ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» India in UN said focus on whether terrorists safe haven eliminated form Pak

  પાક.માં આતંકીઓના આશ્રયસ્થાન ખતમ થવા પર નજર રાખો: UNમાં ભારત

  divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 11:06 AM IST

  અકબરૂદ્દીને પાક. પર એવો પણ આરોપ લગાવ્યો કે તેઓ સારા અને ખરાબ આતંકીઓમાં ફરક કરે છે
  • ભારતના એમ્બેસેડર સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે એ  વાત પર નજર રાખવી જોઇએ કે પાકિસ્તાનમાંથી આતંકીઓના સુરક્ષિત આશ્રયસ્થાન ખતમ થઇ રહ્યા છે કે નહીં.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતના એમ્બેસેડર સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે એ વાત પર નજર રાખવી જોઇએ કે પાકિસ્તાનમાંથી આતંકીઓના સુરક્ષિત આશ્રયસ્થાન ખતમ થઇ રહ્યા છે કે નહીં.

   ન્યૂયોર્ક: ભારતે યુનાઇટેડ નેશન્સમાં એકવાર ફરી પાકિસ્તાનને લઇને કડકાઇ દર્શાવી છે. યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતના એમ્બેસેડર સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે એ વાત પર નજર રાખવી જોઇએ કે પાકિસ્તાનમાંથી આતંકીઓના સુરક્ષિત આશ્રયસ્થાન ખતમ થઇ રહ્યા છે કે નહીં. અકબરૂદ્દીને પાક. પર એવો પણ આરોપ લગાવ્યો કે તેઓ સારા અને ખરાબ આતંકીઓમાં ફરક કરે છે.

   ક્રોસ બોર્ડર ટેરરિઝમ આજે પણ મોટી સમસ્યા

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, સૈયદ અકબરૂદ્દીન યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં અફઘાનિસ્તાનને લઇને સ્પેશિયલ મિનિસ્ટરિયલ મીટિંગમાં બોલી રહ્યા હતા.

   - અકબરૂદ્દીને કહ્યું, "અફઘાનિસ્તાનમાં એક કહેવત બોલવામાં આવે છે, જેનો સાર એવો છે કે જો પાણીના તળિયે કાદવ હોય તો તેને સાફ કરવામાં સમય બરબાદ ન કરવો જોઇએ. ઉપરનું ચોખ્ખું પાણી લઇ લેવું જોઇએ."

   - "અફઘાનિસ્તાનમાં શાંતિ કાયમ રહે, ફક્ત આવું કહેવું કે તેમના સપોર્ટમાં ઊભા રહેવું એટલું જ પૂરતું નથી. ક્રોસ બોર્ડર ટેરરિઝમ આજે પણ મોટી સમસ્યા છે. સાથે જ એ વાત પર પણ નજર રાખવી પડશે કે પાકિસ્તાનમાંથી આતંકીઓના સુરક્ષિત આશ્રયસ્થાન ખતમ કરવામાં આવી રહ્યા છે કે નહીં."

   અફઘાનિસ્તાનને લઇને ભારતનો દ્રષ્ટિકોણ એકદમ સ્પષ્ટ

   - અકબરૂદ્દીને કહ્યું કે ભારત ઇચ્છે છે કે અફઘાનિસ્તાન ફરીથી પોતાની હેસિયત હાંસલ કરે. અમે તેના માટે રિજિયોનલ અને ઇન્ટરનેશનલ પાર્ટનર્સ સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી ત્યાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જળવાઇ રહે.

   - "આ જ વાતને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદી 24 ડિસેમ્બર, 2015ના રોજ અફઘાનિસ્તાનમાં પાર્લામેન્ટ બિલ્ડીંગના ઉદ્ઘાટનમાં ગયા હતા. પાછા ફરતી વખતે તેઓ લાહોરમાં રોકાયા હતા."

   - "પરંતુ પીએમના લાહોક જવાથી આપણને શું મળ્યું? 1 જાન્યુઆરી, 2016ના રોજ પઠાણકોટ એરબેઝ પર સમજી-વિચારીને કરેલા કાવતરા હેઠળ હુમલો કરવામાં આવ્યો. આ પ્રકારના હુમલાઓ તો રોજ અફઘાનિસ્તાન પર થાય છે."

   સારા-ખરાબ આતંકીમાં શું ફરક

   - અકબરૂદ્દીને કહ્યું, "પાકિસ્તાન સારા અને ખરાબ આતંકીમાં ફરક કરે છે. આ માનસિકતા ક્ષેત્રમાં શાંતિ લાવવામાં કારગર ન નીવડે."

   - "આ માનસિકતા સાથે તમે ક્ષેત્રના લોકો અને આપણા યુવાનોનું ભવિષ્ય નહીં ઉજાળી શકો. મિસ્ટર પ્રેસિડેન્ટ, આ માઇન્ડસેટને બદલો."

  • અકબરૂદ્દીને કહ્યું કે ભારત ઇચ્છે છે કે અફઘાનિસ્તાન ફરીથી પોતાની હેસિયત હાંસલ કરે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અકબરૂદ્દીને કહ્યું કે ભારત ઇચ્છે છે કે અફઘાનિસ્તાન ફરીથી પોતાની હેસિયત હાંસલ કરે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: India in UN said focus on whether terrorists safe haven eliminated form Pak
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `