં રહેનારા અનેક ભારતીયોને આવા ફેક કોલ્સ કરવામાં આવ્યા. ત્યારબાદ લોકોએ તેની ફરિયાદ એમ્બસીમાં કરી.
   - આ ફેક કોલ્સના શિકાર બનેલા લોકોની ફરિયાદ છે કે ઠગોએ પોતાને એમ્બસીના અધિકારી જણાવીને તેમની પાસેથી પૈસા માગ્યા. કોલ્સમાં ઠગોએ દાવો કર્યો કે તેમને તમામ માહિતી એમ્બસીમાંથી મળી રહી છે.
   - મામલો સામે આવ્યા બાદ ભારતીય એમ્બસીએ ઠગીનો શિકાર બનેલા લોકોને તેમના બેંક એકાઉન્ટસ ડિટેલ્સ અને વેસ્ટર્ન યૂનિયન ટ્રાન્સફર એકાઉન્ટ નંબર લેવાનું શરૂ કરી દીધું છે, જેથી આ એકાઉન્ટ્સની લેવડ-દેવડ પર નજર રાખી શકાય.

   આગળની સ્લાઇડમાં જાણો, યુરોપિયન એમ્બેસીમાં પણ દાખલ થયા આવા કેસ...

  • અમેરિકન સરકારના અધિકારી મુજબ, પહેલા પણ આવા મામલા સામે આવી ચૂક્યા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકન સરકારના અધિકારી મુજબ, પહેલા પણ આવા મામલા સામે આવી ચૂક્યા છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian Embassy Telephone Lines In US Used To Extort Money
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `