Divya Bhaskar

Home » International News » America » carolinas with heavy rain flooding because of hurricane florence lashing

US પહોંચ્યું ફ્લોરેંસ વાવાઝોડું, કૈરોલિનામાં 150 કિમી/કલાકની સ્પીડે પવન ફૂંકાયો

Divyabhaskar.com | Updated - Sep 14, 2018, 04:13 PM

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે એક દિવસ પહેલાં જ ફ્લોરેંસ અમેરિકાના પૂર્વ તટ સુધી પહોંચ્યું વાવાઝોડું

  • carolinas with heavy rain flooding because of hurricane florence lashing
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    કૈરોલિનામાં થોડા કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા

    વોશિંગ્ટન: ફ્લોરેંસ વાવાઝોડું અમેરિકાના પૂર્વ તટ સુધી પહોંચી ગયું છે. ગુરુવારે વાવાઝોડાના કારણે કૈરોલિનામાં 150 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાયો હતો અને વરસાદના કારણે 1 લાખ ઘરમાં વીજળી જતી રહી હતી. કૈરોલિનામાં થોડા કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. અમેરિકન વેબસાઈટ વેધર મોડલ્સના અંદાજ પ્રમાણે આગામી સપ્તાહમાં કૈલોરિનામાં જ 38 લાખ લિટર સુધીનો વરસાદ થઈ શકે છે.

    નેશનલ હેરિકન સેન્ટરનું કહેવું છે કે, વાવાઝોડું ફ્લોરેંસની તીવ્રતા ઘટીને કેટેગરી-2ના વાવાઝોડા જેટલી થઈ ગઈ છે. જોકે હજુ પણ તેને જોખમી જ ગણી શકાય છે. માનવામાં આવે છે કે, આ વાવાઝોડાના કારણે અમેરિકાના અમુક વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતાઓ વધી શકે છે. અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ લોકોનું સુરક્ષીત સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

    એક દિવસ પહેલાં પહોંચી ગયું વાવાઝોડું
    આ પહેલાં હવામામન વિભાગે તેમના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે, વાવાઝોડું ફ્લોરેંસ તરફ આગળ વધી રહ્યું છે તેના કારણે શુક્રવારે કૈરોલિનાના અમુક વિસ્તારોમાં 40 ઈંચ સુધીનો વરસાદ થઈ શકે છે. જોકે વાવાઝોડું એક દિવસ પહેલાં જ અહીં પહોંચી ગયું છે. ઉત્તરી કૈરોલિનાના ગવર્નર રે કપૂરે કહ્યું છે કે, દરેક લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે. કારણકે આ જોખમી વાવાઝોડું ઘણાં લોકોના જીવ લઈ શકે તેમ છે.

    પૂર કરતાં ઉલટી દિશામાં હોઈ શકે છે નદીઓનું વહેણ
    હવામાન વિભાગના મત પ્રમાણે જો આ પ્રમાણે જ વરસાદ ચાલુ રહેશે તો જમીન પર 4 મીટર (13 ફૂટ) સુધી પાણી ભરાઈ શકે છે. તે સાથે જ પૂરના કારણે ઘણી નદીઓના વહેણ ઉલટી દિશામાં પણ વહી શકે છે. તેના કારણે શહેરના રસ્તાઓ પર વધારે પાણી ભરાઈ શકે છે. જોકે શનિવાર સુધી આ વાવાઝોડું નબળી પડી જાય તેવી શક્યતા છે.

  • carolinas with heavy rain flooding because of hurricane florence lashing
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    કૈરોલિનામાં થોડા કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા
  • carolinas with heavy rain flooding because of hurricane florence lashing
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અમેરિકન વેબસાઈટ વેધર મોડલ્સના અંદાજ પ્રમાણે આગામી સપ્તાહમાં કૈલોરિનામાં જ 38 લાખ લિટર સુધીનો વરસાદ થઈ શકે
  • carolinas with heavy rain flooding because of hurricane florence lashing
    અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ લોકોનું સુરક્ષીત સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending