ટ્રમ્પના પ્રેસિડન્ટ પદને જોખમ? 60 ટકા લોકો નાખુશ, 49 ટકા મહાભિયોગના પક્ષમાં: સર્વે

53 ટકાના મતે ટ્રમ્પ કાયદાકીય પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે (ફાઇલ)
53 ટકાના મતે ટ્રમ્પ કાયદાકીય પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે (ફાઇલ)

divyabhaskar.com

Sep 02, 2018, 01:25 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ નોકરી આપવાના મુદ્દે 60 ટકા અમેરિકનોએ ડોનાલ્ડ ટ્રમ્પ સામે નારાજગી દર્શાવી છે. જ્યારે 49 ટકા લોકોનું માનવું છે કે, અમેરિકાની સંસદમાં તેમના વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવો જોઇએ. 36 ટકા લોકોએ કહ્યું કે, તેઓ ટ્રમ્પના પર્ફોર્મન્સથી નાખુશ છે. આ વાત શુક્રવારે જાહેર થયેલા એક ઓપિનિયન પોલમાં સામે આવી છે. 26થી 29 ઓગસ્ટ સુધી કરવામાં આવેલા વોશિંગ્ટન પોસ્ટ-એબીસી ન્યૂઝના આ સર્વેમાં 1003 વયસ્કોને સામેલ કરવામાં આવ્યા હતા.

- આ સર્વે એવા સમયે કરવામાં આવ્યો જ્યારે ટ્રમ્પ કેમ્પેઇનના ભૂતપૂર્વ ચેરમેન પૉલ માનાફોર્ટને ટેક્સ અને બેંક છેતરપિંડીના દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
- ટ્રમ્પના એટર્ની રહી ચૂકેલા માઇકલ કોહેને પણ એક મહિલાને ટ્રમ્પ સાથેના કથિત પ્રેમ સંબંધો મુદ્દે પ્રેસિડન્ટ ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન મોંઢૂ બંધ રાખવા પૈસા આપ્યા હતા તેવું નિવેદન આપ્યું હતું.
- ટ્રમ્પ સાથે પ્લેબોયની ભૂતપૂર્વ મોડલ કેરેન મેકડોગલ અને પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલે સંબંધો હોવાનો દાવો કર્યો હતો.
- આ પહેલાં વોશિંગ્ટન પોસ્ટ-એબીસી ન્યૂઝે એપ્રિલમાં સર્વે કર્યો હતો. તે સમયે 40 ટકા લોકોએ ટ્રમ્પના કામને પસંદ અને 56 ટકા લોકોએ નાપસંદ કર્યુ હતું.

કાયદાકીય પ્રક્રિયાને અવરોધિત કરવાનો આરોપ


- લેટેસ્ટ સર્વે અનુસાર, 46 ટકા લોકોનું માનવું છે કે, ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રસ્તાવ ના લાવવો જોઇએ. 53 ટકા લોકો માને છે કે, ટ્રમ્પ કાયદાકીય પ્રક્રિયાને અવરોધિત કરવાની કોશિશ કરી રહ્યા છે.
- સ્પેશિયલ કાઉન્સિલ રોબર્ટ મ્યૂલર આ વાતની તપાસ કરી રહ્યા છે કે શું ટ્રમ્પના ઇલેક્શન કેમ્પેઇનમાં રશિયાની કોઇ ભૂમિકા હતી? જ્યારે 35 ટકા લોકોનું કહેવું છે કે, ટ્ર્મપ કાયદાકીય પ્રક્રિયામાં કોઇ દખલઅંદાજ નથી કરી રહ્યા.
- 60 ટકા લોકો મ્યૂલર દ્વારા કરવામાં આવી રહેલી તપાસના સમર્થનમાં છે, તો 29 ટકા લોકોએ તેનો વિરોધ કર્યો છે.


અર્થવ્યવસ્થા સુધારવાની વાતને લઇ એકમત નહીં


- 45 ટકા લોકોનો મત છે કે, અર્થ વ્યવસ્થા સુધારવામાં ટ્રમ્પ નિષ્ફળ રહ્યા છે. જ્યારે આટલાં જ લોકો માને છે કે, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં તેઓ સફળ રહ્યા છે.
- બીજી તરફ, 78 ટકા રિપબ્લિકન્સ માને છે કે, ટ્રમ્પનો અત્યાર સુધીનો કાર્યકાળ શાનદાર રહ્યો. જ્યારે 93 ટકા ડેમોક્રેટ્સ અને 59 ટકા અપક્ષ ટ્રમ્પના કાર્યકાળને બકવાસ ગણાવી રહ્યા છે.

X
53 ટકાના મતે ટ્રમ્પ કાયદાકીય પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે (ફાઇલ)53 ટકાના મતે ટ્રમ્પ કાયદાકીય પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી